Get The App

માઈલી સાયરસ અને હેના મોન્ટેના: એનિવર્સરી સ્પેશિયલ

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
માઈલી સાયરસ અને હેના મોન્ટેના: એનિવર્સરી સ્પેશિયલ 1 - image

માર્ચ ૨૦૦૬માં 'હેના મોન્ટાના'નું પ્રીમિયર થયું ત્યારે દર્શકોને એક નવી સીરીયલ ઉપરાંત એક નવી હસ્તી પણ જોવા મળી. આ શોેએ ટીનેજર માઈલી સાયરસને રાતોરાત વૈશ્વિક સુપરસ્ટાર બનાવી દીધી. બે દાયકા પછી સાયરસ એક આખી પેઢીને પ્રભાવિત કરનાર આ સિરીઝમાં પાછી ફરી રહી છે. અ મહિને થનારા પ્રિમીયર શોના અતિ અપેક્ષિત 'હેના મોન્ટાના ટ્વેન્ટીએથ એનિવર્સરી સ્પેશિયલ'માં નજરે પડશે.

આ વિશેષ શો લાઈવ સ્ટુડિયો દર્શકની સામે રેકોર્ડ થવાનો છે. તેમાં સાયરસની વિગતવાર મુલાકાત રજૂ થશે જેનું સંચાલન લોકપ્રિય પોડકાસ્ટર એલેક્સ કૂપર કરશે. આ ઇવેન્ટમાં મૂળ સિરીઝની આઈકોનિક પળો ફરી દેખાડવામાં આવશે. ચાહકો અગાઉ કદી ન જોયો હોય તેવા ફૂટેજ અને પડદા પાછળનાં દ્રશ્યો જોવા મળશે.  ટીનેજ વાર્તા અને ઊર્જાયુક્ત સંગીતમય પરફોર્મન્સના આ મિશ્રણ સાથે તે સૌથી સફળ શો બન્યો હતો અને વિશ્વભરના દર્શકોમાં લોકપ્રિય થયો હતો. 

સાયરસે પોતાના પ્રારંભિક વર્ષોને આકાર આપનાર સિરીઝ માટે ઊંડો આભાર વ્યક્ત કર્યો હતો. સાયરસ કહે છે કે હન્ના મોન્ટાના કાયમ મારો હિસ્સો બની રહેશે, કારણ કે તેણે પોતાના ઉપરાંત લાખો ચાહકોના જીવનને પણ પ્રભાવિત કર્યા છે. 

આ શોએ ટીવી સફળતા ઉપરાંત હેના મોન્ટાનાએ એક મલ્ટીમીડિયા સામ્રાજ્યને પણ જન્મ આપ્યો. સાયરસને એની સંગીતમય કારકિર્દી ઘડવા માટે મંચ પૂરુ પાડયું. બહુ ઓછા યુવા કલાકારોએ આવી બેવડી સફળતા આટલી સરળતાથી પાર પાડી છે.  

જેમ જેમ શોનું પ્રીમિયર નજીક આવતું જાય છે, ચાહકોમાં ઉત્સુકતા વધતી જાય છે. શોના લોકપ્રિય ગીતો સાથે સાદ પુરાવીને ઉછરેલી તેમજ પ્રમાણિકતાનો તેનો સંદેશ અપનાવતી પેઢી માટે વીસમો વાર્ષિક વિશેષ કાર્યક્રમ ઉજવણી સાથે જૂની યાદ પણ તાજી કરાવશે. સાયરસ માટે તો આ પળ એક પૂર્ણ વર્તુળ સાબિત થશે, પોતાના મૂળને સન્માન કરવાની તક મળવા ઉપરાંત પોતે કેટલે દૂર સુધી પહોંચી છે તેની પણ દર્શકોને જાણ કરાવી શકશે.