Get The App

કરણ ટેકરને ઓટીટીમાં પણ સ્ટાર-સિસ્ટમ નડી

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
કરણ ટેકરને ઓટીટીમાં પણ સ્ટાર-સિસ્ટમ નડી 1 - image


હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર કરતા સ્ટારને વધુ મહત્ત્વ અપાતું આવ્યું છે. આ ચલણ એક દૂષણ બની ગયું છે અને સમીક્ષકોએ એને 'સ્ટાર સિસ્ટમ' એવું નામ આપ્યું છે. સૌ જાણે છે કે દેવ આનંદ, દિલીપકુમાર અને શમ્મી કપૂરના જમાનાથી બોલીવૂડમાં સ્ટાર સિસ્ટમની બોલબાલા છે. હવે આ સિસ્ટમે બિલ્લી પગે ઓટીટી મિડીયમમાં પણ ઘૂસણખોરી કરી છે. તાજેતરમાં અભિનેતા કરણ ટાકરે એનો પર્દાફાશ કરવાની હિંમત દાખવી છે. 'ઓટીટી સ્પેસમાં આ સમસ્યા મોટું સ્વરૂપ ધારણ કરતી જાય છે. એ ચિંતાનો વિષય છે. આ ડિજિટલ મિડીયમનો પહેલા લોકો સ્ટાર સિસ્ટમથી પીછો છોડાવવા બદલ વખાણ કરતા થાકતા નહોતા, પરતં હવે સિનારિયો બદલાઈ ગયો છે. મેકર્સ હવે 'ફિલ્મ એક્ટર'ને પોતાના પ્રોજેક્ટમાં સામેલ કરવા લાયક અભિનેતાને કોરાણે મૂકી રહ્યા ઠે,' એવો બળાપો કરણે ઠાલવ્યો છે.

ટીવી સિરીયલોમાંથી લાઇમલાઇટમાં આવેલા એક્ટર થોડા વખતમાં દર્શકોને 'સ્પેશ્યલ ઓપ્સ-ર' અને 'ભય'માં જોવા મળશે. પોતાનો કડવો અનુભવ શેયર કરતા કરણ કહે છે, 'મને હમણાં ફિલ્મોમાંથી આવતા એક એક્ટર ખાતર સાઇડલાઇન કરી દેવાયો. મજાની વાત જુઓ કે એ મહાશય ફિલ્મોમાં પણ બહુ ચાલતા નહોતા. એમની મૂવીઝ જોવા કોઈ જતું નહોતું, પણ હવે તેઓ ઓટીટી પર કરીઅર જમાવવાના ઓરતા સેવી રહ્યા છે. ખેર! મારું એટલું જ કહેવું છે કે મેકર્સ જ્યારે ફિલ્મોના કોઈ જાણીતા ચહેરાને કાસ્ટ કરવા ટેલેન્ટેડ એક્ટરને કોરાણે મૂકી દે ત્યારે એ એક પ્રોબ્લેમ બની જાય છે.'

કરણ ઉમેરે છે, 'ફિલ્મમેકર્સે પોતે આ સ્ટાર્સ ઊભા કર્યા છે, પરંતુ એમને પોતે કેવી ખોટી પેટર્ન બનાવી છે એનું ભાન નથી. આજે એવું થઈ રહ્યું છે કે મેકર્સ ફિલ્મોમાંથી આર્ટિસ્ટોને ઉઠાવી ઓટીટી શોઝમાં નાખી રહ્યા છે. સવાલ એ છે કે એમને જોવા થિયેટરમાં કોઈ જતું નથી તો તમે શા માટે ેવું ધારી લો છો કે લોકોને એમને ઓટીટી પર જોવા ગમશે?'

'સ્પેશ્યલ ઓપ્સ' (૨૦૨૦) અને 'ખાકી ઝ ધ બિહાર ચેપ્ટર' (૨૦૨૨) જેવી હિટ વેબ સિરીઝમાં ચમકેલો એક્ટર સ્થાપિત હિતો સાથે સમાધાન કરવાના ટોનમાં ઉમેરે છે. 'અલ્ટીમેટલી, આ એક બિઝનેસ છે. બોક્સ ઓફિસ ફિલ્મોનો આધાર સ્થંભ છે અને મૂવીમાં રોકાણ કરનારા સારા રિટર્નસની અપેક્ષા તો રાખે જ. એમને જો એવું લાગતું હોય કે આપણી ફિલ્મમાં સ્ટારને સામેલ કરવાથી બોક્સ ઓફિસ પર તગડું ઓપનિંગ મળશે તો આપણે એમાં શું કરી શકીએ.' કરણ કી બાત કૌન સુનેગા?

Tags :