નસીરુદ્દીન શાહ 'મુસીબત' માં મોટાભાઈની જેમ દિલજીતની પડખે
- 'પાકિસ્તાની એક્ટ્રેસનું કાસ્ટિંગ ફિલ્મના ડિરેક્ટરે કર્યું છે, દિલજીત દોસાંજે નહીં, પણ ડિરેક્ટરને કોઈ ઓળખતું નથી, જ્યારે દિલજીતને આખી દુનિયા ઓળખે છે એટલે... '
એક્ટર-સિંગર જિલજીત દોસાંઝ ખોટા કારણસર ન્યુસમાં ચમકી રહ્યો છે. તાજેતમરાં પાકિસ્તાનમાં રિલીજ થયેલી પંજાબી ફિલ્મ 'સરદારજી-૩' માં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર સાતે કામ કરવા બદલ એના પર આખા ભારતમાંથી પસ્તાળ પડી રહી છે. કેટલાક તો દિલજીતના દેશપ્રેમ વિસે સોશ્યલ મીડિયામાં સવાલ ઉઠાવી રહ્યા છે. ૨૨ એપ્રિલે પહેલગામના આતંકી હુમલામાં નિર્દોષ પર્યટકોની બેરહેમીથી હત્યા કરાઈ એના ઘણાં પહેલા ફિલ્મનું શૂટંીંગ પુરુ થઈ ગયું હતું- એ વાત સાચી પણ આખા દેશને સ્તબ્ધ કરી દેનાર ત્રાસવાદી એટેક પછી દિલજીતે સરદારજી-૩ નું પ્રમોશન ચાલુ રાખ્યુ ંહતું. અને પિલ્મની ટ્રેલર લોન્ચ વગેરે ઈવેન્ટ્સમાં ઉત્સાસભેર ભાગ લીધો હતો. અત્રે નોંધવું ઘટે કે અમર હુન્ડાલ દિગ્દર્સિત આ ફિલ્મના પ્રોડયુસર્સમાં દિલજીતનું નામ પણ સામેલ છે. ખેર, લોકોના આક્રોશન પગલે ભારતમાં ફિલ્મની રિલીઝ પર બેન મૂકી દેવાયો. પહેલગામ એટેક અને ઓપરેશન સિન્દુર બાદ ભારતમાં પાકિસ્તાન વિરુદ્ધ પ્રચંડ જનઆક્રોશ છે. સ્વાભાવિક છે કે પાકિસ્તાની હિરોઈન હાનિયા આમિરની હાજરી ફિલ્મના વિરોધ માટે નિમિત્ત બને.
આ સંજોગોમાં વેટરન એક્ટર નસીરુદ્દીન શાહ સરેઆમ દિલજીતના સપોર્ટમાં આવ્યા છે. હમણાં એમણે પોતાના ફેસબુક હેન્ડલ પર મુકીલે પોસ્ટમાં શબ્દો ચોર્યા વિના કહ્યું, 'હું દિલજીતની ુડખે મક્કમપણે ઊભો છું. જુમલા પાર્ટીનો 'ડર્ટી ટ્રિક' ડિપાર્ટમેન્ટ દિલજીત પર પ્રહાર કરવા તક મળવાની રાહમાં હતાં. એમને લાગ્યું કે હવે અમને ચાન્સ મળી ગયો છે.
દિલજીત ફિલ્મના કાસ્ટિંગ માટે જવાબદાર નહોતો એ ફિલ્મના ડિરેક્ટર (અમર હુન્ડાલ)નું કામ હતું. પરંતુ ડિરેક્ટરને કોઈ ઓળખતું નથી જ્યારે દિલજીતને દુનિયા આખી ઓળખે છે. દિલજીત પાકિસ્તાની કાસ્ટ સાથે કામ કરવા એટલા માટે તૈયાર થયો કારણ કે એના મગજમાં ઝેર ભરેલું નથી.
આટલેથી ન અટકતા કોઈપણ સમસ્યા કે વિવાદ પર પોતાનો નિર્ભિક ઓપિનિયન આપવા માટે જાણીતા નસીરભાઈએ વધુમાં કહ્યું, 'આ ગુંડાઓ ભારત અને પાકિસ્તાનના લોકોના અંગત સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દેવા માગે છે. પાકિસ્તાનમાં મારા નજીકના સંબંધીઓ અને નજીકના મિત્રો છે અને મારી ઈચ્છા થાય ત્યારે એમને મળતા કોઈ મને રોકી નહિ શકે. હવે મને પાકિસ્તાન ચાલ્યા જાવ એવું કહેનારાઓને મારો એક જ જવાબ છે ગો ટુ કૈલાસ! (તમે કૈલાસ જતા રહો.)'
દિલજીતની લેટેસ્ટ ફિલ્મ સરદારજી-૩ ભારત સિવાય દુનિયાભરમાં રિલીઝ થઈ છે. ભારતની પંજાબી ફિલ્મે પાકિસ્તાનમાં કર્યો છે. પહેલા જ દિવસે રૃા. ૪.૫ કરોડનું કલેક્શન કરી એ પાકિસ્તાનમાં સૌથી મોટું ઓપનિંગ લેનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે. એણે આ પહેલા ૨૦૧૬માં સલમાન ખાનની ફિલ્મ 'સુલતાન' નોંધાવેલો રેકોર્ડ તોડયો છે.
અહીં એ નોંધવું પણ અસ્થાને નહિ ગણાય કે નસીરુદ્દીન શાહ ઈમ્તિયાઝ અલીની આગામી ફિલ્મમાં દિલજીત દોસાંજ સાથે કામ કરવાના છે. ફિલ્મની કાસ્ટમાં દાંગ રરેના અને શર્વરી વાઘ પણ છે.