Get The App

માઈલી સાયરસ અને મેક્સ મોરેન્ડો: અજબ પ્રેમની ગજબ કહાની

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
માઈલી સાયરસ અને મેક્સ મોરેન્ડો: અજબ પ્રેમની ગજબ કહાની 1 - image

માઈલી સાયરસે ફરી એકવાર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. તેના લાંબા સમયના પાર્ટનર મેક્સ મોરેન્ડો સાથે સગાઈની જાહેરાતથી તે ચર્ચાનું કેન્દ્ર બની છે. અનેક અઠવાડિયાની અટકળો પછી આ પોપ આઈકને એવા સમચારની પુષ્ટી કરી જેની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. 

  લોકોએ સૌ પ્રથમ એની આંગળી પર સગાઈની વીંટી નવેમ્બરના મધ્યમાં જોઈ હતી. આ વીંટીમાં ૧૪ કેરેટના પીળા સોનેરી બેન્ડમા જડેલો એક કુશન કટ હીરો છે. નિષ્ણાંતોના મતે તેની કિંમત સાડા ચાર લાખ ડોલર જેટલી છે.  

સાયરસ અને ડ્રમર તેમજ સંગીતકાર મોરેન્ડો વચ્ચે પ્રથમવાર ડેટિંગની અફવા ડિસેમ્બર ૨૦૨૧માં શરૂ થઈ હતી. ત્યાર પછીના મહિનાઓ દરમ્યાન આ અફવાઓ વધુ પ્રબળ બની.  તેમનો સંબંધ સમય જતા વધુ ગાઢ બન્યો અને સાયરસે ૨૦૨૩માં એક સામયિક સાથેની મુલાકાતમાં તેમની રિલેશનશિપ વિશે વધુ માહિતી આપી. તેણે જણાવ્યું કે તેમનો રોમાન્સ અનપેક્ષિત રીતે અને કેટલાક અંશે રમૂજી રીતે શરૂ થયો હતો. તેના માટે એક બ્લાઈન્ડ ડેટ ગોઠવવામાં આવી હતી, જોકે મોરેન્ડોને તેની જાણ હતી. સાયરસ યાદ કરે છે કે તેમાં જો કંઈપણ ખોટુ થઈ શકે એમ હોત તો હું જતી  રહેત, પણ તેનું પરિણામ ઘણુ સુંદર આવ્યું.  કપલે ગયા વર્ષથી સાથે રહેવાનું શરૂ કર્યું હતું. સાયરસે જણાવ્યું કે પોતાના સંબંધ ફરતે નાનકડંમ અને રક્ષણાત્મક આવરણ જાળવવાથી તેને કદી ન અનુભવી હોય તેવી શાંતિનો અનુભવ થઈ રહ્યો છે, ખાસ કરીને એવા ઉદ્યોગમાં જ્યાં સ્ટાર્સની તમામ વિગતોને બારીકાઈથી જોવામાં આવે છે.  વય અને અનુભવ સાથે સાયરસ જાહેરમાં શું શેર કરવું તેના વિશે વધુ ચોક્કસ બની ગઈ છે.