Get The App

જેનિફર લોપેઝ : એનઆરઆઈ વેડિંગથી લઈને એન્ટરટેઇનમેન્ટ અવોર્ડ સુધી

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
જેનિફર લોપેઝ : એનઆરઆઈ વેડિંગથી લઈને એન્ટરટેઇનમેન્ટ અવોર્ડ સુધી 1 - image

બહુપ્રતિભાશાળી પરફોર્મર અને પોતાની આગવી કેડી કંડારનાર જેનિફર લોપેઝ તાજેતરમાં એક એનઆરઆઈ વેડિંગમાં પર્ફોર્મ કરવા માટે ઉદયપુર આવી હતી. તે વખતે સોશિયલ મિડીયા પર ભારતીયો ગાંડા ગાંડા થઈ ગયા હતા. જેલિફરને આ વર્ષનો ઈક્વિટી ઈન એન્ટરટેનમેન્ટ એવોર્ડ આપવામાં આવશે. 

સાઉથ અમેરિકન માતાપિતાને ત્યાં ન્યુ યોર્કમાં જન્મેલી જેનિફર લોપેઝના વૈશ્વિક સ્ટારડમ સુધીના ઉદયની વાર્તા દ્રઢ નિશ્ચય, કલા અને પ્રભાવની છે. દાયકાઓ દરમ્યાન જેનિફર એક ડાન્સર અને અભિનેત્રી તરીકે, એક પાવરહાઉસ ટેલેન્ટ તરીકે આદર પામી છે. એની કરીઅરમાં એની વર્સેટાલિટી અને પ્રતિબદ્ધતાનો પડઘો પડે છે. 

૨૦૧૬માં સૌ પ્રથમવાર રજૂ થયેલા ઈક્વિટી ઈન એન્ટરટેનમેન્ટ એવોર્ડ દ્વારા ઉદ્યોગમાં ઓછુ પ્રતિનિધિત્વ મળ્યું હોય તેમની પસંદગી કરવામાં આવે છે. આ વિશિષ્ટ યાદીમાં લોપેઝની સમાવિષ્ટતા ખાસ કરીને લેટિનો સમુદાયને આનંદિત કરનારી બાબત છે. 

'સેલેના' જેવી ગ્રાઉન્ડબ્રેકિંગ ફિલ્મમાં અભિનય કરવાથી લઈને પોતાની કંપની દ્વારા સર્વસમાવેશક પ્રોજેક્ટો બનાવીને લોપેઝે સતત વ્યાપક સાંસ્કૃતિક પ્રતિનિધિત્વ માટે કાર્ય કર્યું છે. વાર્ષિક વુમેન ઈન એન્ટરટેનમેન્ટ નામની યાદીમાં ઉદ્યોગની સૌથી પ્રભાવશાળી મહિલા અગ્રણીઓને સ્થાન આપવામાં આવે છે. જે-લોનું આ યાદીમાં હોવું પણ એક મહત્ત્વની બાબત છે. 

વિશ્વના સૌથી મોટા મંચ પર પરફોર્મ કરવાનું હોય કે પછી નવા લેખકોને વાચા આપતા કોન્ટેન્ટને પ્રોડયુસ કરવાના હોય, લોપેઝ સર્જન દ્વારા પરિવર્તન રચવા આતુર રહી છે.