- OTT ઓનલાઈન ઝિંદાબાદ- સંજય વિ. શાહ
- આટફિશિયલ ઇન્ટેલિજન્સેે ગઈકાલ સુધી અશક્ય લાગતી બાબતોને શક્ય કરવા માંડી છે. જેઓ ઓનલાઇન વિશ્વ સાથે સુસંગત નથી તેઓને આ વિશ્વ હવે પહેલાં કરતાં વધુ આશ્ચર્ય અને અસુખ કરાવી રહ્યું છે. આગળ આ સ્થિતિ હજી સંગીન થવાની છે. એટલે જ, અપડેટ થવા સિવાય આપણી પાસે કદાચ કોઈ વિકલ્પ નથી
ઓનલાઇન મીડિયાની ઉપયોગિતા અને એની નકારાત્મક અસરોની વાતો ખાસ્સી થાય છે. ઘણે અંશે એ સાચી હોઈ શકે છે, કારણ કે માણસના જીવનના એક અગત્યના હિસ્સાને હવે ઓનલાઇન માધ્યમો ઓહિયા કરી રહ્યાં છે. સવાર પડે કે હાથમાં મોબાઇલ, કામકાજના સ્થળે કોમ્પ્યુટર, લેપટોપની અનિવાર્યતાને કોઈ કાં તો ખાળતું નથી કાં ખાળી શકતું નથી. એવામાં ક્યારેક એ પણ વિચાર કરવો રહ્યો કે ઓનલાઇન જગત એક આશીર્વાદ પણ છે. અનેકના જીવનમાં એનો સકારાત્મક પ્રભાવ પણ પડયો છે. ચાલો જોઈએ.
ઓનલાઇન દુનિયા માત્ર મનોરંજન માટે નથી. આ સત્ય સમજવા છતાં, દુર્ભાગ્યે, અનેક લોકો માત્ર મનોરંજન માટે ઓનલાઇન મીડિયાને પંપાળતા રહે છે. જ્ઞાાનોપાર્જન માટે, પોતાના કામકાજની ગતિ અને ગુણવત્તા વધારવા માટે પણ ઓનલાઇન માધ્યમોનો અસરકારક ઉપયોગ કરવાની કળા આત્મસાત્ કરવી અનિવાર્ય છે. પોસ્ટકાર્ડ અને પરબીડિયાના સ્થાને સ્વેચ્છાએ કે પરિસ્થિતિવશ, ઇમેઇલ, વ્હોટ્સએપ વગેરે અપનાવવા પડયાં છેને? તો ઓનલાઇન વિશ્વને બિનમનોરંજન બાબતો માટે પણ અપનાવી લો. ટ્રેનમાં લાંબા પ્રવાસમાં, રાતના ઊંઘતા પહેલાં મોબાઇલ પર અંગૂઠાથી શોર્ટ્સ અને રીલ્સમાં ઓતપ્રોત થવાને બદલે, 'મારે આ શીખવું છે,' કહીને પોતાને બદલાવો. એ માટે એક ઇમાનદાર સમયપત્રક બનાવો. શીખવું કશું પણ હોઈ શકે. નવી ભાષા હોઈ શકે, સંગીત હોઈ શકે, રસોઈ હોઈ શકે, પોતાના કામકાજને બહેતર કરવાનો કોર્સ હોઈ શકે... બસ, નક્કી હોવું જોઈએ કે શું શીખવું છે અને એને પાકે પાયે સમય આપવો છે.
સ્કૂલ કે કોલેજના અભ્યાસમાં જે રીતે પરોવાઈ જવાની જરૂર હોય છે એવું ઓનલાઇન મીડિયાના મામલે પણ છે. આ મુદ્દે માર થાપ ખાઈ જવાની બહુ શક્યતા છે. થાય શું કે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા એવંં વમળ છે જેમાં શરૂઆત ક્યાંકથી કરીને એકાએક, ખબર પણ પડે નહીં અને સાવ નોખી દુનિયામાં પહોંચી જવાય છે. અમિતાભ બચ્ચનનો દીવાનો, દાખલા તરીકે, પોતાના પ્રિય અભિનેતા વિશે ઓનલાઇન ખાંખાખોળા કરે અને અજાણતા શાહરુખ ખાન કે માધુરી દીક્ષિતની દુનિયામાં પહોંચી જાય એ બિલકુલ શક્ય છે. કારણ, ઓનલાઇન દુનિયા આપણા સફગ અને ક્લિક, ક્લિકને નોંધીને આપણને પોતાની રીતે કન્ટેન્ટ દેખાડયા કરે છે. એક પ્રિન્ટેડ અખબાર કે પુસ્તક વાંચતી વખતે આપણી પાસે મર્યાદિત વિકલ્પ હોય છે. પાનાં અને સામગ્રી જે હોય તેમાં જ રહેવાનું હોય છે. ઓનલાઇન દુનિયામાં લિન્ક, સજેસ્ટિવ પેજિસનો અનહદ મારો થયે રાખે છે. બસ, એનાથી બચતા આવડી જાય તો ફેર પડે.
એવી જ રીતે, વીડિયો જોયો કે આટકલ વાંચ્યો એટલે ગંગા નાહ્યા અને બધું આવડી ગયું એવો ભ્રમ ઓનલાઇન જ્ઞાાનોપાર્જન વખતે થઈ શકે છે. ના, ના. એના માટે તો જેમ સ્કૂલ-કોલેજમાં ભણ્યા પછી ઘરકામ કરીએ, નોટ્સ લખીએ, પુનરાવર્તન કરીએ, એ બધું કરવું જ પડે છે. જ્યાં સુધી આ પ્રવૃત્તિ થતી નથી ત્યાં સુધી ઓનલાઇન એજ્યુકેશન, ભલે એ કોઈ પણ હેતુ માટે હોય, નિરર્થક બની રહે છે.
એક સમસ્યા સાચા-ખોટાની છે. ઓનલાઇન વિશ્વમાં ફક ન્યુઝનો પણ દબદબો છે અને ફક ઇતિહાસનો, વિજ્ઞાાનનો, ભૂગોળનો અને ભાષાનો પણ છે. આટફિશિયલ ઇન્ટેલિજન્સના આવ્યા પછી તો સ્થિતિ ઔર સંગીન થઈ છે. એમાં ઉમેરી દો અલગ અલગ દેશના અધિકૃત અને બિનઅધિકૃત લોકોથી ગણતરીપૂર્વક અને સ્વાર્થી અભિગમ સાથે થતો જૂઠાણાંનો વ્યવસ્થિત પ્રચાર. આ બધાંથી પણ બચવું પણ અત્યંત અઘરું છે. છતાં, સમય એવો છે કે એમાંથી માર્ગ કાઢયે જ છૂટકો છે.
પસાર થતા સમય સાથે આપણું વિશ્વ વધુ ને વધુ ઓનલાઇન વિશ્વનું શરણું લઈ રહ્યું છે ત્યારે આપણી સજાગતા આપણને એનો લાભ લેતા શીખવી શકે છે. જોકે અત્યારે કદાચ આ વાત ઘણાના ગળે નહીં ઊતરે. એનું કારણ કે ઓનલાઇન જ્વાળામુખીના ફાટયાનો આ તો હજી પહેલો દોર છે. એની ભયંકરતા કે એની ભવ્યતા સાથે હજી આપણે થાળે પડી રહ્યા છીએ. આપણે એના શોર્ટ ટર્મ લાભાલાભ કદાચ સમજવા માંડયા છીએ પણ લોન્ગ ટર્મ અસરો સમજવાની બાકી છે. દાખલા તરીકે, આપણી ગુપ્ત અથવા સંવેદનશીલ માહિતીઓ ઓનલાઇન ફીડ કરવાથી ક્યારેક મોટી આફતને જન્મ આપી બેસાય છે એ વિશે હવે પહેલાં કરતાં વધુ સજાગતા છે. આપણે ફાઇવ-જી સુધી પહોંચ્યા છીએ ત્યારે આ હાલ છે. સિક્સ-જી, સેવન-જી કે એઇટ-જી વખતે શું થશે એના બસ અડસટ્ટા મારી શકાય છે. આજે અનેક સેવાઓ અને બાબતો હજી જૂની પદ્ધતિએ ચાલે છે. હજી એ બાબતો ડિજિટલ થવાની બાકી છે. એ સમય પણ દૂર નથી જ્યારે એવું ભાગ્યે જ કશું બચશે જે ઓનલાઇન નહીં હોય. એ સમય આપણી ધારણા કરતાં વહેલા આવવાનો જ છે. એની સાથે સુસંગત થવા માટે આપણે જ સુસજ્જ થવું રહ્યું. બીજો કોઈ રસ્તો નથી.
ટૂંકમાં, ઓનલાઇન દુનિયાને જીવનોદ્ધાર માટે અલગ રીતે વાપરતા શીખીએ. એવું ના ધારી લઈએ કે ફિલ્મો જોવા અને ગીતો સાંભળવા અને કોઈક પોસ્ટ રમતી મૂકીને લાઇક્સ ભેગા કરવા માટે જ આ માધ્યમ બન્યું છે. કે ઇમેઇલ, વ્હોટ્સએપ જેવી સગવડોથી અમુકતમુક કામો કરવા સુધી જ ઓનલાઇન વિશ્વની પહોંચ છે. બસ, ઊંડો વિચાર કરતા આવડી જાય, આ માધ્યમની અપાર તાકાતનો આવિષ્કાર કરી શકાય તો જાદુ થઈ જાય. આટફિશિયલ ઇન્ટેલિજન્સે એ તાકાતનું ટ્રેલર તો દેખાડવા જ માંડયું છે. એની પૂરી ફિલ્મ બનશે ત્યારે આભા થવાનું નથી એ વિચાર સાથે કરો આ માધ્યમનો સદુપયોગ.


