મેગન ફોક્સ ક્યારેય શબ્દો સૌમ્ય કરવામાં નથી માનતી, ખાસ કરીને જ્યારે હોલિવુડની વરવી વાસ્તવિકતા રજૂ કરવાની હોય ત્યારે. મી-ટૂ ચળવળ શરૂ થઈ તેના લાંબા સમય પહેલાં પણ સત્તા અને સતામણી ફરતે જાહેર ચર્ચાઓ થતી ત્યારે 'ટ્રાન્સફોર્મર્સ' અને 'જેનિફર્સ બોડી'ની આ અભિનેત્રી ફિલ્મ ઉદ્યોગમાં કાસ્ટિંગ કાઉચ કલ્ચર અને મહિલાઓના પદ્ધતિસરના શોષણ વિશે ખુલ્લેઆમ વાત કરતી.
કાસ્ટિંગ કાઉચ હોલિવુડની અત્યંત જૂની અને બિભત્સ પ્રથા હતી જેમાં ટોચના દિગ્દર્શકો, પ્રોડયુસરો તેમજ પ્રભાવશાળી વ્યક્તિઓ મહિલા કલાકારો પાસે ચાન્સ આપવાના બદલામાં જાતીય સુખની માગણી કરતા. આ ચૂપકિદી આખરે ૨૦૧૭માં મી-ટૂ ચળવળ વખતે તૂટી.
૨૦૦૦ની મધ્યના દાયકાથી ફોક્સની કારકિર્દીએ ગતિ પકડી અને તેણે ખૂબ ઝડપથી શીખી લીધું કે પ્રસિદ્ધિ તેને અયોગ્ય વર્તાવથી બચાવી નહિ શકે, પણ તેનાથી વિપરતી વધુ તીવ્ર બનાવશે. ૨૦૦૯માં જ એક મુલાકાતમાં તેણે જણાવ્યું હતું કે તેની સાથે સૌથી વધુ પરેશાન કરનારી ઘટનાઓ તેને પ્રસિદ્ધિ મળ્યા પછી બની હતી. સ્ક્રિપ્ટ અને રોલની ચર્ચા કરવા બોલાવેલી મીટિંગો ઘણીવાર અસ્વસ્થ કરનારી બની જતી જ્યારે અગ્રણી વ્યક્તિઓ વ્યાવસાયિક સીમાઓ ઓળંગી જતા અને પોતાનો દરજ્જો તેમને અધિકાર આપે છે તેવી ધારણા સાથે અયોગ્ય વર્તન કરતા.
મેગને ફોક્સને અહેસાસ થયો કે શોષક વ્યક્તિઓનો કલા અથવા વ્યવસાયમાં કોઈ રસ નહોતો. ફોક્સની હતાશા ગાઢ હતી, કારણ કે એને સમજાયું કે અનેક આદરણીય હસ્તીઓ તેને એક કલાકાર તરીકે નહિ પણ એક વસ્તુ તરીકે જોતી હતી. ફોક્સે નામ આપવાનું તો ટાળ્યું, પણ તેનો સંદેશ સચોટ હતો.
ફોક્સે ખુલ્લેામ જણાવ્યું કે તે તાત્કાલિક આવા વર્તનને ચૂપ કરાવી દેતી, ક્યારેક તો આવું સમગ્ર ક્રુની સામે બનતું. આવા બેબાક પ્રતિકારે કેટલાય લોકોને આંચકો આપ્યો. ફોક્સ સમજી લીધું કે સીમાઓ નક્કી કરવાથી તેને ઘણી તક ગુમાવવી પડશે, પણ તેણે આત્મસન્માનને પ્રાથમિકતા આપી.
સતત થતી ગેરવર્તણૂંકે ફોક્સ પર ગંભીર મનોવૈજ્ઞાાનિક અસર કરી. ફોક્સે જણાવ્યું કે કેવી રીતે તેનું માત્ર દેખાવના આધારે જ મૂલ્યાંકન કરાતું, જેના કારણે તેના તમામ પ્રોજેક્ટ અને વ્યાવસાયિક વાર્તાલાપને અસર પડતી. 'જેનિફર્સ બોડી'નું માર્કેટિંગ ખાસ આ મુદ્દાનું પ્રતીક હતું, જેમાં જાતીય છબી પર એટલો ભાર આપવામાં આવ્યો કે ફિલ્મ અને તેના પરફોર્મન્સની ઘોર અવગણના થઈ. તેણે જાહેર જીવનમાંથી પીછેહઠ કરી લીધી.
ફોક્સને હજી પણ યાદ છે કે જ્યારે તેણે મી-ટૂ અગાઉ શોષણ સામે અવાજ ઉઠાવ્યો ત્યારે તેની ક્રૂર રીતે અવગણના કરવામાં આવી. સહાનુભૂતિના સ્થાને તેના પર આરોપ મુકાયા, મશ્કરી થઈ અને આલોચકોએ દલીલ કરી કે તેની સાથે થતા વર્તાવ માટે તેનું જાહેર વ્યક્તિત્વ જ જવાબદાર હતું. આવા અનુભવો છતાં ફોક્સ હોલિવુડના કલ્ચર સામે ઝૂકી નહિ. સરસ!


