Get The App

મલાઈકા અરોરા : વયને ખો આપવામાં પાવરધી

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
મલાઈકા અરોરા : વયને ખો આપવામાં પાવરધી 1 - image

તાજેતરમાં જ મલાઈકા અરોરાએ આયખાનું અર્ધશતક પૂરું કર્યું. તે વખતે અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેના પ્રશંસકોનો આભાર માનતા લખ્યું હતું કે તમે મારું ૫૦મું વર્ષ ખરેખર ખાસ બનાવી દીધું.

બોલિવુડમાં અભિનેત્રીઓ માટે વધતી જતી વય ચોક્કસ અડચણો લઈને આવે છે ત્યારે મલાઈકાને તેની કારકિર્દીમાં ક્યાંય આ બાબત નડી હોવાનું જણાયું નથી. તે હમેશાં તેના ડાન્સ નંબર્સ માટે ચર્ચામાં રહી છે. જોકે મલાઈકા કહે છે કે હું ક્યારેય એક ઈમેજમાં કેદ થઈને રહેવામાં નથી માની. મારા મતે તમે ઉંમરમાં ભલે મોટા થતાં જાઓ, આમ છતાં તમારા શોખ અને સ્ટાઈલ અકબંધ રહેવા જોઈએ. તમને હમેશાં કાંઈક નવું નવું શીખવા સાથે ફિટ રહેવું જોઈએ. સમય સાથે તમારી સ્ટાઈલમાં બદલાવ આણવો જોઈએ. એટલું જ નહીં, તમારા રસરુચિના વિષયોને જીવંત રાખવા રહ્યાં. મલાઈકાની વાતમાં તથ્ય પણ છે, તે અમસ્તા જ વાતોના વડાં નથી કરતી. તેણે જે કહ્યું છે તે કરી બતાવ્યું છે. તેની વાતને એક વાક્યમાં સમજવી હોય તો એમ કહી શકાય કે મલાઈકાએ વયને હમેશાં હાથતાળી આપી છે. આમ છતાં એ વાત પણ એટલી જ સાચી છે કે તેનું નામ પડતાં જ સૌપ્રથમ તેની 'આઈટમ નંબર્સ'ની ઈમેજ સૌથી પહેલા નજર સમક્ષ તરવરે. નૃત્યાંગના સ્વયં આ વાત કબૂલતાં કહે છે કે મારી આ છબિએ મારા માટે મર્યાદા પેદા કરી હતી. જોકે તેને એ વાતની ખુશી છે કે ઘણી જુવાનજોધ સુંદરીઓ આ બાબતે તેને અનુસરે છે. તે કહે છે કે જો તમારું પરફોર્મન્સ અન્ય યુવતીઓને પ્રેરણા આપતું હોય, મને જોઈને તેઓ પોતાની કારકિર્દીનો માર્ગ પસંદ કરતી હોય, તેમનો આત્મવિશ્વાસ બુલંદ બનતો હોય તો મારા માટે તેનાથી વધુ ખુશીની વાત બીજી કઈ હોઈ શકે?

મલાઈકાને ભાગ્યે જ કોઈએ અભિનય કરતાં જોઈ છે. આમ છતાં એ વાસ્તવિકતા સ્વીકારવી જ રહી કે તેણે અભિનય ક્ષેત્રે પણ હાથ અજમાવ્યો છે. પરંતુ તે ક્યારેય આ કામ માણી નથી શકી મલાઇકા સ્વયં કહે છે કે મને ડાન્સ નંબર કરવામાં જે આનંદ મળ્યો છે તે અભિનય કરવામાં નથી મળ્યો. હા, તેને કારણે મારા શિરે 'આઈટમ નંબર'નું લેબલ લાગી ગયું. પરંતુ આજની તારીખમાં ઘણી યુવાન અભિનેત્રીઓ આઈટમ સોંગને સર્જનાત્મક પડકાર તરીકે લઈ રહી છે. પરંતુ મેં હમેશાં મારા ડાન્સ નંબર્સમાં પરફોર્મન્સ પર ફોકસ કર્યું છે. મેં તેનો કોન્સેપ્ટ ધ્યાનમાં રાખવા સાથે તે ફિલ્મની કહાણી સાથે બંધ બેસે છે કે કેમ એની તકેદારી પણ લીધી છે. અને આજે પણ મને કોઈ સારી ઓફર મળશે તો હું તેને માટે ના નહીં પાડું. મારા મતે તમને ક્યારેય કોઈ વાતની પહેલેથી ના ન પાડી દેવી જોઈએ.મલાઈકાના અંગત જીવનની વાત કરીએ તો તેના વિશે કે તેની રિલેશનશીપ વિશે કરવામાં આવતી કોઈપણ ટીકા-ટિપ્પણી તેને સ્પર્શતી નથી. તે કહે છે કે હું શું છું તેની મને ખબર છે. અન્ય કોઈની નકારાત્મકતા વાતો સાંભળીને હું મારું મૂલ્ય ઓછું નથી કરતી. ટીકાકારો હમેશાં તમને વગોવવાના જ છે. તમને તેમની ઝેરીલી વાતો મન પર ન આણવી. મારા મતે પ્રેમ એટલે માન-સન્માન, ખુશી અને સાથ-સહકાર.

માનો યા ના માનો, મલાઈકાને  ચન્કી માટે ક્રશ હતો!

જયા  બચ્ચન પૂના ફિલ્મ ઈન્સ્ટિટયૂટમાં ભણતા તે દિવસોમાં એમને 'ગ્રીક ગોડ'  ધમેન્દ્ર  પર ક્રશ  હતો.  શબાના આઝમીએ અને અરુણા  ઈરાની એક જમાનામાં  હેન્ડસમ  એક્ટર શશી કપૂર પાછળ પાગલ હતી, જ્યારે મુમતાઝને શમ્મી કપૂર અને ફિરોઝ ખાન પ્રત્યે આકર્ષણ  હતું. યુવાનીમાં  દેખાવડા એક્ટર પ્રત્યે   આકર્ષણ  હોવું  સહજ બાબત છે.   પચાસ પાર કરી ગયેલી અને પોતાની બ્યુટીફૂલ  બોડી માટે જાણીતી મલાઈકા અરોરા આ બાબતમાં બધાથી જુદી પડે છે. એક જમાનામાં   એને સાવ સાધારણ લુક ધરાવતા ચન્કી  પાંડે માટે ક્રશ હતો. તાજેતરમાં  ચન્કીની પુત્રી અનન્યા પાંડેએ એક ટૉક શોમાં  આ સિક્રેટ પરથી પડદો હટાવ્યો હતો.  કાજોલ  અને ટ્વિન્કલ ખન્નાના ટૉક શોમાં  પોતાના પેરેન્ટ્સ  ચન્કી અને ભાવના પાંડેની   લવસ્ટોરી શેયર કરતાં અનન્યાએ કહ્યું કે એક સમયે મલાઈકાએ  કહ્યું કે એક સમયે  મારા ડેડીનું એક પોસ્ટર  સાચવી રાખ્યુ ંહતું. મલાઈકાએ  તરત ઈન્સ્ટાગ્રામ પર ટૉક શોના  એ ભાગનો વિડીયો  શેયર કરી એવી કમેન્ટ્સ  કરી કે 'ચન્કી પાંડે હજુ પણ   તારું પોસ્ટર મારી પાસે છે. ડોન્ટ વરી!

અલબત્ત,  મલાઈકાનએ પહેલી  વાર ચન્કી  માટેનો પોતાનો  પ્રેમ જાહેર નથી કર્યો.  ઘણા વખત  પહેલા મલઈકા અને ફારાહ ખાન ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા'ની  જજીસ  હતી ત્યારે  ફારાહે કહ્યું હતું કે મારી લાઈફનો પહેલો ક્રશ ચન્કી પાંડે હતો.  ત્યારે એમાં સૂર  પુરાવતા   મલઈકાએ કહ્યું હતું કે મને પણ ચન્કી  પર એક સમયે બહુ ક્રશ હતો.