Get The App

નેહા પેન્ડસે : કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવું જરૂરી

Updated: Dec 16th, 2021

GS TEAM


Google News
Google News
નેહા પેન્ડસે : કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવું જરૂરી 1 - image


અભિનેત્રી  નેહા પેન્ડસે  બાળક હોવું  જોઈએ એ માત્ર કલ્પનાને  સ્વીકારતી નથી. 'અત્યાર  સુધી  તો મારા માટે માતૃત્વ  એ કંઈ  કહેવા  પૂરતું તો નથી જ.  હું  ૩૧ વર્ષની હતી ત્યારથી મારી પાસે તો  મજબૂત માનસિકતા  છે,' એ  વાતને તે કબૂલે  છે.

આ  સાથે જ  નેહા એ વાત પણ સ્વીકારે  છે કે 'પ્રારંભમાં  હું 'એફઓએમઓ'  હતી, પણ મારો સાથી મારી પાસે આવ્યો,  મારી સાથે લગ્ન કર્યાં અને હું ગર્ભવતી બની. 'એવો તબક્કો પણ આવે છે જ્યારે  તમે  શરમ  અનુભવો  છો કે તમે માતૃત્વ કેમ ઝંખતા નથી,  પરંતુ પછી એક તબક્કો એવો પણ આવે છે જ્યારે  તમે તેને સ્વીકારી લો છો,' એવી નેહા  સ્પષ્ટતા  કરે છે.

નેહા માને  છે કે 'એક ઉત્તમ જીવન માટે  કામ, કુટુંબ અને બાળકો જરૂરી  છે.  હું અંગતપણે  એવું માનું  છું કું  શું મારે બાળક જોઈએ છે?  હું લાંબા સમયથી  કામ કરી રહી છું. મને લાગે કે મેં  મારું જીવન  પૂરતું માણ્યું નથી.  હું એક સ્વતંત્ર સ્ત્રી  છું. અત્યારે  હું કોેઈપણ  પ્રકારની અન્ય જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. અને મને લાગે છે કે મારે અન્ય  કોઈ માટે પણ જીવન જીવવું જોઈએ.  કદાચ થોડા વર્ષો માટે  મારા જીવનને આપવા અને મારા બાળકને  અનુભવ  આપવા મારે  જીવવું  જોઈએ,'  એમ તેમણે  જણાવ્યું હતું.

નેહા પેન્ડસે  અત્યારે ૩૭ વર્ષની  થઈ છે. તે સ્વીકારે છે કે તે જન્મદિનની વ્યક્તિ નથી જ્યારે તેના પતિની એ વાત નથી. તેઓ મારા માટે પાર્ટી યોજે છે. રવિવારે  સાંજે એ જન્મદિવસની  પાર્ટીનું આયોજન કરે છે. અને તે પણ પરિવારજનો  અને મિત્રો સાથે.  તેણી આગામી  વર્ષોમાં  શું ઈચ્છે છે?  તે તરત  જ કહે છે, મારે મારા કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન  જાળવવાની જરૂર  છે. ઘણીવાર  આપણએ સિદ્ધિ પણ હાંસલ કરીએ છીએ.  પણ પછી આપણે આપણી  અંગત બાબતો  ગુુમાવીએ છીએ.  મારે મારા જીવન માટે નવેસરથી માર્ગ ઘડવાની  જરૂર  છે. માત્ર  અભિનય કરતાંય  જીવન તો વધુ  મહત્ત્વનું તો છે જ.  હજુય મહત્ત્વાકાંક્ષી  છું, પણ વધુ અભિનય કરીને મને  વધુ આનંદ નથી મળતો.  હું હજુય  વધુ એક્સપ્લોર કરવા માગું છું.' એમ તેમણે  જણાવ્યું હતું. 

Tags :