Get The App

અય્યો... જાન્હવી કપૂરનાં ઉચ્ચારણોએ વિવાદ સર્જ્યો

Updated: Oct 10th, 2025

GS TEAM

Google News
Google News
અય્યો... જાન્હવી કપૂરનાં ઉચ્ચારણોએ વિવાદ સર્જ્યો 1 - image


- મનોરંજનના નામે મૌલિકતાનો ભોગ લેવાયો

મલયાલી ઈન્ફ્લ્યુઅન્સરો  સૌથી વાચાળ ટીકાકાર તરીકે સામે આવ્યા છે. જાન્હવીએ મલયાલમ સંવાદોમાં છબરડો વાળ્યો હોવાનું ઉજાગર કરતા તેમના વીડિયો ફિલ્મ પ્રોડયુસરો મેડોક ફિલ્મ્સના કોપીરાઈટ આરોપ પછી કાઢી નાખવામાં આવતા વિવાદ વધુ વકર્યો છે

જહાન્વી કપૂરની લેટેસ્ટ ફિલ્મ 'સની સંસ્કારી કી તુલસી કુમારી' અત્યારે થિયેટરમાં ટકી રહેવાનો સંઘર્ષ કરી રહી છે, જ્યારે બીજી બાજુ, જ્હાન્વીની આગલી ફિલ્મ  'પરમ સુંદરી'માં પ્રાદેશિક ઓળખ વિશે બોલિવુડમાં વાંરવાર દર્શાવાતો પૂર્વગ્રહ ઝંઝાવાતનું કેન્દ્ર બની ગયોયું છે. વિડંબના એ છે કે ફિલ્મના કથાનકમાં જહાન્વીનું પાત્ર સિદ્ધાર્થ મલ્હોત્રા દ્વારા ભજવાયેલા પરમને દક્ષિણ ભારતની વૈવિધ્યતા બાબતે શિક્ષણ આપે છે, પણ સ્ક્રીનની બહાર, આ કલાકારને પોતાને જ તેના અશુદ્ધ ઉચ્ચારણો અને વ્યંગાત્મક રજૂઆત માટે મલયાલી દર્શકો, ટીકાકારો અને ઈન્ફ્લ્યુએન્સરો દ્વારા ઠપકો મળી રહ્યો છે.

જાન્હવીના ઉચ્ચારણ સામે સવાલ

મલયાલી ઈન્ફ્લ્યુઅન્સરો  સૌથી વાચાળ ટીકાકાર તરીકે સામે આવ્યા છે. કપૂરે મલયાલમ સંવાદોમાં છબરડો વાળ્યો હોવાનું ઉજાગર કરતા તેમના વીડિયો ફિલ્મ પ્રોડયુસરો મેડોક ફિલ્મ્સના કોપીરાઈટ આરોપ પછી કાઢી નાખવામાં આવતા વિવાદ વધુ વકર્યો છે. 

જાન્હવી કપૂરનો બચાવ

પ્રચાર માધ્યમો સાથે વાર્તાલાપ દરમ્યાન જાન્હવી કપૂરે પોતાના પરફોર્મન્સનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો અને સ્પષ્ટતા કરી કે તેનું પાત્ર અડધું તમિળ અને અડધુ મલાયાલી છે.  

 કાસ્ટિંગ અને રજૂઆત

 શું વિશિષ્ટ ઓળખ સાથે સંકળાયેલાં પાત્રો એ જ સમુદાયના કલાકારોને સોંપવા જોઈએ? કાસ્ટિંગ દિગ્દર્શક આદિત્ય સુરાના આ બાબતે સંતુલિત અભિપ્રાય આપે છે. તેઓ કબૂલ કરે છે કે કલાકાર તેના પાત્રના જ સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલા હોય તેવી મૌલિકતાથી કથાનક વધુ સમૃદ્ધ બને છે. 

પૂર્વ તૈયારીના અભાવની બોલિવુડની જૂની બીમારી

કેટલાક આલોચકનો મતે આ સમગ્ર વિવાદમાં બોલિવુડના ક્ષતિયુક્ત વલણનું પ્રતિબિંબ પડે છે. તેમણે નોંધ કરી કે કોઈપણ ટીકાકાર જહાન્વી કપૂરને ઉતારી નથી પાડતો, તેનાથી વિપરીત તેને બુદ્ધિશાળી, તેજસ્વી અને વિવિધ રોલની ઝંખના ધરાવતી અભિનેત્રી તરીકે વર્ણવી છે. પણ આલોચકો ખાસ નિર્માણમાં પદ્ધતિસરની લાપરવાહી પ્રત્યે આંગળી ચીંધે છે.

ટીકાકારો સવાલ ઉઠાવે છે કે વિશાળ બજેટ ધરાવતી ફિલ્મો શા માટે ઉચ્ચારણ નિષ્ણાતોને પ્રાથમિકતા નથી આપતા? તેમના મતે એકલા કેરળમાં જ કોચીથી લઈને એલેપ્પી તેમજ પલક્કડ સુધી અનેક પ્રકારના ઉચ્ચારણો પ્રચલિત છે. જો કપૂરનું પાત્ર અર્ધ તમિળ  અને અર્ધ મલયાલી હતું, તો તેના ઉચ્ચારણોમાં આવા મિશ્રણનું પ્રતિબિંબ હોવું જોઈએ. તેના સ્થાને જહાન્વીના પરફોર્મન્સમાં એકપણ સંસ્કૃતિનો પડઘો નહોતો પડતો અને પરિણામે તેનો પરફોર્મન્સ કૃત્રિમ બની ગયો.

ફિલ્મો માત્ર મનોરંજન માટે હોવાથી આવી બાબતોની અવગણના કરવી જોઈએ તેવી બોલિવુડની દલીલો પણ આલોચકો ફગાવે છે. તેમના મતે મલાયાલી સિનેમાએ સતત સાબિત કર્યું છે કે મૌલિકતા અને મનોરંજન સહઅસ્તિત્વ ધરાવી શકે. તો પછી બોલિવુડે શા માટે મુખ્ય પ્રવાહની અપીલના સ્વાંગ હેઠળ કાર્ટૂન જેવા ચિત્રણોથી સંતોષ માનવો જોઈએ?

વ્યાપક સાંસ્કૃતિક ચર્ચા

પેન ઈન્ડિયા ફિલ્મો તેમજ દક્ષિણ ભારતીય સિનેમા સમગ્ર દેશમાં જ્યારે અસાધારણ લોકપ્રિયતા હાંસલ કરી રહ્યા છે ત્યારે દર્શકો મૂક ઉપભોક્તા નથી રહ્યા. તેઓ તાત્કાલિક અપ્રમાણિકતા ઓળખી શકે છે અને સોશિયલ મીડિયા તેમના અવાજને વધુ બુલંદ કરે છે. દાયકા અગાઉ જે ટીકાની અવગણના થઈ શકી હોત તે હવે રાષ્ટ્રીય ચર્ચા જગાવી શકે છે.

જહાન્વી કપૂર સામે નવા પડકાર

જાન્હવી કપૂર માટે આ પ્રત્યાઘાત પડકાર અને તક બંને છે. ભલે આલોચકોએ તેની પૂર્વતૈયારી અને મૌલિકતા બાબતે સવાલ ઉઠાવ્યા હોય, પણ ઘણાએ તેની જોખમો ઉઠાવવાની અને બહુસ્તરીય ભૂમિકા નિભાવવાના પ્રયાસની કદર પણ કરી છે. જહાન્વી કપૂર માટે આ ઘડી મહત્વની છે, શું તેને ટીકાની અવગણના કરનારી અભિનેત્રી તરીકે યાદ કરાશે કે પછી આગામી ભૂમિકામાં પડકાર સ્વીકારીને પરફોર્મન્સ સુધારનાર કલાકાર તરીકે તેની ગણના થશે? 

Tags :