- સફળ વિદેશી ફિલ્મોનો આઇડિયા હવે ઓટીટી પર અજમાવવામાં આવી રહ્યા છે. ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર યંગ એડલ્ટ ફોર્મ્યુલા સફળતાનું નવું સમીકરણ બની રહી છે
- મિસમેચ્ડ
- ધ સમર આઇ ટર્ન્ડ પ્રેટી
- કોલ મી બૅ
એક જમાનામાં રોમેન્ટિક હિન્દી ફિલ્મની બોલબાલા હતી. જુલીથી માંડી લવસ્ટોરી અને એર દૂજે કે લિયે સુધીની રોમેન્ટિક ફિલ્મો બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડતી હતી. આ પ્રકારની લવ સ્ટોરીઓમાં છેલ્લે હમ દિલ દે ચૂકે સનમ આવી. એ પછી આવી પ્યોર લવસ્ટોરી સૈયારા અપવાદ નીવડી છે. સૈયારાની અનિત પદ્દા આજે વાણી તરીકે ઓળખાઇ રહી છે પણ તે સૌ પ્રથમ બીગ ગર્લ્સ ડોન્ટ ક્રાય નામના શોમંાં દેખાઇ હતી.
આ ઉણપ પુરી કરવા માટે જાણે ઓટીટી પર યંગ એડલ્ટ નામની સિરિઝો બનાવીને રજૂ કરવાનો જુગાર આજના જમાનામાં સફળ નીવડયો છે. આજે ઓટીટી પર યંગ એડલ્ટના નામે પ્રેમ કહાનીઓ વેચાઇ રહી છે.
આજનો જમાનો લવ ડ્રામાનો છે.એમેઝોન પ્રાઇમ પર ત્રણ વર્ષથી ધૂમ મચાવતી ધ સમર આઇ ટર્ન્ડ પ્રેટ્ટી-ટીએસઆઇટીપી-ની ત્રણ સિઝનને મળેલી જબરદસ્ત સફળતાને પગલે આ પ્રકારની ઘણી સિરિઝ ઓટીટી પ્લેટફોર્મ્સ પર રજૂ થવા માંડી છે. તેમાં સ્પેનિશ કલ્પા ટ્રિઓલોજી અને જર્મન મેક્સટન હોલને સફળતા મળતાં આ લવ સ્ટોરીઓ ઇન્ટરનેશનલ સ્તરે છવાઇ ગઇ છે. એમેઝોન પ્રાઇમની પ્રતિસ્પર્ધી નેટફલિક્સે પણ આ વાવરનો લાભ લેવા માટે મિચમેચ્ડ અને ક્લાસની નવી સિઝનની જાહેરાત કરી છે.
એમેઝોન પ્રાઇમે પણ અનન્યા પાંડેની હીટ કોલ મી બાઇની બીજી સિઝન આવી રહી હોવાના સંકેતો આપ્યા છે. આ ઉપરાંત બીજા બે શો પણ આવી રહ્યા છે જેમાં સોંગરાઇટર કિંગને ચમકાવતો લુક્ખા પણ છે.
પણ આ લવ સિરીઝોની સફળતાનું રહસ્ય શું છે? પ્રથમ તો આ લવસ્ટોરીઓનું ઓડિયન્સ નિશ્ચિત છે. તેમાં યુવાન-યુવતીની પ્રેમભરી કહાની મુખ્ય હોય છે. મિસમેચ્ડની ત્રણ સિઝનની સફળતાનું કારણ આ ફોર્મ્યુલા છે, હવે ચોથી સિઝન પણ આવી રહી છે. લોકોના મૂડ પારખી તેમની ઇચ્છાને અનુરૂપ સ્ટોરી રજૂ કરી સફળ થનારો આ શોની પશ્ચાદભૂ જયપુર છે. જ્યાં કારકિર્દી,રોમેન્સ અને ટેકનોલોજીની દુનિયામાં બે યુવાન પ્રેમીઓ તેમનું સ્થાન શોધી રહ્યા હોય છે. પ્રાજ્કતા કોળી અને રોહિત સરાફ આ સિરિઝને પગલે સ્ટાર બની ગયા છે. લોકો હવે તેમને તેમના પાત્રો ડિમ્પલ અને રિશી તરીકે જ ઓળખવા માંડયા છે જે દર્શાવે છે કે લોકોમાં આ શો ખાસો લોકપ્રિય બની ચૂક્યો છે.
આજકાલ હિન્દી ફિલ્મોમાં એક્શન અને માચો ફિલ્મ ો ફલેવર ઓફ ધ સિઝન્સ બની રહી છે. જેના કારણે જેન ઝી અને મિલેનિયલ મહિલાઓનું ઓડિયન્સ પ્રેમકહાણીઓ માટે તરસે છે. તેમની આ તરસને ઓટીટી પ્લેટફોર્મ્સ છિપાવી રહ્યા છે. હાલ ૧૬થી ૨૫ વયના યુવાન-યુવતીઓને રસ પડે તેવી કોઇ સ્ટોરીઓ ફિલ્મ કે સિરિઝમાં આવતી નથી. તેથી આ વયજૂથને કેન્દ્રમાં રાખી આ લવ સિરિઝો બનાવવામાં આવી રહી છે અને તે સફળ પણ થઇ રહી છે. પણ હાલ તો આ પ્રકારની સિરિઝ લખી આપે તેવા લેખકોનો દુકાળ નિર્માતાઓને નડી રહ્યો છે. જ્યાં સુધી આવા લેખકો જડે નહીં ત્યાં સુધી ભારતીય દર્શકોએ મેક્સટન હોલ અને સ્ટ્રેન્જર થીંંગ્સ માણી લેવામાં જ સાર છે. ભારતમાં મેક્સટન હોલ લોકપ્રિયતાની યાદીમાં છઠ્ઠા સ્થાને છે.એલિટ ક્લાસ જર્મન સ્કૂલમાં બે અલગ વર્ગના કિશોર-કિશોરી વચ્ચે રોમેન્સ થાય છે તેની રસપ્રદ કહાણી તેમાં રજૂ કરવામાં આવી છે. ે આ શો જર્મન હોવા છતાં ભારતમાં તેના ચાહકોની સંખ્યા ખાસી મોટી છે જે તેની લોકપ્રિયતા દર્શાવે છે.


