FOLLOW US

બબ્બે મહિના સુધી મિત્રો-શુભેચ્છકોને ચિંતામાં રાખ્યાં નિક્કી શર્માએ

Updated: Sep 22nd, 2022


- ચારેકોરથી સમસ્યાઓથી ઘેરાઇ જવાને કારણે મને બ્રેકની જરૂર હતી. ખાસ કરીને સોશિયલ મીડિયા પરથી. તે વખતે આ પ્લેટફોર્મ મારા માટે માથાનો દુખાવો બની ગયો હતો. એક મેસેજે બધાને કેટલા ચિંતામાં મૂકી દીધાં હતાં.

ટ ચૂકડા પડદાની અભિનેત્રી નિક્કી શર્માએ એપ્રિલ મહિનામાં સોશ્યલ મીડિયા પર એક ગૂઢ પોસ્ટ મૂકીને  પોતાના મિત્રો-શુભેચ્છકોને ચિંતામાં મૂકી દીધાં હતાં. તેણે પોસ્ટમાં લક્યું હતું કે 'હું પ્રયાસ કરી રહી છું, પરંતુ હું માકા પોચાના વિચારોમાંથી છૂટવા માગું છું'. આ પોસ્ટ મૂક્યા પછી તેણે પોતાના બધી પોસ્ટ ડીલીટ કરી નાખી હતી અને ઇન્સ્ટાગ્રામ પર ડિએક્ટિવેટ થઇ ગઇ હતી. સ્વાભાવિક રીતે જ આ પોસ્ટ જોયા પછી તેના મિત્રો અને સહકલાકારો ચિંતામાં પડી ગયાં હતાં. બધા એ રાત્રે તેનો સંપર્ક કરવા મંડી પડયાં હતાં. 

આ બનાવ પછી 'બ્રહ્મરાક્ષસ-૨'ની આ અદાકારા બે મહિના સુધી લો પ્રોફાઇલ રહી હતી. પણ હવે  ટૂંક સમયમાં તે નવા શોમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.જોકે હવે તે પોતાની આ હરકત માટે પસ્તાય પણ છે અને ખુશ પણ છે. તે કહે છે કે તે વખતે હું ભાવનાત્મક રીતે પડી ભાંગી હતી. સતત એક વર્ષ સુધી મને રિજેક્શન મળી રહ્યાં હતાં. મને મનગમતું કામ ન મળતાં હું હતાશ થઇ ગઇ હતી.તે વખતે જ મારી એકમાત્ર સપોર્ટ સિસ્ટમ, એટલે કે મારી મમ્મીને હૃદય રોગનો બીજો હુમલો આવ્યો તેને કારણે હું અંદરખાનેથી હચમચી ગઇ હતી.ચારેકોરથી સમસ્યાઓથી ઘેરાઇ જવાને કારણે મને બ્રેકની જરૂર હતી. ખાસ કરીને સોશ્યલ મીડિયા પરથી.તે વખતે આ પ્લેટફોર્મ મારા માટે માથાનો દુખાવો બની ગયો હતો. અલબત્ત, પછીથી મને સમજાયું કે મારા આ એક મેસેજે બધાને કેટલા ચિંતામાં મૂકી દીધાં હતાં.  નિક્કીએ વધુમાં કહ્યું હતું કે હવે બધા સમજી ગયાં છે કે મેં આવુું શા માટે કર્યું હતું. પરંતુ મને એ વાતની ખુશી પણ છે કે આટલા બધા લોકો મારી ચિંતા કરી રહ્યાં હતાં. મને એ વાત સમજાઇ કે કેટલાં લોકો ખરેખર મારી સાથે છે.ધારાવાહિક 'સસુરાલ સિમર કા'ના મારા સહકલાકારો મને શોધી રહ્યાં હતાં. તેઓ મને અને મારી મમ્મીને સતત મેસેજ કરી રહ્યાં હતાં. જોકે હું તેના ઉપર કોઇ ભારણ આવે એવું નહોતી ઇચ્છતી.  

નિક્કી બે મહિના સુધી સોશ્યલ મીડિયાથી દૂર રહી અને પોતાના મિત્રો તેમ જ પરિવારજનો સાથે સમય વિતાવ્યો. તે કહે છે કે જ્યારેતમે પોતિકાઓ સાથે સમય ગાળો છો ત્યારે ખુલીને હસી શકો છો.આ વસ્તુ જ તમને હળવાશ બક્ષે. વાસ્તવમાં મેં લોકોને મળવાનું,તેમની સાથે વાતચીત કરવાનું લગભગ છોડી દીધું હતુું તેથી મારી આવી હાલત થઇહતી. પણ હવે હું એકદમ નોર્મલ થઇ ગઇ છું.આ સમય દરમિયાન હું વત્તાઓછા અંશે અધ્યાત્મ તરફ પણ વળી હતી. 

નિક્કીને લાગે છે કે સોશ્યલ મીડિયા મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે હાથવગું સાધન હોવા છતાં ઘણી વખત તે માથાનો દુખાવો બની જાય છે. તે કહે છે કે આ પ્લેટફોર્મ પર તમારી પાસેથી વધારે પડતી અપેક્ષાઓ રાખવામાં આવે છે. અને તમે દરેકની અપેક્ષા પૂર્ણ ન જ કરી શકો. વળી ઘણી વખત તમે અન્યોની દેખાદેખી પણ કરવા લાગો. અને જ્યારે તમે પોતાની જાતને બીજા લોકો સાથે સરખાવવા લાગો ત્યારે તમારા હાથમાં દુખ સિવાય કાંઇ ન આવે.  

Gujarat
English
Magazines