Get The App

નિકોલ કિડમન: જોરદાર પરફોર્મન્સ, વૈવિધ્યસભર વિગ!

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
નિકોલ કિડમન:  જોરદાર પરફોર્મન્સ, વૈવિધ્યસભર વિગ! 1 - image


નિકોલ કિડમન તેની પરિવર્તનકારી અભિનય ક્ષમતા માટે લાંબા સમયથી જાણીતી છે, પણ તાજેતરના વર્ષોમાં તેની વિગ તેના પરફોર્મન્સ જેટલી જ આઈકોનિક બની છે. આઈસી બ્લોન્ડ્સથી લઈને ભરપૂર કર્લ્સ, તેની વિગે તેની પોતાની વિશાળ ફિલ્મોગ્રાફીમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. 'નાઈન પરફેક્ટ સ્ટ્રેન્જર્સ સીઝન ટુ'માં એ રહસ્યમયી વેલનેસ ગુરુ માશા બની  છે. 

 કિડમન કહે છે કે આ સિઝનમાં અમને પૂર્ણ સ્વતંત્રતા હતી અને તેથી જ માશાનું પાત્ર ફરી ભજવવાનો તેને ઉત્સાહ હતો. મેં અનેકવાર ઇમોશનલી નબળી અને અસહાય મહિલાઓના પાત્ર ભજવ્યાં છે પણ માશા તે તમામથી અલગ છે.

જો કે કિડમને કાન ફિલ્મ ફેસ્ટીવલમાં રેડ કારપેટ પર ચાલતી વખતે પોતાની વિગ સંબંધિત એક અણધારી પરેશાનીનો સામનો કરવો પડયો. અભિનેત્રીને જ્યારે ૨૦૨૫નો કેરિંગ વુમન ઈન મોશન એવોર્ડથી સન્માનિત કરાઈ ત્યારે તેની સ્ટ્રોબેરી બ્લોન્ડ રંગની વિગ તેના કુદરતી વાળથી અલગ દેખાઈ આવતી હતી અને ચકોર નજર રાખનાર આલોચકોથી આ તફાવત છૂપો નહોતો રહ્યો.

કિડમનની લેસ-ફ્રંટ વિગને તેણે હેરલાઈન પર પિન કરી હતી, પણ તેની નીચે કેટલાક અસલી વાળ બહાર ડોકિયા કરતા નજરે પડયા. નકલી અને અસલી વાળોનો રંગ સ્પષ્ટપણે અલગ દેખાઈ  આવતો હોવાથી જાહેર થઈ ગયું  તેની હેરસ્ટાઈલ પૂરી રીતે કુદરતી નહોતી. જોકે આ સ્ટારના ચાહકોને જાણ છે કે તે જાહેર પ્રસંગોમાં તેમજ સ્ક્રીન પર અલગ અલગ પાત્રો માટે એ વિગનો ઉપયોગ કરે જ છે.

કિડમનની સમગ્ર કારકિર્દી સૌથી પ્રસિદ્ધ પુરુષ દિગ્દર્શકો સાથે સહયોગથી ચિહ્નિત છે, પણ તાજેતરના વર્ષોમાં તેણે સક્રિયપણે મહિલા દિગ્દર્શકોના પ્રોજેક્ટો પસંદ કર્યા છે અને તેને પ્રસિદ્ધિ પણ અપાવી છે. લિયાન મોરિયાર્ટી દ્વારા રચિત બિગ લીટલ લાઈસ એનું જ એક  ઉદાહરણ છે. 

Tags :