કરણ જોહર બોલીવૂડમાં માત્ર બ્લોકબસ્ટર ફિલ્મો આપવા જ નહીં, , દરેક બાબતે બિન્દાસ્ત બોલવા માટે પણ જાણીતો છે. તેની હાજરજવાબી ઘણી વખત આશ્ચર્ય પમાડે એવી હોય છે તો ક્યારેક વિવાદો જગાડનારી.
તાજેતરની જ વાત કરીએ તો એક શો દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે શું તે વ્હોટ્સએપ પરની ખાનગી વાતો પર પુસ્તક લખવા કે ફિલ્મ બનાવવા વિશે વિચારશે? આના જવાબમાં ફિલ્મ સર્જકે પોતિકી અદામાં કહ્યું હતું કે જો કોઈને મારા વ્હોટ્સએપ ગુ્રપમાં થયેલા ઈન્ટરેક્શન હાથ લાગી જાય તો મને અને સંબંધિત ગુ્રપો સાથે સંકળાયેલા ફિલ્મી દુનિયાના મારાં સઘળાં મિત્રોને લંડનભેગા થવું પડે. જો અમારા વ્હોટ્સએપ ચેટ લીક થઈ જાય તો અમે ભારતમાં રહેવા જેવા જ ન રહીંએ.
અહીં એ વાતની નોંધ લેવી રહી કે અગાઉ એક વખત કરણે આવા જ એક શોમાં કહ્યું હતું કે તે કરીના કપૂર , કરિશ્મા કપૂર, સોનમ કપૂર અને રિયા કપૂર સાથે વ્હોટ્સએપ ગુ્રપમાં જોડાયેલો છે અને તેઓ પોતાના ગુ્રપમાં કોઈપણ વાત શબ્દો ચોર્યા વિના, બિન્ધાસ્ત બનીને કહે છે. તેમની વાતોમાં સચ્ચાઈ, એટલે કે તેમને જે સાચું લાગે તે બિન્ધાસ્ત કહે છે. તેમની વર્તમાન સમય બાબતની ચર્ચાઓ કેટલીક વખત શબ્દોની લક્ષ્મણ રેખા અને મર્યાદા પણ ઓળંગી જાય છે.
ફિલ્મ સર્જકે વધુમાંકહ્યું હતું કે અમે ફેશન ક્રિટિક, મૂવી ક્રિટિક છીએ. વાસ્તવમાં અમે દરેક વાતની પોતાની રીતે સમીક્ષા કરીએ છીએ અને કોઈની પણ સાડીબારી રાખ્યા વિના અમારી ચેટમાં રજૂ કરીએ છીએ. દરેક વ્યક્તિને જેમ ોતાના મત હોય તેમ અમને પણ છે. પરંતુ તે અમારા પૂરતાં જ રાખીએ છીએ.
જો કે કરણ પોતાની સોશ્યલ મીડિયા પર થતી વગોવણી પણ સકારાત્મક રીતે લે છે. તે કહે છે કે મારી વાતમાં કંઈક તો એવું હોય છે કે લોકો ઈર્ષ્યાના માર્યા મને ટ્રોલ કરે છે. જો તેઓ આવું ન કરે તો મને એમ લાગે જાણી મારી વાતમાં કોઈ દમ નહોતો.


