Get The App

મીલી બ્રાઉનનું સ્ટ્રેન્જ ફ્યુચર .

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
મીલી બ્રાઉનનું સ્ટ્રેન્જ ફ્યુચર                                     . 1 - image


સુપર હિટ વેબ શો 'સ્ટ્રેન્જર થિન્ગ્સ'માં ટેલીકાઈનેટીક ઈલેવન તરીકે વ્યાપકપણે પ્રસિદ્ધિ પામનાર મીલી બોબી બ્રાઉન હવે તદ્દન નવા પ્રકારના કથાનક 'જસ્ટ પિક્ચર ઈટ'થી પોતાની ઓન-સ્ક્રીન ટેલેન્ટ પેશ કરશે. આ એક મસ્તમજાની ફ્યુચરિસ્ટિક કોમેડી છે. કાલ્પનિક સાય-ફાય અને રોમાંચક રોમાન્સથી ભરપુર આ નવો પ્રોજેક્ટ બ્રાઉનની ઊભરતી કારકિર્દીમાં રસપ્રદ વળાંક સાબિત થશે એવું લાગે છે. 

'જસ્ટ પિક્ચર ઈટ'માં બ્રાઉન અને એક્ટર લાબેલ સંપૂર્ણ અલગ જીવન જીવતા બે સાધારણ કોલેજ સ્ટુડન્ટ્સની ભૂમિકા નિભાવે છે. અચાનક તેમના સ્માર્ટફોનમાં કશીક ગડબડ નજરે પડે છે. આ કોઈક રહસ્યમય વાયરસ છે, જેને લીધે મોબાઇલની ફોટો ગેલેરીમાં બન્નેના  સહિયારા ફોટા  દેખાય છે, જે દસ વર્ષ પછીના છે! તેમાં તેમનાં લગ્ન થઈ ગયાં છે અને તેમને બાળકો પણ છે! શું તેમનું ભાવિ ભાગ્ય, વિધાતા અથવા ટેકનીકલ ક્ષતિ દ્વારા નક્કી થઈ ચુક્યું છે? તેઓ ફોટાની પાછળનું રહસ્ય ઉકેલવાનો તેઓ પ્રયાસ કરે છે અને અણધારી પરિસ્થિતિઓ ઊભી થયા કરે છે.

બ્રાઉનને ફિલ્મની વાર્તા ખૂબ રિલેવન્ટ લાગે છે. બ્રાઉને તાજેતરમાં જ લેજન્ડરી રોક સ્ટાર જોન બોન જોવીના પુત્ર જેક બોનગિયોવી સાથે લગ્ન કર્યાં છે. બ્રાઉન આ ફિલ્મની મુખ્ય નાયિકા હોવા ઉપરાંત પ્રોડયુસર પણ છે. તેનો પતિ એક્ઝિક્યુટીવ પ્રોડયુસર છે.

રોમેન્ટિક ફેન્ટેસી 'ધી એજ ઓફ એડેલિન'થી જાણીતા બનેલા લી ટોલેન્ડ ક્રીગર દ્વારા દિગ્દર્શિત 'જસ્ટ પિક્ચર ઈટ'માં રમૂજ, રોમાન્સ અને અભૂતપૂર્વ કલ્પનાનું મસ્ત કોમ્બિનેશન છે. ચાહકો તો કહે છે કે બ્રાઉનની ફિલ્મ ખૂબ ચાલવાની. 

દરમ્યાન બ્રાઉનના ચાહકો આતુરતાથી 'સ્ટ્રેન્જર થિન્ગ્સ'ના ભવ્ય ક્લાઈમેક્સની રાહ જોઈ રહ્યા છે. શોની ફાઈનલ સીઝનનું ટીઝર તાજેતરમાં જ રજૂ થયું હતું. ત્રણ ભાગમાં રજૂ થનાર સીરીઝનો અંતિમ ભાગ દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાવી રહ્યો છે. મીલી બોબી બ્રાઉન એક તરફ હોકિન્સના કિરદારને અલવિદા કહી રહી છે અને બીજી બાજુ, 'જસ્ટ પિક્ચર ઈટ' દ્વારા વૈકલ્પિક ભાવિ તલાશી રહી છે. જોઈએ, બોબી બ્રાઉનનું ભવિષ્ય કેવા કેવા રંગો દેખાડે છે. 

Tags :