Get The App

જેનિફર કોનેલી ચાઈલ્ડ સ્ટારથી સ્ક્રીન આઈકન

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
જેનિફર કોનેલી ચાઈલ્ડ સ્ટારથી સ્ક્રીન આઈકન 1 - image


જેનિફર કોનેલીની કારકિર્દી એવી છે જે દાયકાઓ અને શૈલીઓમાં ફેલાયેલી છે, અને છતાં હોલીવૂડની સ્પોટલાઈટની આંજી નાખતી રોશની હેઠળ શરૂઆત કરનાર માટે તે તાજગીભરી જ લાગે છે. ફિલ્મી દુનિયામાં કોનેલીએ ૧૯૮૪માં સર્ગિયો લીઓનની એપિક 'વન્સ અપોન એ ટાઈમ ઈન અમેરિકા'માં ડેબ્યુ કર્યું જેમાં તેણે એલિઝાબેથ મેકગવર્નના પાત્રની યુવા આવૃત્તિનું તેની વય કરતા વધુ પરિપકવતાથી ચિત્રણ કર્યું. પણ તેને સફળતા મળી ૧૯૮૬માં જિમ હેન્સનની કલ્ટ ફેન્ટેસી ક્લાસીક 'લેબીરીન્થ'થી, જેમાં સારાહ વિલિયમ્સ તરીકે તેનું ચિત્રણ તેના પોપ કલ્ચરના સ્મરણમાં કાયમ માટે અંકિત થઈ ગયું. ભૂત-પ્રેતો, જાદુ અને ડેવિડ બોવીના ભૂતિયા રાજાની યાદગાર ઉપસ્થિતિભરી એક અવાસ્તવિક દુનિયામાં વિચરતી ટીનેજ હીરોઈન તરીકે કોેનેલી દર્શકોની એન્કર બની ગઈ. 

ઈર્ષ્યા ઉપજાવે એવો બાયોડાટા હોવા છતાં કોનેલીના મનમાં એક એવી ઈચ્છા છુપાયેલી હતી જેનો સંબંધ ફિલ્મી સેટ અથવા રેડ કારપટે  સાથે નહોતો. તેને અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરવો હતો. ૧૯૮૮માં તેને યેલ યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો ત્યારે તેને ફિલ્મી પટકથાઓના સ્થાને શેક્સપીઅરમાં રસ પડયો. 

એ કહે છે કે એક સમય એવો હતો જ્યારે તેને અભિનય ચાલુ રાખવાની ઈચ્છા નહોતી. તેને એમાં સંતોષની લાગણી નહોતી થતી. હું મારી ઈચ્છા મુજબ કરવાનો પ્રયાસ કરુ તો શું થાય, તેને અન્ય લોકો માટે કરેલા કાર્યોથી અલગ કરવાની સતત સભાન પ્રક્રિયા ચાલુ હતી.

 આજે જેનિફર કોનેલી વિના હોલીવૂડની કલ્પના કરવી અશક્ય છે. તેના પરફોર્મન્સમાં અસહાયતા અને શક્તિનું દુર્લભ મિશ્રણ છે, તેની કારકિર્દી પુન:શોધ અને અડગતાનું પ્રતીક છે. છતાં રમકડાના ઘોડા પર બેઠેલી કોનેલીના એક વિચિત્ર દેખાતા પોસ્ટરે તેની દિશા બદલી નાખી તે વિચાર કરવો જ અભૂતપૂર્વ છે. કોનેલીએ પોતાની શરતે અભિનય ક્ષેત્રમાં ચાલુ રહેવાનું નક્કી કર્યું. અને તેથી જ દાયકાઓ દરમ્યાન દર્શકોને એક બાળ કલાકારને ઓસ્કર વિજેતા પાવર હાઉસ તરીકે વિકસતી જોવાની તક મળી, એક એવી સફર જે કોઈપણ ફિલ્મ કરતા પણ વધુ આકર્ષક રહી છે.  

Tags :