Get The App

ન્યૂ થિયેટર્સ અને સાયગલની જોડી .

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
ન્યૂ થિયેટર્સ અને સાયગલની જોડી                                    . 1 - image

- 'ધૂપછાંવ'થી લઈને 'સ્ટ્રીટ સિંગર' જેવી ફિલ્મો આપનારી 

- દાસ્તાન-એ-સિનેમા

- વ્યક્તિગત સંઘર્ષોમાંથી પસાર થઈ રહેલા સાયગલ 'સ્ટ્રીટ સિંગર' ફિલ્મના ક્લાઈમેક્સનું શૂટિંગ કરતી વખતે  ચોધાર આંસુએ રડી પડયા હતા 

પ્રભાવ કોને કહેવાય, તે જાણવું હોય તો થિયેટર જોવું પડે. તમને હસતાં હસતાં રડાવવા અને રડતાં રડતાં હસાવવાની ક્ષમતા નાટકમાં જ હોય છે. આંખોની સામે જીવંત પાત્રો આપણને જાણે એક અલગ જ દુનિયામાં લઈ જાય. સમાજને કનડતા પ્રશ્નો ઉઠાવવાની સાથે નાટકો જ્ઞાાન સાથે ગમ્મત પીરસે. કળાના આ સ્વરૂપે સમાજના ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. બંગાળમાં જાત્રા, ગુજરાતમાં ભવાઈ, કર્ણાટકમાં યક્ષગાન, મહારાષ્ટ્રમાં તમાશા જેવા ફોર્મ્સ પોપ્યુલર રહ્યાં. ભારતની આઝાદીની લડાઈમાં પણ નાટકો અને ખાસ કરીને શેરી નાટકોની ભૂમિકા મહત્ત્વની રહી છે. પરફોર્મન્સ બાદ અભિનેતા ભલે પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં આવી જાય પણ એક છાપ વર્ષો સુધી એક વિચાર બનીને આપણી સાથે રહે. નાટકનો આ કલાકાર જ્યારે, સિલ્વર સ્ક્રીન પર આવે ત્યારે, તેની વાત જ કંઈક અલગ હોય છે.  

૧૯૩૦ના દાયકામાં જાત્રા અને પારસી થિયેટરની બૂમ વચ્ચે બી.એન. સિરકારે કલક્ત્તામાં ન્યૂ થિયેટર્સ સ્ટુડિયોની સ્થાપના કરી હતી. ફિલ્મો બનાવતી કંપનીના નામમાં થિયેટર કદાચ એટલે હતું કે, નાટકના જ ઘુરંધરોને લઈને આ સાહસ કરવામાં આવ્યું હતું. પૃથ્વીરાજ કપૂર, પહરી સન્યાલ, છબી બિસ્વાસ, કાનન દેવી, વિકાસ રોય જેવાં થિયેટર એક્ટર્સ આ સ્ટુડિયોની ઓળખ બન્યા હતા. તેને કે. એલ. સાયગલ એક અલગ ઊંચાઈએ લઈ ગયા હતા. ન્યૂ થિયેટર્સ અને કે. એલ.ની જોડી ગજબની જામી. ૧૯૩૨થી ૧૯૪૪ વચ્ચે અનેક યાદગાર ફિલ્મો- સરત ચંદ્ર ચટ્ટોપાધ્યાયની 'દેવદાસ'થી લઈને ધીમા સંગીત સાથે મનને ડોલાવતી, 'સ્ટ્રીટ સિંગર' સુધી. આ ફિલ્મો વગર હિન્દી ફિલ્મોનો ઈતિહાસ અધૂરો છે.

સેલ્સમેનથી એક્ટર સુધીની સફર 

જમ્મુમાં અમરચંદ સાયગલ અને કેસરબાઈ સાયગલને ત્યાં ૧૧ એપ્રિલ, ૧૯૦૪ના રોજ પુત્ર કુંદનલાલનો જન્મ થયો હતો. માતા ભજનગાયક હોવાથી સંગીત તો લોહીમાં હતું. તેમાં વળી શહેરની રામલીલામાં ક્યારેય સીતાનું પાત્ર ભજવીને એક્ટિંગ પણ કરી લેતો. ઓફિસોમાં ફરી ફરીને ટાઈપરાઈટર વેચીને એક દિવસ કંટાળ્યો. ૧૯૨૦ના અંતમાં કોલકાતા આવી પહોચ્યો. પ્રાઈવેટ પાર્ટીઓમાં ગીતો ગાઈને શરૂઆતના દિવસો કાઢયા. ત્યાં જ મ્યુઝિક ડિરેક્ટર હરિશચંદ્ર બાલીએ તેની મુલાકાત ન્યૂ થિયેટર્સના મ્યુઝિક માસ્ટર આર. સી. બોરલ સાથે કરાવી. સાયગલના હુનરથી પ્રભાવિત થઈને તેમને રૂ. ૨૦૦ના માસિક પગારે નોકરીએ રાખ્યા હતા. એક તરફ પહેલી ટોકી ફિલ્મ 'આલમ આરા' રિલીઝ થઈ અને બીજી તરફ, ન્યૂ થિયેટર્સ અને સાયગલની જોડીની શરૂઆત. 

ફ્લોપ ફિલ્મો સાથે શરૂઆત

ન્યૂ થિયેટર્સ અને સાયગલની જોડીની પહેલી ત્રણ ફિલ્મો- 'મોહબ્બત કે આંસુ', 'સુબહ કા સિતારા' અને 'ઝિંદા લાશ' ફ્લોપ રહી હતી. રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'મોહબ્બત કે આંસુ'માં સાઉન્ડ રેકોંડગમાં પ્રોબ્લેમ થયો હતો. 'સુબહ કા સિતારા' અને 'ઝિંદા લાશ' નબળી સ્ક્રીપ્ટને કારણે દર્શકોને પસંદ નહોતી આવી. આ સાથે જ કાશ્મીરી મૂળના કારણે આપવામાં આવેલું નામ સાયગલ કશ્મીરી અજુગતું લાગતું હતું. આ જોડીને સમજાયું કે, પ્લેબેક સિંિંગગ શક્ય ન હોવાથી સેટ પર જ ગાવું પડશે. ઓછા રિટેક સાથે લાઈવ સિંગિંગ સમયની માંગ બન્યું હતું.

1934 : રવીન્દ્રનાથ ટાગોરની સરાહના મેળવનારી 'ચંડીદાસ' 

રૂઢિચુસ્ત સમાજમાં પ્રેમ લગ્નને માન્યતા નહોતી ત્યારે રિલીઝ થયેલી આ ફિલ્મ સમયથી ધણી આગળ હતી. એક પુજારી અને અન્ય સમાજની યુવતીના પ્રેમની કહાણી દર્શકોને ખૂબ પસંદ પડી હતી. મંદિરના પૂજારી સામે બે વિકલ્પો હોય છે. પ્રેમ અથવા ધર્મ અને સત્ય અથવા સમાજની માન્યતા. પૂજારી પ્રેમને જ ધર્મ માનીને સમાજનો ત્યાગ કરે છે. તે સમયે હોબાળો મચાવનારી ફિલ્મમાં સાયગલનો અભિનય વખણાયો હતો. હિટ ગીત 'પ્રેમનગર મૈેં બનુંગી..' ચાર મ્યુઝિશિયન્સને મંદિરના સેટની પાછળ છુપાવીને રેકોર્ડ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મથી સાયગલ ભારતના પહેલા સિંગર-એક્ટર તરીકે સ્થાપિત થયા હતા. ડિરેક્ટર નીતિન બોઝે સ્ટીલ ફ્રેમિંગની સાથે ઈન્ટિમસી વધારવા માટે ક્લોઝ-અપ્સ અને સાયલન્સનો ઉપયોગ કર્યો હતો. આ ફિલ્મને એકસાથે બંગાળી અને હિન્દીમાં બનાવવામાં આવી હતી. આ માટે સાયગલ અને અન્ય અભિનેતાઓએ બંગાળીના ટયુશન લેવા પડયા હતા. સેન્સર બોર્ડની કાંટછાટ બાદ રિલીઝ થયેલી ફિલ્મે જાતિ અને પ્રેમ પર ચર્ચાઓ શરૂ કરી હતી. સાયગલના હૃદયસ્પર્શી અભિનય અને ગાયને રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાનુભાવોની પ્રશંસા મેળવી હતી.

1935 : ધૂપછાંવ સાથે પ્લેબેક સિંગિંગની શરૂઆત

ટોકી ફિલ્મો આવ્યા બાદ સૌથી મોટો સફળ પ્રયોગ આ ફિલ્મ સાથે કરવામાં આવ્યો હતો. નીતિન બોઝ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ ભારતની પહેલી પ્લેબેક ફિલ્મ હતી. આ ફિલ્મમાં ગીતોને પહેલાથી રેકોર્ડ કરવામાં આવ્યા હતા. કલાકારો આ ફિલ્મ સાથે લિપ-સિંક કરતા શીખ્યા હતા. સાયગલ દરેક ફિલ્મોમાં લાઈવ ગાતા હતા પરંતુ, આ ફિલ્મ માટે અલગ પ્રયોગ કરવામાં આવ્યો હતો.  

1937: રિયલ એસ્ટેટ માર્કેટમાં બૂમ લાવનારી 'પ્રેસિડેન્ટ' 

કોઈ ગીતના કારણે રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી આવે એવું પહેલી વખત બન્યું હતું. સામાન્ય માણસના ઘરના ઘરના સપનાને રજૂ કરતું ગીત 'એક બંગલા બને ન્યારા..રહે કૂનબા જિસ મે સારા..' ખૂબ જ પોપ્યુલર થયું હતું. આ સોંગનો ઉપયોગ બિલ્ડરોએ ખૂબ કર્યો હતો અને તેનો તેમને ફાયદો પણ જોવા મળ્યો હતો. બંગાળી ફિલ્મ 'દીદી'ની રિમેક, 'પ્રેસિડેન્ટ' એક સોશિયલ ડ્રામા હતી. પ્રકાશ નામનો ફેક્ટરી સુપરવાઈઝર તેની બોસ કમલેશ કુમારીના પ્રેમમાં પડે છે. જે સમયે મિલો ધમધમતી હતી ત્યારે રિલીઝ થયેલી ફિલ્મને જોવા લાઈનો લાગી હતી. ફિલ્મની સફળતા પાછળ કલાકારોની મહેનત પણ હતી. હિન્દી અને બંગાળીનું સમાનંતર શૂટિંગ ચાલતું હતું. સળંગ ૧૬ કલાકની શિફ્ટ બાદ કલાકારો થાકી જતા હતા.

1938: મ્યુઝિકલ માસ્ટરપીસ 'સ્ટ્રીટ સિંગર' 

 ફણી મજુમદારની 'સ્ટ્રીટ સિંગર' એક કલાકારના ઉદય અને પતનની ઈમોશનલ કહાણી છે. વ્યક્તિગત સંઘર્ષોમાંથી પસાર થઈ રહેલા સાયગલ ફિલ્મના ક્લાઈમેક્સમાં ચોધાર આંસુએ રડી પડયા હતા. સાચા આંસુ સાથેના ક્લાઈમેક્સે દર્શકોને પણ રડાવ્યા હતા. આઈકોનિક સોંગ 'બાબુલ મોરા નૈહર છુટા જાયે...'ને કોલકાતાના ચિત્તપુર રોડ પર શૂટ કરવામાં આવ્યું હતું. ચોંકાવનારી વાત એ કે, સાયગલ લાઈવ ગાઈ રહ્યા હતા અને પાછળ એક કારમાં ઓર્કેસ્ટ્રાને છૂપાઈને રાખવામાં આવી હતી. રસ્તા પરથી પસાર થતા ઘણાને ઓર્કેસ્ટ્રા દેખાયુંં નહોતું. તેઓ સાયગલને સાચેમાં રસ્તા પર ગીત ગાનારો ભીખારી સમજી બેઠા હતા અને સિક્કા છૂટાં ફેંક્યા હતાં. ફિલ્મના શૂટિંગ દરમિયાન બ્રિટિશ ક્ પાસેથી ઉછીના લીધેલા બૂમ માઈકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે તૂટી જતાં ટીમે ફિશિંગ પોલની મદદ લીધી હતી. ૨૦૧૦માં જ્યારે આ ફિલ્મને ફરીથી રિસ્ટોર કરવામાં આવી ત્યારે, ઘણા સીનમાં પાછળ 'ક્વિટ ઈન્ડિયા'ના પોસ્ટર્સ જોવા મળ્યા હતા.   

1944 : 'માય સિસ્ટર' સાથે સાયગલની વિદાય 

દારૂની લતના કારણે જીવનના છેલ્લા દિવસો ગણી રહેલા સાયગલની આ છેલ્લી ફિલ્મ હતી. આ ફિલ્મ માટે બી.એન. સિરકરે સાયગલને બોમ્બેથી પરત ફરવા મનાવ્યા હતા. શૂટિંગ દરમિયાન સાયગલ અનેક વખત બેભાન થઈ જતા હતા. ક્રૂ તેમને ઉઠાવતા માટે સુગંધિત મીઠાનો ઉપયોગ કરતું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. જેના કારણે ફિલ્મ સ્ટોકની અછત ઊભી થઈ હતી. ન્યુ થિયેટર્સે ફિલ્મ પૂરી કરવા માટે બોમ્બે સ્ટુડિયોની મદદ લીધી હતી. સાયગલનું ન્યુ થિયેટર્સ માટેનું છેલ્લું ગીત 'એ કતીબ-એ-તકદીર(નસીબ લખનાર, ઈશ્વર) મુઝે બતા દે ક્યુ મુઝસે ખફા હૈ તુ..ક્યા મૈને કિયા હૈ..' ૧૯૪૭માં તેમના અંતિમ સંસ્કાર વખતે વગાડવામાં આવ્યું હતું. 

કલાકાર

થિયેટરની પૃષ્ઠભૂમિ

પહેલી ફિલ્મ / વર્ષ

પ્રૃથ્વીરાજ કપૂર

શેકસપીયર નાટકોમાં અભિનય, પછી પૃથ્વી થિયેટર્સની સ્થાપના

દો ધારી તલવાર (૧૯૨૯ સાયલન્ટ)

બલરાજ સાહની

ઇન્ડિયન પિપલ્સ થિયેટર એસોસિએશન (ઇપ્ટા)ના સભ્ય

ઈન્સાફ (૧૯૪૬)

ઉત્પલ દત્ત

બંગાળના રાજકીય થિયેટર અને શેકસપીયર નાટકોના અગ્રણી

માઇકલ મધુસૂદન (૧૯૫૦)

ઝોરા સાયગલ

ઉદય શંકરની નૃત્યનાટિકાઓ અને બ્રિટિશ થિયેટર

ધરતી કે લાલ (૧૯૪૬)

શબાના આઝમી

એફટીટીઆઈનાં વિદ્યાર્થિની 

અંકુર (૧૯૭૪)

નસીરુદ્દીન શાહ

દિલ્હીના પ્રોગ્રેસિવ થિયેટર ગુ્રપના કલાકાર

નિશાંત (૧૯૭૫)

અમરીશ પુરી

સત્યદેવ દુબે સાથે મુંબઇની રંગભૂમિ પર  શરૂઆત

રેશમા ઔર શેરા (૧૯૭૧)

ઈરફાન ખાન

દિલ્હી થિયેટરથી પ્રારંભ

સલામ બોમ્બે! (૧૯૮૮)

સીમા બિસ્વાસ

ક્લાસિકલ અને સ્ટ્રીટ થિયેટર

બેન્ડિટ ક્વીન (૧૯૯૪)

રાજકુમાર રાવ

દિલ્હી થિયેટર

લવ, સેક્સ ઔર ધોકા (૨૦૧૦)