Get The App

મિલિન્દ સોમણ@60: ઉંમર નહીં અશિસ્ત માણસને ધીમો પાડે છે

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
મિલિન્દ સોમણ@60: ઉંમર નહીં અશિસ્ત માણસને ધીમો પાડે છે 1 - image

- ' 50 વરસે મેં પહેલી વાર આયર્નમેન  રેસ પૂરી કરી ત્યારે મારા માટે એ મારા આત્મબળની કસોટી હતી. 10 વરસ પછી 60ની ઉંમરે હવે તે બોડી, માઇન્ડ, શિસ્ત અને સાતત્ય વચ્ચે જાળવેલા સંતુલન સેલિબ્રેશન સમાન છે...' 

શાહરુખ ખાનની સાથોસાથ મોડલ ટર્નડ એક્ટર મિલિન્દ સોમણે પણ હમણાં ૬૦ વરસ પુરા કર્યા. ખાને મુંબઈમાં પોતાનો સાઠી પ્રવેશ ઉજવ્યો જ્યારે ફિટનેસ આઇકન અને સેલિબ્રિટી રનર સોમણે ઉજવણી માટે માલદીવ્સનો શાંત રમણીય દરિયાકિનારો પસંદ કર્યો. આયુષ્યના છ દશક પુરા કર્યા બાદ પોતે શું અનુભવે છે અને વિશે પસંદગીના મીડિયા સાથે ગોષ્ઠિ કરતા મિલિન્દ કહે છે, 'એજ ઈઝ જસ્ટ નંબર, એનર્જી ઇઝ ચોઈસ. (તમારી ઉંમર માત્ર એક આંકડો છે જ્યારે તમારી ઉર્જા તમારી પસંદગીની વાત છે.) તમને એક વાત કહું કે તમારી બોડી નહિ પણ તમારો એટીટયુડ (વલણ) નક્કી કરે છે કે તમે કેટલા વરસના થયા. હું એવા ૨૦ વરસના છોકરડાઓને મળ્યો છું જે જીવનથી કંટાળળી ગયા છે અને એવા ૭૦ વરસના વડિલોને પણ ઓળખુ છું જેઓ વહેલીસવારે ઉઠીને દોડવા નીકળી પડે છે.'

બહુ ઓછા લોકો જાણે છે કે મિલિન્દે દુનિયાની સૌથી જાણીતી ટ્રાયથેલોન આયર્મેન ૫૦ વરસની વયે પુરી કરી હતી. એના એક દશક બાદ ૬૦ની ઉંમરે પણ એણે આસાનીથી આયર્નમેન પુરી કરી બતાવી. એ વિશે વાત કરતા મુંબઈનો એથ્લીટ કહે છે, '૫૦ વરસે મેં પહેલી વાર આયર્નમેન પુરી કરી ત્યારે મારા માટે એ મારા વિલપાવરની કસોટી હતી. જ્યારે ૧૦ વરસ પછી ૬૦ની ઉંમરે એ મેં બોડી, માઇન્ડ, શિસ્ત અને સાતત્ય વચ્ચે જાળવેલા સંતુલનની ઉજવણી બની રહી. મેં એક વાત જાણી છે કે તમારી ઉંમર નહિ પણ સાતત્ય અને શિસ્તનો અભાવ તમને ધીમા પાડી દે છે. સેલ્ફ-રિસ્પેક્ટ એટલે તમારી બોડી અને માઇન્ડ પ્રત્યેની રિસ્પેક્ટ, જે તમે કલ્પના ન કરી હોય એટલો મોંબદલો તમને આપી શકે છે. એના પ્રતાપે જ હું પોતાને આજે ૬૦ વરસે ૩૦ની વાય કરતા પણ વધુ શક્તિશાળી, હળવો અને સ્વતંત્ર મહેસુસ કરું છું.'

એક જમાનાના દેશના ટોચના હેન્ડસમ મોડલની ફિટનેસની વ્યાખ્યા અને એનો ભાવાર્થ બીજાથી જુદો છે. 'મારા મતે ફિટનેસને સારા દેખાવા કરતા દિલોદિમાગથી સુખદ અનુભૂતિ કરવાને વધુ સંબંધ છે. તમારું સશક્ત હોવાની સાથોસાથ સુખ અનુભવવું અને ખુશ રહેવું પણ જરૂરી છે. લુકિંગ ગુડ ઇઝ ટેમ્પરરી ફીલિંગ ગુડ ઈઝ ટાઈમલેસ. તમે જ્યારે શક્તિ કેળવો છો ત્યારે શાંતિ અને આત્મવિશ્વાસ એની સાથોસાથ આવી જાય છે ઘણાંને હું એમ કહેતા સાંભળું છું કે હું રેડી હોઈશ ત્યારે હું ફિટનેસ મેળવવાની શરૂઆત કરીશ. તમે પોતાને આવુ સમજાવતા રહેશો તો કદી રેડી નહિ થાવ. તમે ૨૦ના હો, ૪૦ના હો કે ૬૦ ના- તમારા માટે દેહને પ્રેમ કરવાનો અને એને ઉજવવાનો બેસ્ટ ટાઈમ આજે અને અત્યારે જ છે.' 

મિલિન્દભાઉ માટે ફિટ રહેવાની આટલી વરસોથી પ્રેરણા ક્યાંથી મળતા રહે છે? સમાપનમાં એ સિક્રેટ શેર કરતા મેરેથોન રનર કહે છે, 'મારે મન ફિટનેસ એટલે ફ્રીડમ. પર્વતો ચડવાની, દરિયો પાર કરવા અને ઉઘાડા પગે દોડવાની આઝાદી. મારું લક્ષ્ય આયર્નમેન અને મેરેથોન્સ નથી.  સિક્સ પેક એબ્સ કે મેડલ્સ મારું મોટિવેશન નથી. મારું મોટિવેશન તો એ જાણીને આનંદ લેવામાં છે કે મારો દેહ હજુ પણ જે ઇચ્છું એ કરી શકવા જેટલો સક્ષમ છે. મારે મન એ જ સાચી સફળતા છે.'