- સાયરસના ભાષણની સૌથી મહત્વની પળ ત્યારે આવી જ્યારે તેણે જણાવ્યું કે વોક ઓફ ફેમ પરનો સ્ટાર કોઈ હંગામી ઈનામ અથવા ટ્રોફી મેળવવા જેવી બાબત નથી. તેના સ્થાને સાયરસે તેને સમર્પિતતા અને રચનાત્મક પ્રગતિના શાશ્વત પ્રતીક સાથે સરખાવ્યું.
'ગેપ સુપરસ્ટાર અને અભિનેત્રી માઈલી સાયરસે રેકોર્ડિંગ કેટગરીમાં આઈકોનિક હોલીવૂડ વોક ઓફ ફેમ પર પોતાનો સ્ટાર હાંસલ કરીને તેની અસાધારણ કારકિર્દીમાં વધુ એક નિર્ણાયક કીર્તિમાન હાંસલ કર્યું છે. સાયરસ, જેનું ડિઝની બાળ કલાકારમાંથી પોપ કલ્ચરની સૌથી નિર્ભય અને પ્રભાવશાળી કલાકાર બનવા સુધીનું પરિવર્તન લગભગ બે દાયકા સુધી ચાલ્યું, તેના માટે આ સમારંભ એક ઉજવણી ઉપરાંત ભાવનાત્મક પળ પણ બની રહ્યો. આ સન્માન તેના જીવન અને કારકિર્દીમાં એક ખાસ પ્રતિકાત્મક સમયે આવ્યું છે. બરાબર આ જ સમયે તે હન્ના મોન્ટાનાની વીસમી વર્ષગાંઠ ઉજવી રહી છે, જે ડિઝની શોએ સાયરસને વિશ્વભરના લાખો લોકો સમક્ષ રજૂ કરી અને તેને રાતોરાત વૈશ્વિક ટીનેજ સેન્ઝેશન બનાવી દીધી. એક ટીવી રોલ તરીકે જે શરૂ થયું તે આખરે આધુનિક મનોરંજન ક્ષેત્રમાં સૌથી ઉત્કૃષ્ટ શોધ બની ગઈ જેમાં સાયરસ સંગીત, ફેશન અને જાહેર અભિવ્યક્તિથી સતત પોતાની કલાત્મક ઓળખને નવો આકાર આપતી રહી. સમારંભમાં ઉદ્યોગ અને ફેશન જગતના ગ્લેમરસ કલાકારો એકત્ર થયા હતા. અભિનેત્રી એન્યા ટેલર-જોય અને દિગ્ગજ ડીઝાઈનર ડોનાટેલા વરસેસ આ અવસરની ઉજવણી કરવા એકત્ર થયેલામાં હાજર હતા, જેનાથી સાબિત થાય છે કે સાયરસે સંગીત ઉપરાંત કેટલો વિશાળ પ્રભાવ પાથર્યો છે. સાયરસે હોલીવૂડના સૌથી પ્રતિષ્ઠિત સન્માનનો સ્વીકાર કર્યો ત્યારે મિત્રો, પરિવારજનો અને લાંબો સમયથી સમર્થક રહેલા લોકો આ મેળાવડામાં જમા થયા હતા.
આ વિશેષ અવસર માટે સાયરસે શાનદાર બ્લેક ગાઉન પહેર્યું હતું જેમાં તેની વિશિષ્ટ શૈલી, નજાકત અને બેબાકપણુ નજરે આવતા હતા. પોતાના ભાષણ દરમ્યાન સાયરસે તેને સદા પ્રેરિત કરતા પ્રસિદ્ધિ, રચનાત્મકતા અને કલાત્મક આવશ્યક્તા વિશે વાત કરી. તેણે પોતાના આલ્બમ 'સમથિંગ બ્યુટીફુલ'માંથી પોતાનું ૨૦૨૫ ગીત 'વોક ઓફ ફેમ'નો તેમજ 'યુલ લિવ ફોરએવર'ની ગાયિકા બ્રિટની હોવાર્ડના અર્થઘટનનો ઉલ્લેખ કર્યો.
જો કે સાયરસે નશ્વરતા અને મહત્વાકાંક્ષા વિશે વિચારપ્રેરક અભિગમ રજૂ કર્યો. તેણે જણાવ્યું કે જીવન અસ્થાયી છે તેવી સભાનતા જ તેની અર્થસભર કલા રચવા માટેની ધગશને ઈંધણ પૂરુ પાડે છે. તેના મતે, પોતે અમર નથી તેવો અહેસાસ જ તેને સીમાઓ ઓળંગવાની, મર્યાદાઓ નકારવાની તેમજ સમાજ જે ચોકઠામાં કલાકારોને ગોઠવવાનો પ્રયાસ કરે છે તેને સતત પડકારવાની પ્રેરણા આપતી રહે છે. તેના નિવેદનોમાં તાજેતરના વર્ષોમાં તેની ઓળખ બની ગયેલી પરિપકવતા અને મનોમંથનનો પડઘો પડે છે.
સાયરસે તેના પિતા, કન્ટ્રી ગાયક બિલી રે સાયરસને સંડોવતી એક અંગત ઘટના પણ શેર કરી. પિતાની એક મનપસંદ કહેવત યાદ કરીને સાયરસે જણાવ્યું કે તે કાયમ કહેતા ઊંચા ટાવરનું બાંધકામ પાયાથી શરૂ થાય છે. તેમનો કહેવાનો અર્થ હતો કે સફળતા બળજબરીથી નથી મળતી પણ ધીરજ અને સાતત્યથી મળે છે. સાયરસે ચતુરાઈપૂર્વક આ કહેવતને હોલીવૂડ વોક ઓફ ફેમ સાથે સાંકળી દીધી અને નોંધ કરી કે સમારંભમાં હાજર રહેલા સ્ટાર્સે પણ નાના પાયેથી શરૂઆત કરી હતી. સાયરસ માટે આ સન્માન અચાનક મળેલી સિદ્ધિ નહિ પણ વર્ષોના પરિશ્રમ, સાતત્યતા અને કલાત્મક પ્રતિબદ્ધતાનું પરિણામ હતું.
સાયરસસના ભાષણની સૌથી મહત્વની પળ ત્યારે આવી જ્યારે તેણે જણાવ્યું કે વોક ઓફ ફેમ પરનો સ્ટાર કોઈ હંગામી ઈનામ અથવા ટ્રોફી મેળવવા જેવી બાબત નથી. તેના સ્થાને સાયરસે તેને સમર્પિતતા અને રચનાત્મક પ્રગતિના શાશ્વત પ્રતીક સાથે સરખાવ્યું. તેણે એવી કલા રચવાની ખાતરી આપી જે પ્રમાણિક, અપૂર્ણ, ગ્લેમેરસ, લાગણીશીલ અને નિર્ભિક હોય, જે ગુણો તેની સમગ્ર કારકિર્દીના મોટાભાગના સંગીત અને જાહેર છબીની ઓળખ બન્યા છે.
આ કાર્યક્રમ સાયરસ માટે એક લાગણીશીલ પારિવારીક ઉજવણી પણ બની ગયો. તેણે પોતાની માતા ટિશ સાયરસ અને બહેન બ્રેન્ડી સાયરસનો વર્ષો દરમ્યાન તેમના અતૂટ સમર્થન માટે આભાર માન્યો. તેણે પિતા સાથે કાર્યક્રમમાં આવેલા બોયફ્રેન્ડ મેક્સ મોરેન્ડોની પણ કદર કરી જેના કારણે આ પલ વધુ અંત અને અર્થસભર બની ગઈ.
વોક ઓફ ફેમની પ્રોડયસુર એના માર્ટિનેઝએ મનોરંજન અને લોકપ્રિય કલ્ચરમાં સાયરસના શાશ્વત ફાળા માટે આભાર
વ્યક્ત કર્યો. સાયરસે નોંધ કરી કે યુવા ચાહકોની અનેક પેઢીઓએ સાયરસને વર્ષો દરમ્યાન પ્રગતિ કરતી જોઈ છે તેમજ તેની નવીનતા લાવવાની ઈચ્છા અને નિર્ભિક રચનાત્મકતામાંથી પ્રેરણા હાંસલ કરી છે.હવે તેને મળેલા હોલીવૂડ સ્ટારે મનોરંજન ઈતિહાસમાં તેનું સ્થાન કાયમ માટે અંકિત કરી દીધું છે.


