Get The App

માઈલી સાયરસ એક વાક્યએ કારકિર્દી બદલી નાખી

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
માઈલી સાયરસ એક વાક્યએ કારકિર્દી બદલી નાખી 1 - image

ગાયિકા અને ગીતકાર માઈલી સાયરસે સાબિત કર્યું છે કે આત્મવિશ્વાસ, ટાઈમિંગ અને ક્રિયેટિવ સ્ટ્રગલ હોલિવુડના સૌથી સખત દ્વાર પણ ખોલી શકે છે. જેમ્સ કેમેરોનની ફિલ્મ 'અવતાર: ફાયર એન્ડ એશ'ના 'ડ્રીમ એઝ વન' ગીતની લેખિકા તરીકેનું શ્રેય મેળવવાની તેની નવીનતમ સિદ્ધિ કોઈ એજન્ટ કે ઔપચારિક વિનંતિ દ્વારા નથી મળી. સાયરસ વચ્ચે એક ઇવેન્ટમાં 'અવતાર'ના ડિરેક્ટર જેમ્સ કેમેરોનને મળી હતી.  વાતવાતમાં સાયરસ સહજપણે બોલી ગઈ, 'સર, તમને મ્યુઝિકની જરૂર હોય ત્યારે મને જણાવજો.'

નસીબની બલિહારી કહો. જેમ્સ  કેમરોનની ઓફર ખરેખર આવી. પરિણામ? 'ડ્રીમ એઝ વન' ગીત. રસપ્રદ બાબત છે કે સાયરસે ફિલ્મ પ્રોજેક્ટ મેળવવા આવો પ્રત્યક્ષ અને બેબાક અભિગમ અપનાવ્યો હોય તેવું પ્રથમ વાર નહોતું બન્યું. પામેલા એન્ડરસન અભિનિત 'ધી લાસ્ટ શો ગર્લ' માટે લખેલું  ગોલ્ડન ગ્લોબ નામાંકિત ગીત 'બ્યુટીફુલ ધેટ વે' પણ એને આવી જ રીતે મળ્યું હતું. 

સાયરસ માટે આ પદ્ધતિ કોઈ મજાક નથી, પણ એક અભિગમ છે. ફિલ્મ સર્જકોને મૌલિક સંગીતની ઓફર કરવી તેની સફળ વ્યૂહાત્મક પદ્ધતિ છે! સાયરસ કહે છે, 'માનો યા ન માનો, આ ફિલોસોફીએ જ મને ઓસ્કર ખાતે અમુક પ્રકારનું વર્તન કરવા પ્રેરી હતી. મારો સંપર્ક થાય હું એક પળની રાહ જોયા વગર કહી દઉં છું, જો તેમને સંગીત જોઈતું હોય, તો તે તૈયાર છે.'

સાયરસે આ પદ્ધતિ એમી વિજેતા સીરીઝ 'બેબી રેન્ડીઅર' માટે પણ અપનાવી હતી. 

માઈલી સાયરસ પોતાના નિયમો જાતે જ ઘડે છે. માઇલીની કથની આપણને સફળતાનું પહેલું પગલું જ આ છે: એ માનવું કે હા, હું સફળ થઈશ જ!