Get The App

શ્રીદેવી સાથેનું પોતાનું ઋણાનુબંધન મમળાવે છે મનીષ મલ્હોત્રા

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
શ્રીદેવી સાથેનું પોતાનું ઋણાનુબંધન મમળાવે છે મનીષ મલ્હોત્રા 1 - image

- 'મને શ્રીદેવી  પ્રત્યે અનહદ  લાગણી હતી.  તેઓ એક માત્ર  એવા એક્ટ્રેસ  હતાં જેમને હું મેડમ કહીને બોલાવતો. એમણે જ્હાન્વી અને ખુશીને જન્મ આપ્યો એ સમયગાળામાં હું સતત   એમના સંપર્કમાં હતો.' 

મોભારતને વિશ્વના નકસા પર શાનથી  મુકી દેનાર મનીષ મલ્હોત્રા  દેશના ટોપના  ફેશન  ડિઝાઈનર છે. લગભગ  ૨૫૦૦  કરોડ રૂપિયાની  નેટવર્થ ધરાવતા  મલ્હોત્રા  મુકેશ  અંબાણીના  બિઝનેસ  પાર્ટનર  છે.  એમની  ફેશન  બ્રાન્ડ્સમાં   રિલાયન્સનો ૪૦ ટકા  સ્ટેક છે.  હિન્દી  ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં  એક મોટું માથું ગણાતા મનીષે  હમણાં  'ગુસ્તાખ ઈશ્ક'  (નસીરુદ્દીન  શાહ, વિજય વર્મા અને ફાતિમા સના શેખ)થી પ્રોડયુસર  તરીકે ડેબ્યું કર્યું છે. એ ઉપરાંત  એમનો રિયાલિટી  શો 'પિચ ટુ ગેટ રીચ'  ઓટીટી પ્લેટફોર્મ  પર સ્ટ્રીમ  થઈ રહ્યો  છે. 

મનીષે  હમણાં  એક પોડકાસ્ટમાં  ખરા  દિલથી  નિખાલસ  વાતો કરી હતી. ઈન્ટરવ્યુમાં  એમને પૂછાયું  કે સર,  તમે શ્રીદેવીની બહુ  નજીક હતા. એમની  ઓચિંતી  ચિરવિદાય  પછી   એમની પુત્રીઓ  જ્હાન્વી અને ખુશી કપૂરે તમારી  સાથે ગાઢ સંબંધ જાળવી રાખ્યો  છે ખરો? મનીષ કહે છે, 'સદ્ગત  ફોટોગ્રાફર રાકેશ શ્રેષ્ઠાને મારા દોરેલા  ડિઝાઈનર  ડ્રેસિસના  સ્કેચીસ ગમતા.  એટલે  તેો એક્ટર્સ  સાથે મારો  સ્ટાઈલિંગ માટે પરિચય  કરાવતા. મને બરાબર  યાદ  છે કે  ૧૯૯૧માં  હું શ્રીદેવીને પહેલીવાર મળવા મહેબૂબ સ્ટુડિયો   યો હતો. હું તો  એ પહેલાંથી જ ેમનો બિગ  ફેન  હતો. એ વખતે  શ્રીદેવી રેડ આઉટફિટમાં હતા અને ચુપચાપ સેટ પર જઈ રહ્યા હતા.   પહેલી મિટીંગના થોડા અરસા બાદ  એમણે મને  પોતાની  ફિલ્મ 'ખુદા ગવાહ'  માટે મને એક કન્ટિન્યુટી  સ્વેટર બનાવવા કહ્યું.   એ વખતે  હું એમને  મળવા  ગયો અને આપમેળા અમારી વચ્ચે એક નાતો  બંધાઈ ગયો.

શરૂમાં  આટલું કહ્યા  બાદ મલ્હોત્રાની  દાસ્તાન-એ-શ્રીદેવીમાં એક ટ્વિસ્ટ આવે  છે, ' ૧૯૯૬માં  અમે લાસ વેગાસ' માં  હતા ્તારે એક દિવસ શ્રીદેવીએ  મારી સમક્ષ મોટો  ધડાકો કરતા કહ્યું કે હું  ફિલ્મોમાં કામ કરવાનું છોડી રહી છું.  ચાર વરસની  કુમળી વયથી હું ઢસરડો  કરતી આવી છું અને હવે મારે જિંદગી ખરા અર્થમાં   જીવવી છે. એ સાંભળીને મને ગળામાં  ડુમો ભરાઈ ગયો.  એમના  પ્રત્યે મને અનહદ  લાગણી હતી.  તેઓ એક માત્ર  એવા એક્ટ્રેસ  હતા  જેમન ેહું મેડમ કહીને બોલાવતો.  પછીના ૧૫  વરસ   મેડમ હોમવર્કર  બની રહ્યા અને એમણે બે દીકરીઓ-જ્હાન્વી- અને ખુશી ને જન્મ આપ્યો.   એ દોરમાં હું  હંમેશા  એમના સંપર્કમાં રહ્યો.  એમની સાથેની  ફ્રેન્ડશીપ અને રિસ્પેક્ટમાં  બિલ્કુલ  ઓટ નહોતી આવી. એટલા માટે કે મારા   કરીઅરમાં  એમનું મોટું  યોગદાન હતું.  એમના આકસ્મિક  નિધનથી  મારા   સહિત આખી  ફિલ્મ ઈન્ડસ્ટ્રીને  મોટી ખોટ પડી.

હવે સંસ્મરણોના  સિલસિલાનો  છેલ્લે તબક્કોે  આવે છે, 'મને   સાઉથ  ઈન્ડિયન  વાનગીઓ બહુ ભાવે છે. મેડમ એ જાણતા  હોવાથી અવારનવાર   પોતે બનાવેલી વાનગીઓ  મારા ઘરે   મોકલતા એ પરંપરા જ્હાન્વીએ  આજે પણ જાળવી રાખી છે.  લગભગ  દર મહિને  એ પોતાના ઘરે રાંધેલું  સાઉથ ઈન્ડિયન   ફૂડ લઈ  મારા ઘરે આવે છે અને  મારી સાથે   આત્મીયતાથી  વાતો કરે છે.

સંસ્મરણો બાદ  ઈન્ટરવ્યુમાં   બીજા એક ટોપિક  પર વાત નીકળે છે, 'જેમાં ડિઝાઈનર  પૂછાય  છે 'સર, સાંભળ્યું છે કે તમે ઘણી સફળ એક્ટ્રેસોના  પહેલા  શોટ  વખતે હાજર હતા.  શું  તને તેઓ પોતાના લકી મેસ્કોટ  (નસીબ ઉઘાડનાર વ્યક્તિ)  માને છે.  મનીષ  એનો હસીને ઉત્તર આપે છે, 'લકી મોસ્કોટ છું  કે નહિ એની  મને ખબર નથી. પણ  કોના કોના  પહેલા  શોટમાં  હાજર  હતો એ તમને કહું.  રાની  મુખરજીની  ડેબ્યુ ફિલ્મ 'રાજા કી આયેગી બારાત' (૧૯૯૭) ના ફર્સ્ટ  શોટમાં આપણે હાજર હતા. હૃતિકની  કહોના પ્યાર હૈ (૨૦૦૦)  ની ઓરિજિનલ હિરોઈન  કરીના કપૂર હતી. એણે પણ પહેલો શોટ મારી સામે આપ્યો હતો.  પછી આવે છે દીપિકા પદુકોણની  ઓમ શાંતિ ઓમ (૨૦૦૭) , આલિયા ભટ્ટની ડેબ્યુ   મૂવી  સ્ટુડન્ટ  ઓફ ધ યર  (૨૦૧૨)  અને અનન્યા પાંડેની સ્ટુડન્ટ  ઓફ ધ યર-૨ (૨૦૧૯)  એ બધાની  સક્કેસ  જોતા  હું ેમના માટે શુકનવંતો  તો કહેવાઉ જ.   તમને કદાચ   ખબર નહિ હોય  કે બિપાશા બાસુ,  લારા દત્તા અને ક્રીતિ સેનન  એક્ટર બન્યા પહેલા મોડેલ હતી.  ત્યારથી  મેં એમના માટે  કામ કર્યું  છે. આજે તો એમાંથી  બે પરણીને  મમ્મી   પણ બની ગઈ છે.  આજે હું ઈન્ડસ્ટ્રીમાં  નવી પેઢી સાથે  કામ કરું છું.'