Get The App

જિજ્ઞાસા સિંહ : મેં કંઈ ટેલિવિઝન છોડયું નથી...

Updated: Nov 7th, 2024

GS TEAM


Google News
Google News
જિજ્ઞાસા સિંહ : મેં કંઈ ટેલિવિઝન છોડયું નથી... 1 - image


- ' વિરામ લેવો એ સાચો નિર્ણય હતો, પરંતુ મને કલ્પના નહોતી કે તે આટલો લાંબો ચાલશે. હવે હું ઓડિશન માટે જાઉં છું, પણ ત્યારે લોકો વારંવાર પૂછે છે કે શું મેં ટીવી છોડી દીધું છે ?'

જિજ્ઞાસા સિંહના જીવનમાં થોડી મુશ્કેલી અને મૂંઝવણ ઉદ્ભવી છે. આ અભિનેત્રીએ થોડા સમય માટે  ટેલિવિઝનથી દૂર થવું પડયું, જેનું કારણ હતું સ્વાસ્થ્ય સમસ્યા! પણ આ કારણે તેણે ટેલિવિઝન પરથી વિદાય લીધી એવી વાતો સંભળાવા માંડી અને ડિજિટલ મીડિયા પહોંચી એવું પણ કહેવામાં માંડયુ. જોકે જિજ્ઞાસાએ આગળ આવીને કહ્યું, 'મેં ટેલિવિઝન છોડયું નથી. હું ટેલિવિઝન પર કામ કરવા આતુર છું.'

જિજ્ઞાસા સિંહ ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી છે. 'થપકી પ્યાર કી' ટીવી શૉ ઝળકી ઘરે ઘરે જાણીતી બનેલી આ અભિનેત્રીએ ૨૦૨૨ના ફેબુ્રઆરી મહિનામાં આ શૉની સેકન્ડ સિઝન છોડી દીધી જેનું કારણ હતું- સ્વાસ્થ્ય. પહેલાં તો એમ જણાવાયું કે તેણે તો ટૂંકા ગાળાનો બ્રેક લીધો છે, પણ પછી તો તે ઈન્ડસ્ટ્રીમાંથી અદ્રશ્ય થઈ ગઈ, એવી વાતો વહેતી થઈ.

જોકે પોતાના નિર્ણય અંગે જિજ્ઞાસા સિંહ કહે છે, 'હું તો છેક ૨૦૧૩થી સતત કામ કરી રહી છું અને કુદરતી રીતે જ શારીરિક અને ભાવનાત્મક ઊંચાઈ અને નીચાણનો અનુભવ કરવો એ સ્વાભાવિક છે. મેં મારી જાત પર ખૂબ જ દબાણ કર્યું અને મારા સ્વાસ્થ્યની સુધ્ધાં અવગણના કરી. જેને કારણે હું થાકનો શિકાર બની. 'થપકી પ્યાર કી'માં મને એક પાત્ર ખૂબ જ ગમતું હતું, પણ મારા સ્વાસ્થ્યને કારણે તેને ન્યાય ન આપી શકી. હું કામ પર પાછી ફરી શકું, તે પહેલાં મારે મારી બાબતો પર વિચાર કરવા માટે સમયની જરૂર હતી.'

'હું મારા પ્રથમ પ્રેમ- ટેલિવિઝન પર પાછી ફરવા ખૂબ આતુર છું. જોકે તેને અંદાજ નહોતો કે તેનો વિરામ લગભગ બે વર્ષ સુધી લંબાશે. આ અંગે જિજ્ઞાસા કહે છે, 'વિરામ લેવો એ સાચો નિર્ણય હતો, પરંતુ મને આશા નહોતી કે તે આટલો લાંબો ચાલશે. હવે હું ઓડિશન માટે જાઉં છું, પણ  ત્યારે લોકો વારંવાર પૂછે છે કે શું મેં ટીવી છોડી દીધું છે અને વેબ પર શિફટ ગઈ ગઈ છે. વાસ્તવમાં આવું કશું જ નથી. હું સ્પષ્ટ કરવા માગું છું કે મેં ટેલિવિઝન છોડયું નથી અને હું મારા પ્રથમ પ્રેમ ટેલિવિઝન પર પાછી ફરવા આતુર છું અને હું તેના માટે આભારી છું. મને જે પ્રેમ અને માન્યતા  પ્રાપ્ત થઈ છે તેથી એવી ભૂમિકા માટે હજુય ખુલ્લી છું- તેને આવકારું છું. જે મારી સાથે પડઘો પાડી છે. પછી ભલે ને તે અન્ય કોઈ માધ્યમ હોય', એમ તેણે જણાવ્યું હતું.

કાયમી છાપ ઊભી કરવા માટે મને માત્ર એક સારા શૉની જરૂર છે.

જિજ્ઞાસાએ દોઢ વર્ષમાં ત્રણ પ્રોજેક્ટ સાઈન કર્યા હતા, પરંતુ એક પણ આકાર ન પામ્યો. આ ત્રણ શૉમાં 'નજર', 'શક્તિ- અસ્તિત્વ કા અહસાસ' અને 'દેવ' છે. આ સંદર્ભે જિજ્ઞાસા કહે છે. 'બે વર્ષમાં મેં ત્રણ શો સાઈન કર્યા, પણ તે આગળ ન વધ્યા. હું રૉલ સ્વીકારવા માટે ઘણી સિલેકટીવ રહી છું કેમ કે હું મારી જાતને રિપિટ કરવા નથી માગતી અથવા તો કોઈ સ્ટિરિયોટાઈમ પાત્રો સ્વીકારવા નથી ઈચ્છતી.' આ માટે તો મને એક માત્ર સારા શૉ જોઈએ છે, જેના થકી હું મારા દર્શકો પર અમીટ છાપ પાડી શકું', એમ જિજ્ઞાસા સિંહે ઉમેર્યું હતું.

Tags :