રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સમાં જ્હોન અબ્રાહમની એન્ટ્રી
- મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયા આત્મકથા 'લેટ મી સે ઈટ નાઉ' પર આધારિત ફિલ્મનું નિર્માણ રોહિત શેટ્ટી કરી રહ્યા છે. તેમાં રાકેશ મારિયાની કેન્દ્રસ્થ ભૂમિકા જ્હોન અબ્રાહમ ભજવવાના છે.
એક અભિનેતા તરીકે જ્હોન અબ્રાહમ એક ડિપેન્ડેબલ અદાકાર છે. 'ધ ડિપ્લોમેટ' પછી તેણે ઔર એક સચોટ ભૂમિકા માટે તૈયારી કરી લીધી છે. ફિલ્મસર્જક રોહિત શેટ્ટી સાથે આ પ્રોજેક્ટમાં કામ કરવા એ થનગ થનગન થઈ રહ્યો છે.
વાસ્તવિકતા એ છે કે ઘણાં લાંબા સમયથી મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાના જીવનકવન પર એક ફિલ્મ બનાવવાનું આયોજન થઈ રહ્યું હતું. આ ફિલ્મ પોલીસ કમિશનરની જીવની 'લેટ મી સ ઈટ નાઉ' પર આધારિત છે અને આ ફિલ્મનું નિર્માણ રોહિત શેટ્ટી કરી રહ્યા છે. તેમાં રાકેશ મારિયાની કેન્દ્રસ્થ ભૂમિકા જ્હોન અબ્રાહમ ભજવવાના છે. આ અંગે આંતરિક વર્તુળોએ જણાવ્યું છે કે 'જ્હોન અને રોહિત શેટ્ટી બાયોપિક પર કામ કરવાના છે તે વાત સાવ સાચી છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પર હજુ તો કામ આલી રહ્યું છે અને તેથી ઘણી વિગતો હજુ પણ ગુપ્ત રાખવામાં આવી છે. રોહિત શેટ્ટીને પોલીસની દુનિયા હંમેશા આકર્ષતી આવી છે. રાકેશ મારિયાનું જીવન ખૂબ નાટયાત્મક રહ્યું છે. ૧૯૯૩ના બોમ્બે બોમ્બ વિસ્ફાટો અને ૨૬/૧૧ના હુમલાખોરની તપાસ હોય કે અન્ડરવર્લ્ડ સાથેના તેમનો સંપર્ક હોય - આ સઘળું ડ્રામાથી ભરપૂર છે. આ ફિલ્મમાં બાન્દ્રામાં તેમનું બાળપણથી લઈને પોલીસ દળમાં જોડાયા અને અનેક હુમલાઓથી શહેરને સુરક્ષિત રાખવાની કામગીરી બજાવી અને તેમાં ચાવીરૂપ જવાબદારી સંભાળી જેવી અનેકવિધ કામગીરી બજાવી છે. આ બધી વાતો ફિલ્મમાં આવરી લેવામાં આવે તેવી શક્યતા છે.'
અહેવાલ મુજબ, રોહિત શેટ્ટીના પ્રથમ શેડયુલ દરમિયાન રાકેશ મારિયાના પોલીસ તરીકેના શરૂઆતના દિવસો પર કેન્દ્રીત કરાશે. મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્કવોર્ડ (એટીએસ) હેડકવાર્ટર દર્શાવતો સેટ બનાવાશે. મુંબઈના સ્થળોમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ડોંગરી અને તાજમહાલ પેલેસ હોટેલ, અન્ય સ્થળોનો પણ સમાવેશ થાય છે.
જ્હોન અબ્રાહમ અને રોહિત શેટ્ટીનું કોમ્બિન્ન્શન ઇન્ટરેસ્ટિંગ બની રહેવાનું છે તે તો નક્કી.