સંગીત-દિગ્દર્શક અને કમ્પોઝર મિથુન એક અંતર્મુખી વ્યક્તિ છે-કલાકાર છે. આ સાથે જ મિથુન એ પણ સ્વીકારે છે કે ૨૦ વર્ષ લાંબી કારકિર્દી છતાં સ્ટેજ પર લાઈવ પરફોર્મ કરવું કંઈ સરળ તો નથી જ. 'હું ક્યારેય સ્ટે-કલાકાર રહ્યો જ નથી. હું ૨૦ વર્ષથી સંગીત બનાવી રહ્યો છું, પણ સ્ટેજ પર હું ક્યારેય આરામદાયક રહ્યો નથી,' એમ મિથુન કહે છે.
'તાજેતરમાં જ મેં મારા બેન્ડ માટે એક ચોક્કસ અવાજ વિકસાવ્યો છે અને હું કોઈ કલાકાર સાથે સ્પર્ધા નથી કરી રહ્યો. જ્યારે દર્શકો કોઈ કલાકારને લાઈવ જુએ છે ત્યારે તે એક આત્મીય અનુભવ હોય છે. એ જ દ્રષ્ટિ હું તેમને આપવા માગું છું,' એમ મિથુને જણાવ્યું હતું.
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું ભારતમાં લાઈવ મ્યુઝિક સીન્સ (શો)થી તું પ્રભાવિત થયો છે? આ પ્રશ્નના ઉત્તરમાં મિથુને જણાવ્યું, 'ના, પણ હું એ માહોલ સાથે સુસંગત બનવા માટે તૈયાર રહેવાની આંતરિક સફર કરી રહ્યો છું, પરંતુ હું ખુશ છું કે દેશમાં લાઈવ મ્યુઝિકની તો ઉજવણી થઈ રહી છે,' આ સાથે જ મિથુન કહે છે, 'દર્શકો સમજે છે અને પ્રેક્ષકોમાં હાજર ઘણા અંતર્મુખી લોકો મારી સાથે સંગીતનો આનંદ માણે છે. તેઓ જે પ્રશંસા કરે છે તે છે ખરી પ્રામાણિકતા-તે છે મૈં જૈસા હૂં, આપ કા હૂં.'
મિથુન અને તેની પત્ની ગાયિકા પલક મુછલ કામની ચર્ચા ઘરમાંથી દૂર રાખે છે. તે પોતે એક વ્યાવસાયિક છે. 'અમે સાથે રિયાઝ કરીએ છીએ અને થોડી સંગીતને લગતી ચર્ચા કરીએ છીે, પરંતુ અમે કામને પવિત્ર રાખીએ છીએ,' પોતાને પોતાનો સૌથી મોટો વિવેચક ગણાવતા મિથુન ઉમેરે છે, 'જ્યારથી તેણે 'મેરી આશિકી તુમ હી હો' 'આશિકી-૨' માટે મહિલાનું વર્જન ગાયું ત્યારથી મને હંમેશા તેની ક્ષમતામાં વિશ્વાસ રહ્યો છે અને હું તેની પાસેથી અપેક્ષા રાખું છું કે તે એ જ સ્તરનું ગીત ગાય.'
આ સાથે જ પલકની પ્રશંસા કરતાં મિથુન ઉમેરે છે કે 'લતાજી (મંગેશકર), કવિતાજી (કૃષ્ણમૂર્તિ), અલ્કા (યાજ્ઞિાક), શ્રેયા (ઘોખાલ)ના નેતૃત્વમાં એક અકથિત વારસો આપ્યો છે. પલક તેની પોતાની યોગ્યતા પર તેને સ્પર્શે છે. તે સંગીત ઉદ્યોગના વારસાની મશાલચી છે,' એમ મિથુને કહ્યું હતું.
દરમિયાન તેનો સાળો પલાશ હાલમાં ભૂતપૂર્વ મંગેતર અને ક્રિકેટર સ્મૃતિ મંધાતાના મિત્ર વિદ્યાન માને દ્વારા શરૂ કરાયેલી છેતરપિંડી અને નાણાકીય છેતરપિંડીના કેસ સામે કાનૂની લડત માટે અત્યારે ચર્ચામાં છે. જો કે મિથુન વિવાદાસ્પદ વિષયોથી દૂર રહેવાનું પસંદ કરે છે.


