૫૬વર્ષની વયે પણ જેનિફર એનિસ્ટન તેના શાશ્વત સૌંદર્ય અને સરળ આકર્ષણ સાથે દર્શકોને મોહિત કરતી રહી છે. 'ફ્રેન્ડ્સ'માં તેના હેરકટ્સના કારણે ખૂબ ટ્રન્ડ્સ સર્જાયા હતા.
એક પ્રામાણિક મુલાકાતમાં, એનિસ્ટને વધતી વય વિશે પોતાના વિચારો શેર કર્યા. તે માને છે કે સૌંદર્ય ફક્ત બાહ્ય જાળવણીથી નહીં પણ પોઝિટિવ માનસિકતાથી શરૂ થાય છે. એનિસ્ટન સ્પષ્ટતા કરે છે 'મારી પાસે આશાવાદ અને સકારાત્મકતાનો અનંત ભંડાર છે. તમે તેને યુવાની કહી શકો. પરંતુ હું માનું છું કે બધું આપણે આપણા શરીરની કેવી પ્રશંસા કરીએ છીએ તેનાથી આપણે આત્મસ્વીકારની શરુઆત થાય છે. એનિસ્ટનના શબ્દો એક તાજગીભર્યું સત્ય રજૂ કરે છે: યોગ્ય રીતે મોટા થવાનો અર્થ તેનો પ્રતિકાર કરવાનો નથી,પણ પ્રેમ અને આત્મવિશ્વાસ સાથે સ્વીકાર કરવામાં રહેલો છે.
એનિસ્ટન માને છે કે સ્વ-સ્વીકૃતિ શાશ્વત સૌંદર્યનો પાયો છે. જીવનના તમામ તબક્કે પોતાના મન અને શરીરનો સ્વીકાર કરીને એનિસ્ટને યુવા ઊર્જા સાથે સકારાત્મકતા અને આશાવાદનું મિશ્રણ કર્યું છે. એનિસ્ટન માને છે કે આંતરિક તેજ બાહ્ય સૌંદર્યમાં પ્રતિબિંબિત થાય છે. તે માને છે કે સન્માનજનક રીતે વયસ્ક થવાનો અર્થ છે પોતાના શરીરની ટીકા કરવાને બદલે સમગ્ર જીવનનની સફરનો આદર કરવો. અલબત્ત, શરીરની સંભાળની ઉપેક્ષા નહીં જ કરવાની. એનિસ્ટન નિખાલસતાથી કબૂલ કરે છે કે તેણે ફેશિયલ, લેસર અને અન્ય સૌંદર્યલક્ષી સારવાર અપનાવી છે. એનિસ્ટન રમૂજમાં જણાવે છે કે મેં એક મામલે સતર્ક રહું છું કે હું મારા સફેદ થતા વાળને મારા પર હાવી નથી થવા દેતી. સૌંદર્યલક્ષી રૂટિન સાથે આવતા આત્મવિશ્વાસને માણીને કુદરતી રીતે વધતી વયનો આનંદ લેવો.
એનિસ્ટનના મતે શાન સાથે વયસ્ક થવાની ક્રિયા કોઈ સખત ધોરણ નથી પણ ઐ એક બહુઆયામી આદત છે. એ કહે છે કે આપણે શાશ્વત યુવાનીનો પીછો કરવાનો નથી. કોઈપણ વયે આત્મવિશ્વસ અને ખુશાલી કેળવવાનો છે. જેનિફર એનિસ્ટન તેની નેવુંના દાયકાની પ્રભાવશાળી શૈલીથી લઈને તેની અંકાઈ ગયેલી હોલીવૂડ છબી સુધી આત્મવિશ્વાસ, સકારાત્મકતા અને વિચારશીલ જાળવણીના મિશ્રણનું ઉદાહરણ છે. એનિસ્ટનની કહાની સાબિત કરે છે કે ખરી સુંદરતા સમયથી મર્યાદિત નથી, પણ તે સ્વ-પ્રેમ, શિષ્ત અને પ્રત્યેક તબક્કાનો શાલિનતાથી સ્વીકાર કરવામાં રહેલી છે.


