Get The App

ભાષામાં થતાં પરિવર્તનોથી વાકેફ રહેવું પડે: ગુલઝાર

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
ભાષામાં થતાં પરિવર્તનોથી વાકેફ રહેવું પડે: ગુલઝાર 1 - image

- 'હમારે પાસ ઇતની સારી ઓર સુંદર જબાનેં હૈ કિ તુમ ઉસસે અછૂતે નહીં રહ સકતે. મુંબઇ જૈસે શહર મેં દિન મેં ચાર-પાંચ જબાનેં કાન સે ટકરાતી હૈ. મૈંં જો મેહસૂસ કરતા હૂં વૈસે હી લિખતા હૂં.'

હિન્દી સિનેમા જગતમાં ગુલઝાર એવી હસ્તી છે, જે આજની નવી પેઢીમાં પણ એટલા જ લોકપ્રિય છે. આજની પેઢી ગુલઝારને અલગ રીતે જુએ છે. આ પેઢીએ તેમની દાદી કે નાનીને તુઝ સે નારાજ નહીં ઝિંદગી ગાતી સાંભળી છે તો તેમની માને મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ ગણગણતી સાંભળી છે. આ જ પેઢીને વળી ગુલઝારની બીડી જલાઇ લે પિયા કે જિગર મેં પડી આગ હૈ ના તાલે કે કજરારે કજરારે તોરે નૈનાના તાલે નાચવાનું પણ એટલું જ ગમે છે. ત્રણ-ચાર પેઢીઓને પોતાની કલમથી આવી રીતે ઘાયલ કરનારી  આવી હસ્તી જ્યારે ભાષા અને અનુવાદ વિશે વાત કરે ત્યારે એકકાને તે સાંભળવાની મજા જ અનોખી બની રહે છે: 

ટાગોર અને તેમના સાહિત્યની અસર 

મેં સ્કૂલ મેં પઢતા થા, વો પાર્ટિશન કા ટાઇમ થા ઔર તબ બહુત સી લાયબ્રેરીઝ હોતી થી. આપ ચવન્ની દે કે  હફ્તેમેં જિતની ભી ચાહેં કિતાબેં પઢ સકતે થે. ઉસ વક્ત મેં જાસૂસીવાલી કિતાબેં લે કે  આતા થા,ઔર રાત મેં પઢ લેતા થા. શોપ કિપર ફેડ અપ એન્ડ સેઇડ, એક ચવન્ની મેં કિતની કિતાબેં લે જાઓગે? ઉસને એક કિતાબ અલમારી સે નિકાલી ઔર મેરે હાથ મેં થમા દી. વો ટાગોર કે કામ કા ઉર્દૂ અનુવાદ થા. મજે કી બાત યહ હૈ કી તુમ કુછ સમજે બિના હી ઉસ કી ગિરફ્ત મેં આ જાતે હો. શાયરી કા ફિલ પહેલે આતા હૈ ઓર ઉસકે બાદ ઉસે સમઝને કી કોશિશ હોતી હૈ. મેરે હિસાબ સે હર શિક્ષા ઇસી તરહ હોતી હૈ. તુમ શ્લોક સુનતે રહતે હો ઓર ફિર એક દિન ઉસકે મિનિંગ કો સમજને લગતે હો. 

અનુવાદમાં અસલ શબ્દનો વિકલ્પ 

ગુલઝાર એક અચ્છા અનુવાદક પણ છે. જ્યારે તેમને મૂળ શબ્દને સમજાવે તેવો શબ્દ તેમની ભાષામાં ન મળે તો તેઓ શું કરે છે?  મેં અસલ શબ્દ કા ઇસ્તેમાલ કરતા હૂં. ફિર મેં ઉસે અપની જુબાનમેં સમઝાતા હૂં. હમારે પાસ ઇતની સારી ઓર ઇતની સુંદર જબાનેં હૈ કી તુમ ઉસસે અછૂતે નહીં રહ સકતે. ઔર મુંબઇ જૈસે શહર મેં દિન મેં ચાર-પાંચ જબાનેં હર શખ્સ કે કાન સે ટકરાતી હૈ. મૈંં જો મેહસૂસ કરતા હૂં વૈસે હી લિખતા હૂં. કોઇ સૂર્યાસ્ત દેખ કે કહેતા હૈ વો પેઇન્ટીંગ જૈસા  લગ રહા હૈ. ઔર કોઇ પેઇન્ટિંગ દેખ કે કહેતા હૈ વહ અસલી સૂર્યાસ્ત જૈસા લગ જૈસા લગ રહા હૈ. મુઝે યે મહસૂસ હુઆ થા કી મેં રોઝ જબ શફાક (સાંજની લાલી) કો દેખતા હૂં, તો જી ચાહતા હૈ મેં ઇસકો હાથોં પે મલકે આઉં, ઔર તેરે રૂખસારોં (ગાલની લાલી) પર મલ દૂં.મેરે લિયે યે નઝમ હૈ ઔર વો ઐસે હી રહેગી. ઔર મૈં ને ઇસમે  કરતબ દિખાને કી કોશિશ નહીં  કી, કિ મેં ઇસ સે સ્ટોરી યા સ્ક્રિન પ્લે ભી લિખ લું. ક્યું કી મેં લિટરેચર કે સાથ કબડ્ડી નહીં ખેલતા.  

પ્યોરિટી ઓફ લેંગ્વેજ સમઝને કી કોશિશ કર રહા હૂં 

ઘણાને એક ભાષામાં બીજી ભાષાના શબ્દો ઘૂસી જાય તેની સામે વાંધો પડે છે. તેમને આવી વર્ણસંકર ભાષા બોલાય કે લખાય તે ગમતું નથી. જ્યારે ગુલઝારને પૂછવામાં આવ્યું કે ભાષાની શુદ્ધતા બાબતે ચિંતા નથી થતી ત્યારે તેમણે જણાવ્યું, ચિંતા નહીં લગતી, મેં સમઝને કી કોશિશ કર રહા હૂં. યા તો આપ અપની ઝમીં છોટી કર લો ઔર કહો મેં ઇસી તરહ બાત કરૃંગા. યા આપ અપની ઝમીન થોડી ફૈલા લે ક્યું કી દૂસરે લોગો કે પાસ ઇક દૂસરી ઝમીં હૈ જિસ કે સાથ આપ તાલુક રખના ચાહતે હૈં. જુબાન સે બંધે રહને કી કોઇ જુરૂરત નહીં હૈ.  તુમ્હારી જુબાં મેં ક્યા બદલ રહા હૈ ઉસસે તુમ્હે વાકિફ હોના ચાહિયે. જબ મેં ને કિનારા ફિલ્મ મેં ગીત કે બોલ લિંખે, નામ ગુમ જાયેગા...તો લોગોને કહાં ગલત હૈ યે. નામ ગુમ હો જાયેગા હોના ચાહિયે. પર મૈં ને ઉન સે કહા જબ તલાશ કરને કો તલાશા બના દિયા તો યે ક્યું નહીં? યહ તુમ્હારી જુબાં કા ગ્રોથ હૈ, ઉસે સ્વીકારો.