Get The App

લિઆમ નીસન અને પામેલા એન્ડરસન: ઘરડાં ગાડાં વાળે... .

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
લિઆમ નીસન અને પામેલા એન્ડરસન: ઘરડાં ગાડાં વાળે...                       . 1 - image

હોલિવુડમાં હાલ લિઆમ નીસન અને પામેલા એન્ડરસનના રોમાન્સની અફવા જામેલી છે.  લિઆમ નીસનની વોરફિલ્મ '૦ શિંડલર્સ લિસ્ટ' આપણે કદી ભૂલી શકવાના નથી, તો પામેલા એન્ડરસના કાતિલ ગ્લેમરના આજે પણ દાખલા દેવાય છે. આ બન્ને સિનિયર એક્ટર્સ હવે  એક્શન કોમેડી 'ધી નેકેડ ગન'માં સાથે જોવા મળશે. ઇન ફેક્ટ, આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ એમની વચ્ચે મીઠા સંબંધો વિકસ્યા એવું કહેવાય છે. 

આઈરિશ લિઆમ નીસન આમ તો ડેટિંગથી દૂર રહે છે, જ્યારે  અગાઉ પાંચ વાર પરણી ચુકેલી પામેલા એન્ડરસન પતિઓ સિવાયના પુરુષો સાથે પણ રોમાન્સ કરી ચૂકી છે. આ જોકે ભૂતકાળની વાત થઈ. છેલ્લાં થોડાં વર્ષો દરમ્યાન તો એણે મેકઅપનો ત્યાગ કર્યો હતો અને રેસિપી બુક લખી હતી.  એણે પોતાની કરીઅર પણ પુનર્જીવિત કરી. આ વર્ષે તેને ધી લાસ્ટ શો ગર્લ માટે ગોલ્ડન ગ્લોબ્સ નોમિનેશન પણ મળ્યું. 

ગણગણાટ ત્યારે શરૂ થયો જ્યારે ધી નેકેડ ગનના પ્રમોશન દરમ્યાન લિઆમ અને પામેલા એક મીડિયા ઇન્ટરવ્યુ દરમ્યાન લગભગ ચુંબન કરવાની તૈયારીમાં હતાં. સોશિયલ મીડિયા પર ધમાલ ન થાય તો જ નવાઈ. ૭૩ વર્ષીય લિઆમ અને ૫૮ વર્ષીય એન્ડરસન એકમેકની કંપની માણી રહ્યાં છે એ તો નક્કી. 

 અટકળોએ ત્યારે હદ વટાવી જ્યારે એક મુલાકાતમાં શોના સંચાલકે તેમને સીધો સવાલ કર્યો કે તમે બંને સિંગલ છો, બંને વચ્ચે કેમિસ્ટ્રી છે, તો શું હવે રોમાન્સની શક્યતા છે? પામેલાએ શરમાઈને સવાલ ટાળી દીધો  અને પોતે કંઈ સમજી ન હોવાનો ડોળ કર્યો, જ્યાર લિઆમે કંઈ અગડમબગડમ જવાબ આપી દીધો. 

સારું છે. ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે આવી સાચીખોટી ખબરો દ્વારા ફોકટની પબ્લિસિટી મળતી રહે તે એમના માટે સારું જ છે.