Get The App

જેનિફર એનિસ્ટોન: પ્રેમમાં પડવાની કોઈ વય હોતી નથી

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
જેનિફર એનિસ્ટોન: પ્રેમમાં પડવાની  કોઈ વય હોતી નથી 1 - image

હોમા વર્ષે જેનિફર એનિસ્ટન ખુશીથી છલકી રહી છે, અને આ વખતે તેની ચમકનું કારણ છે પ્રેમ.  'ફ્રેન્ડ્સ'ની ઈ લોકપ્રિય સ્ટારે સ્વાસ્થ્ય લેખક અને સંમોહન વિશેષજ્ઞા જિમ કર્ટિસ સાથે પોતાની રિલેશનશીપની સોશિયલ મીડિયા પર પુષ્ટી આપી છે. 

જેનિફરે સોશિયલ મીડિયા પર જિમ સાથેની એક તસવીર પણ શેર કરી. કેપ્શનમાં તેણે લખ્યું: હેપી બર્થડે માય લવ. 

અહેવાલો મુજબ બંને જણા છેલ્લા કેટલાક મહિનાઓથી ડેટિંગ કરી રહ્યા હતા. એનિસ્ટન માને છે કે જિમ સાથે તેનો સંબંધ પ્રમાણિક અને સૌમ્ય છે. તેમનો સંબંધ હોલિવુડના ગ્લેમર પર નહિ પણ સહિયારા મૂલ્યો પર ઊભો છે.

ફેબુ્રઆરી ૧૯૬૯માં લોસ એન્જલસમાં જન્મેલી જેનિફર એનિસ્ટન કર્ટિસ કરતા સાત વર્ષ મોટી છે. કપલના મિત્રોએ જણાવ્યું કે વયમાં તફાવતનો તેમના સંબંધ પર કોઈ પ્રભાવ નથી. 

તેમનો સંબંધ પણ કોમન ફ્રેન્ડ્ઝને કારણે પાંગર્યો. જેનિફર તો પહેલેથી આત્મજાગૃતિ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં જિમના કાર્યોથી વાકેફ હતી. પ્રતિષ્ઠિત સંમોહન ચિકિત્સક અને લેખક કર્ટિસ ઉપચાર અને વ્યક્તિગત પરિવર્તન બાબતે તેના સ્નેહાળ અભિગમ માટે જાણીતો છે. જિમ જીવનમાં આવ્યો તે પછી જેનિફર થોડી ધીમી પડી છે. એ હવે શાંત, અર્થસભર પળો માણવાનું શીખી ગઈ છે.

એક મુલાકાતમાં કર્ટિસે ૪૨ વર્ષે કેવી રીતે પ્રેમ મળી શકે તેવો સવાલ પૂછનારને વિચારપ્રેરક જવાબ આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે પ્રેમ હાંસલ કરવાનો અભિગમ બાવીસ અને ૩૨ વર્ષે સમાન જ હોય છે, પણ વધતી વય સાથે તેમાં વધુ આત્મવિશ્વાસ, અનુભવ અને પ્રામાણિકતા ઉમેરાતાં જાય છે. કર્ટિસના આ શબ્દોમાં જેનિફર એનિસ્ટનની અંગત સફરનો પડઘો પડે છે.

કર્ટિસે ઘણી વાર જણાવ્યું છે કે કોઈપણ અર્થસભર સંબંધમાં સ્વજાગૃતિ આધારસ્તંભ હોય છે. બહાર નીકળો, પ્રેમનો સ્વીકાર કરવા તૈયાર રહો, સ્મિત વેરો અને લોકો સાથે સંબંધ રાખો અને સૌથી મહત્વનું તમને પોતાને પ્રેમ કરો.

એક અન્ય પ્રેરક સંદેશમાં જિમ કર્ટિસે લખ્યું હતું કે લોકો ક્યારેક ભૂતકાળના પ્રેમની યાદમાં રમમાણ રહેતા હોય છે. પ્રેમ કરવાનો ખરો સમય વર્તમાન છે. 

જેનિફર અને જિમ કર્ટિસ બંને માટે આ અભિગમ તેમના રોમાન્સને વ્યાખ્યાયિત કરે છે. ભૂતકાળના અફસોસમાં નહીં, ભાવિના ભયમાં પણ નહીં, બલકે અસલી પ્રેમ તો વર્તમાનમાં જ  અનુભવવાનો હોય છે.