Get The App

મોહનલાલ : અત્યંત નમ્રતા અનુભવું છું! .

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
મોહનલાલ : અત્યંત નમ્રતા અનુભવું છું!                          . 1 - image

ચાર દાયકાની ફિલ્મોદ્યોગમાં કાર્યરત વિલક્ષણ અભિનેતા મોહનલાલ ફિલ્મના સર્વોત્તમ પારિતોષિક દાદાસાબે ફાળકે એવોર્ડથી ૨૩ સપ્ટેમ્બરે સન્માનિત થયા છે, જેને દરેક ફિલ્મહસતીઓએ વધાવી લીધા છે. તેમણે આ એવોર્ડ સ્વીકારી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ દર્શકો, મિત્રો, શુભેચ્છકો અને તેમના અગણિત ફેન્સનો આભાર માન્યો છે. જો કે આ તેમની નમ્રતા છે. તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી ત્યારથી સર્વત્ર આનંદ વ્યાપી ગયો હતો અને આ મલયાલમ પીઢ અભિનેતાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે હું આ પારિતોષિક સ્વીકારતા ખરેખર અત્યંત નમ્રતા અનુભવું છું. આ સન્માન મારા એકલાનું નથી, પણ આ સફરમાં સામેલ મારી સાથે ચાલનારા દરેક વ્યક્તિનો આ માટે આભારી છું. તેમણે આગળ લખ્યું છે : 'મારા પરિવાર, પ્રેક્ષકો, સાથીદારો, મિત્રો અને શુભેચ્છકો માટે, તમારો પ્રેમ, વિશ્વાસ અને પ્રોત્સાહન મારી સૌથી મોટી શક્તિ રહ્યા છે અને આજે હું જે છું તેને આકાર આપ્યો છે. હું આ માન્યતાને ઊંડી કૃતજ્ઞાતા પૂરા હૃદયથી સ્વીકારું છું.' મોહનલાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોહનલાલને 'એક્સ' પર અભિનંદન આપ્યા હતા. વડા પ્રધાનનો આભાર માનતા મોહનલાલે લખ્યું : 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ હું ખૂબ જ નમ્ર અને સન્માનિત છું. માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના હૃદયસ્પર્શી શબ્દો અને આશીર્વાદ બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું. તેઓ મને આનંદ અને ઉત્સાહથી પ્રોત્સાહિત કરી રહ્યા છો. હું સિનેમાની કળા અને બધાનો હંમેશા ઋણી રહીશ જેમની પ્રેરણા અને સમર્થન મારા પ્રવાસને વધુ પ્રકાશિત બનાવે છે.'

અન્ય અભિનેતાઓએ આપ્યો આવકાર્ય

અમિતાભ બચ્ચન : 'મોહનલાલ મને ખૂબ જ આનંદ છે કે તમને દાદાસાબે ફાળકે પુરસ્કાર મળ્યો. મને ખૂબ જ આનંદ થાય છે કે આ સૌથી યોગ્ય પસંદગી છે. કેટલીક સૌથી સ્પષ્ટ લાગણી વ્યક્ત કરવાની સરળતા ખરેખર નોંધપાત્ર છે.. ખૂબ જ આનંદ અને ગર્વ સાથે હું હંમેશા તમારો સમર્પિત ચાહક બની રહીશ.'

મામૂટી : દાયકાઓની આ અદ્ભુત સિનેમેટિક સફર શરૂ કરનારા એક સાથીદાર, ભાઈ અને એક કલાકાર કરતાં પણ વધુ આ સન્માન યોગ્ય અદાકારને મળ્યું તેનો આનંદ છે.

અક્ષયકુમાર : 'મોહનલાલ સાહેબ ખૂબ ખૂબ અભિનંદન. જ્યારે પણ તમને મળવાનો કે તમારા કામને નિહાળવાનો મોકો મળ્યો છે ત્યારે મને એવું લાગ્યું છે કે હું અત્યાર સુધીનો સૌથી મહાન શાળાની અગ્રીમ હરોળમાં બેઠો છું. આ સન્માન ખૂબ જ યોગ્ય છે. આદર અને પ્રેમ સાથે!'