જેસ ઈઝ અસ'ની લોકપ્રિય કલાકાર અને ગાયિકા મેન્ડી મૂર ગયા વર્ષે પોતાના જીવનમાં આવેલા તોફાનોના ઝંઝાવાત વચ્ચે પણ ટકી રહી છે અને અંગત હાનિને પારિવારીક સીમાચિહ્ન સાથે સંતુલિત કરીને મહિલા આરોગ્યની સ્પષ્ટવક્તા વકીલ તરીકે ઊભરી આવી. તાજેતરમાં મૂરએ સોશિયલ મીડિયા પર એક પરેશાન કરતી ઘટના શેર કરી જેણે પાંચ જણાના આ પરિવારને હચમચાવી નાખ્યો હતો. ડ્રાઈવિંગ કરતી વખતે એક મહિલાએ તેમની કારને પાછળથી ટક્કર મારી અને પછી મૂર અને તેનો પરિવાર પોતાને સંભાળે એ પહેલા ત્યાંથી નાસી ગઈ.
મૂરે સોશિયલ મીડિયા પર આખી ઘટના પોસ્ટ કરતા ઉમેર્યું કે મારા પરિવારને ટક્કર મારીને જે મહિલા નાસી ગઈ છે તેણે પોતાના કર્મ ભોગવવા પડશે. સદ્નસીબે અમે બધા બચી ગયા, પણ આ ક્યા પ્રકારની માનવતા છે?
પોસ્ટમાં પરિવાર બચી જવાથી મૂરની રાહત અને નાસી ગયેલી મહિલાની લાપરવાહી પ્રત્યે તેની નારાજગી છતી થતી હતી. જો કે આ ઘટના અગાઉ પણ મૂરે એનાથી પણ મોટી કઠણાઈનો સામનો કરવો પડયો. અગાઉ આ વર્ષે મૂર, તેનો પતિ ટેલર ગોલ્ડસ્મિથ અને તેમના ત્રણ બાળકોએ લોસ એન્જલસમાં વિનાશકારી આગને કારણે તેમનું ઘર છોડી જવાની ફરજ પડી હતી. આ હાનિ એટલી તો ભયંકર હતી કે તેમનું ઘર રહેવા લાયક નહોતી રહ્યું, જેના કારણે તેમણે અસ્થાયી રીતે નજીકના મિત્ર હિલેરી ડફના ઘરે રહેવું પડયું.
એ સમયે સોશિયલ મીડિયા પર કરેલી ભાવનાત્મક પોસ્ટમાં મૂરે લખ્યું કે સાચું કહું તો મારા પરિવાર સહિત આટલા લોકોએ પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે તેના માટે હું હતપ્રભ થઈ ગઈ છું. મારા બાળકોની સ્કૂલ નાશ પામી. અમારી મનપસંદ રેસ્ટોરન્ટ જમીનદોસ્ત થઈ ગઈ. મારા અનેક મિત્રો અને પ્રિયજનોએ પણ તેમનું સર્વસ્વ ગુમાવી દીધું. અમારો સમુદાય તૂટી પડયો હોવા છતાં અમારે ફરીથી સાથે મળીને નવી શરૂઆત કરવી પડશે.
મૂરના અનુભવોએ તેને મહિલાના આરોગ્યની વકાલત કરવા સખત અભિગમ અપનાવવા પ્રેરી છે, અને હેલ્થકેર વધુ વ્યક્તિગત તેમજ આદરયુક્ત બને તેવી તેની ઈચ્છા છે.


