ઓટીટીએ કર્યો જૂની ફિલ્મનો જિર્ણોધ્ધાર .


- 2017માં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી મનોજ બાજપેયીની  ફિલ્મ 'ગલી ગુલિયાન' કોઈ કમાણી નહોતી કરી શકી. એ  જ  ફિલ્મની  તાજેતરમાં  થયેલી  ઓટીટી  રિલીઝે મોટું  આશ્ચર્ય સર્જ્યું  છે. એક મોટા  ડિજિટલ  સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ  પર આ ફિલ્મ ટોપ-10 ફિલ્મોની યાદીમાં પહોંચી ગઈ છે. 

લોકડાઉન  પછી પણ ઓટીટી પ્લેટફોર્મ  ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ઉપકારક  પુરવાર થઈ રહ્યું  છે.  થિયેટરોમાં ન ચાલેલી  ફિલ્મોના પ્રોડયુસરો  એના  ડિજિટલ  રાઈટ્સ વેચીને  પોતાનું મૂડીરોકાણ પાછું  મેળવી લે છે.    ઉપરાંત  નજીકના ભૂતકાળમાં બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગયેલી  ફિલ્મો માટે પણ ઓટીટી આશીર્વાદ સાબિત થઈ રહ્યું છે.  પાંચ વર્ષ પહેલા  ૨૦૧૭માં સિનેમાઘરોમાં રિલિઝ થયેલી મનોજ બાજપેયીની  ફિલ્મ 'ગલી ગુલિયાન' કોઈ કમાણી નહોતી કરી શકી. એ   જ  ફિલ્મની  તાજેતરમાં  થયેલી  ઓટીટી  રિલીઝે મોટું  આશ્ચર્ય સર્જ્યું  છે. એક મોટા  ડિજીટલ  સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ  પર ગલી ગુલિયાન ટોપની  ૧૦ ફિલ્મોની  યાદીમાં પહોંચી ગઈ છે. એ જાણીને  બાજપેયીનો હરખ માતો નથી   એટલા માટે કે આ  ફિલ્મમાં  પોતાની ભૂમિકાને  ન્યાય આપવા પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું હતું. 

એ  વિશે વાત કરતાં ૫૩ વર્ષના  બાજપેયીએ   ઈન્સ્ટાગ્રામ પરની  એક પોસ્ટમાં  કહ્યું છે, 'ગલી ગુલિયાન'માં મેં આજ સુધીની  મારી સૌથી મુશ્કેલ ભૂમિકા ભજવી છે.  એ રોલની તૈયારી કરવામાં જ મેં એટલી   મહેનત કરી હતી કે હું મારું  માનસિક સંતુલન ગુમાવવાની તૈયારીમાં હતો. આ ભૂમિકાએ મને શારીરિક અને માનસિક રીતે  રીતસરનો  નિચોવી નાખ્યો હતો.  એમ કહીએ તો ચાલે.

પદ્મશ્રીથી વિભૂષિત એક્ટર પોતાની  ફિલ્મમાં  માત્ર અભિનય કરીને એની  સાથેનો સંબંધ  પૂરો  નથી કરી નાખતો.  અલીગઢ  (૨૦૧૫) અને 'ભોસલે'  (૨૦૧૮)્ને પહેલાં  સિનેમાઘરો અને પછી ઓટીટી સુધી પહોંચાડવા મેં ખૂબ  જહેમત લીધી છે અને એ મારા માટે એક યાદગાર  જર્ની  બની ગઈ છે.  બહુ  થાકી જવાય પરંતુ એક્ટર  તરીકે તમે  સારા કન્ટેન્ટ  (વિષય-વસ્તુ) સાથેની  ફિલ્મ  કરતા હો તો તમારે એને  મંજિલ સુધી પહોંચાડવા  લડવું પડે.' એમ મનોજજી કહે છે.

City News

Sports

RECENT NEWS