- મારા જન્મદિવસ પર, એવું લાગતું નથી કે બ્રહ્માંડ મને યાદ કરાવે છે કે હું કયાંથી આવું છું.... અને હું હમેશાં કોને મારી સાથે રાખું છું
કાજોલ અત્યારે ઓનલાઈન કોન્ટ્રોવર્સીમાં ફસાઈ પડી છે, પણ એ કંઈ શિકસ્ત માની લે તેવી તો જરાય નથી. પાંચમી ઓોગસ્ટે મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પારિતોષિક સમારોહ ૨૦૨૫ યોજાયો હતો, જેમાં કાજોલ તેની માતા તનુજા સાથે હાજર રહી હતી. આ સમારોહમાં કાજોલે પત્રકારોને મરાઠી અને અંગ્રેજીમાં ઉત્તર આપ્યા હતા, જેને લીધે આ વિવાદ વકરી ગયો હતો. આમ છતાં પત્રકારોએ જ્યારે ેતને (કાજોલને) પ્રશ્નનો ઉત્તર હિન્દીમાં આપવા જણાવ્યું ત્યારે તે ભડકી ગઈ હતી અને કહ્યું હતું કે 'અભી મેં હિન્દી મેં બોલું? જિસકો સમજતાના હૈ વો સમજ લેંગા'
આ ઘટનાને આવરી લેતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો છે. જેના પર નેટિઝન્સ તેમની નિરાશા વ્યક્ત કરી રહ્યાં છે. અને અભિનેત્રીને તેની પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા યુઝરે ટિપ્પણી કરી કે 'હિન્દી સે અભિનેત્રી બની વર્ના પતા નહીં કહાં હોતી.... અબ મરાઠી બોલકટ નેતા બન રહી હૈ. ડિસગ્રેસફૂલ.
જો તેને (કાજોલને) હિન્દી ભાષામાં બોલવામાં અસ્વસ્થા અને શરમ લાગે છે તો તેણે બોલીવૂડ હિન્દી ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દેવુ જોઈએ. તેણે તેના બેવફા ધોરણો છોડી દેવા જોઈએ. અન્ય એક યુઝરે લખ્યું: 'કેમ ભૂલી જાય છે કે ભારતીય સિનેમા અને હિન્દી પિલ્મોએ તેની શરૂઆત કરી આપી હતી. અને એક ભાષા માટે પક્ષપાત કેમ કર્યો? તેમણે બિન-હિન્દી ફિલ્મો કરવી જોઈતી હતી, જિનકો સમજાના ઔર દેકના હોતા ફિલ્મ વો દેખ લેતે,' એવું અન્ય એક યુઝરે લખ્યું.
મંગળવારે તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પણ શેર કર્યો, જેમાં આ ઘટનાની ઝલક આપવામાં આવી. ક્લિપ સાથે તેણે લખ્યું: 'મારી માતા એક સમયે જે સ્ટેજ પર ચાલતી હતી તે જ સ્ટેજ પર ચાલવું અને મારા જન્મદિવસ પર, એવું લાગતું નથી કે બ્રહ્માંડ મને યાદ કરાવે છે કે હું કયાંથી આવું છું.... અને હું હમેશાં કોને મારી સાથે રાખું છું.


