Get The App

માર્ગોટ રોબીને મુક્તપણે બોલવાની સજા મળી

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
માર્ગોટ રોબીને મુક્તપણે બોલવાની સજા મળી 1 - image

માર્ગોટ રોબી લાંબા સમયથી હોલિવુડની સૌથી પ્રતિષ્ઠિત, પ્રતિભાશાળી, આકર્ષક અને પોતાની કલા પ્રત્યે પ્રતિબદ્ધ સ્ટાર તરીકે ઓળખાતી આવી છે. 'ધી વૂલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ'થી લઈને 'બાર્બી' સુધી તેણે કમર્શિયલ સફળતા અને ક્રિયેટિવિટી વચ્ચે બરાબર સંતુલન કર્યું છે. આજે જોકે સહ-કલાકાર જેકબ એલોર્ડી બાબતે તેણે આપેલાં નિવેદનોએ ઓનલાઇન તરંગો પ્રસરાવ્યા છે. 

એક ઈન્ટરવ્યુ ક્લિપમાં રોબી એલોર્ડી સાથે કામ કરવાના અનુભવ બાબતે ખુલ્લા દિલથી બોલી રહેલી જણાય છે. તેણે સેટ પર નિરુત્સાહ કરનારા વાતાવરણ વિશે વાત કરી હતી. તેના શબ્દો સ્પષ્ટપણે દર્શાવતા કે રોબી એનાથી નારાજ હતી. રોબીની આ ટિપ્પણીઓ જોકે નેટિઝન્સને ગમી નહીં. તેમણે રોબીની આવેશમય ભાષા વિશે સવાલ ઉઠાવ્યા. આ સિવાય પણ રોબીના સ્ટેટમેન્ટ્સમાં લોકોએ ઘણું બધું બીટવીન-ધ-લાઇન્સ વાંચી લીધું. ખાસ કરીને જ્યારે રોબીના લગ્ન થઈ ચુક્યાં છે ત્યારે. જોકે રોબીએ કોઈ રોમેન્ટિક દાવા નહોતા કર્યા તેમજ કશાય અયોગ્ય વર્તનની ફરિયાદ નહોતી કરી, પણ દર્શકોને રોબીના શબ્દો અદ્રશ્ય સીમા ઓળંગી રહ્યા હોય તેવું લાગ્યું.  આ પ્રત્યાઘાત દર્શાવે છે કે કેવી રીતે મહિલા સેલિબ્રિટીઓ, ખાસ કરીને લગ્ન કરી ચુકેલી હોય તેવી મહિલાઓ પાસેથી જાહેરમાં ભાવનાત્મક અભિવ્યક્તિ બાબતે ચીવટની અપેક્ષા રાખવામાં આવે છે.

કેટલાક ચાહકોએ જણાવ્યું કે આ પ્રકારની ઇમોશનલ ભાષા રોબીએ પોતાની આવનારી ફિલ્મોમાં લોકો રસ લે તે માટે જાણી જોઈને વાપરી છે. કોઈને વળી રોબીની વર્તન અને વાતો વચ્ચે વિરોધાભાસ નજરે ચડયો. 

સમગ્ર બાબતમાં ગૂંચવાડો સર્જનાર બાબત છે રોબીની ઇમેજ. તેને મોટા ભાગે વિનમ્ર, સભાન અને મીડિયા સામે શાલીનતાથી બોલનાર સેલિબ્રિટી માનવામાં આવે છે. જોકે આ ઇમેજ જ હવે રોબી માટે બોજ બની ગઈ છે. નવાઈ એ વાતની છે કે આવી અપેક્ષા પુરુષ કલાકારો પાસે નથી રાખવામાં આવતી. પુરુષ કલાકારો પણ કેટલીય વાર પોતાના કોસ્ટાર્સ વિશે ઘસાતું બોલતા હોય છે. સાચ્ચે, સેલિબ્રિટીઓની વાત જ ન્યારી છે.