મૌની રોય અમારી સાથે બ્રિટિશ એરવેઝે કર્યો ભયાનક વર્તાવ!
- '11 કલાકની ફ્લાઇટમાં મને કે મારી ટીમને પાણીનું ય પૂછવામાં ન આવ્યું. નાસ્તો અને ભોજન તો ભૂલી જ જાઓ. મારે તો ફ્લાઈટમાં ચડવા માટે આજીજી કરવી પડી હતી. આ રેસીઝમ નથી તો બીજું શું છે?'
અભિનેત્રી મૌની રોયને તાજેતરમાં બ્રિટિશ એરવેઝ સાથે કડવો અનુભવ થયો. જો કોઈ સેલિબ્રિટી સાથે આવું વર્તન થતું હોય તો સામાન્ય પ્રવાસીઓનું તો કેવું વર્તન થઈ શકે, તેની તો કલ્પના જ કરવી રહી.
'એક્સ' પર રદ કરાયેલી પોસ્ટમાં અભિનેત્રી મૌની રોયે શેર કર્યું છે કે મને અને મારી ટીમ સાથે ભયાનક વર્તન કરાયું. મારી ટીમનો એક મેમ્બર અન્ય ફ્લાઇટમાં પ્રવાસ કરવાનો હતો. મેં બ્રિટિશ એરવેઝના કર્મચારીને (કે જે મુસ્લિમ હતો) એને પૂછ્યું કે શું મારા એક ટીમ મેમ્બરને તમે અમારી ફ્લાઇટમાં એડજસ્ટ કરી શકો તેમ છો? હું તે માટે એક્સ્ટ્રા પેમેન્ટ કરવા પણ તૈયાર છું... ત્યારે એ માણસે એકદમ ઉદ્ધતાઈથી કહ્યું કે એ તો તમારી સાથે ફ્લાઇટમાં નહીં જ જઈ શકે, પણ શું તમારે ચારેય આ ફ્લાઇટમાં જવું છે કે ઉતરી જવું છે? મને ખરેખર આંચકો લાગ્યો. મૌનીએ ટ્વીટ કર્યું કે, 'મને અને મારી આખી ટીમને ત્યાં ઊભેલી કોઈ પણ મહિલા ટેકો આપ્યો નહોતો. ખેર, અમે ફ્લાઇટમાં ચડયાં. જો અમે ફ્લાઇટ મિસ કરી હોત તો પેલો માણસ હસતો હોત, ખુશ થયો હોત.
ના, વાત અહીં પૂરી થતી નથી. ૧૧ કલાકની આખી ફ્લાઇટમાં મૌની અને એની ટીમને જાણી જોઈને પાણી સુદ્ધાં આપવામાં ન આવ્યું. નાસ્તો અને ભોજન તો ભૂલી જ જાઓ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરીને મૌની રોયે લખ્યું, 'મારે તો ફ્લાઈટમાં ચડવા માટે ભીખ માગવી પડી અને રડવું પણ પડયું. આ રેસીઝમ નથી તો બીજું શું છે?' 'નાગિન'ની આ અભિનેત્રીએ વધુમાં કહે છે, 'બ્રિટીશ એરવેઝે એવા માણસોને નિયુક્ત કરવા જોઈએ જે તમામ પેસેન્જર્સને એકસમાન માનતા હોય, જે પોતે સર્વશ્રેષ્ઠ હોવાના ભ્રમમાં ન જીવતા હોય. તે માણસ ખરેખર ભયંકર હતો, પણ મહિલા સ્ટાફ સમજુ હતો. તેમણે અમને ટેકો આપ્યો. ઇન ફેક્ટ, તેમને કારણે જ અમે ફ્લાઇટ બોર્ડ કરી.ખરેખર, આવો અનુભવ કોઈને થવો ન જોઈએ. આમ તો હું સેલિબ્રિટી ગણાઉં છું. વિચારો કે જો મારી સાથે આવું વર્તન થઈ શકતું હોય તો બીજાઓ સાથે પેલો હોરિબલ માણસ શું નહીં કરતો હોય...'