જેકી શ્રોફ એક હૃદયસ્પર્શી અને ઋજુ કલાકાર તો છે. સાથોસાથ તેણે અભિનય કારકિર્દીના ચાર દાયકા પૂરા કર્યા છે અને આજે પણ તે એક વ્યસ્ત અદાકાર તરીકે તેમના જીવનના આ તબક્કામાં અત્યંત વ્યસ્ત અને ખેલદિલ છે. આ ગુણો કંઈ એમને એમ નથી આવતા, એ માટે તો તપસ્યા કરવી પડે છે- ટકી રહેવું પડે છે અને પ્રશંસકો અને લોકોના દિલ જીતવા પડે જ છે ત્યારે જ આવી સફળતા મળે છે- સતત કામ મળતું રહે છે.
જેકી શ્રોફની આ વર્ષે 'હાઉસફુલ-૫' અને 'તન્વી ધ ગ્રેટ' રિલિઝ થઈ અને હવે તો એક વેબ સીરિઝ પણ તૈયાર થઈ રહી છે. ૬૮ વર્ષના આ અદાકાર માટે કારકિર્દી ધીમી પડવાના કોઈ સંકેત દેખાતા નથી. જેકી શ્રોફને આટલા લાંબા અરસા સુધી સુસંગત રહેવાનું કારરણ પૂછો તો તે સ્પષ્ટ શબ્દોમાં કહે છે, 'મને તો ખબર જ નથી (કોઈ રહસ્ય છે કે નહીં) હું એ જ કામ કરી રહ્યો છું જે હું પહેલા કરતો હતો. પહેલાં હું વર્ષમાં ત્રણ ફિલ્મ કરતો હતો. હું હજુ પણ એટલી જ ફિલ્મ કરું છું. એકમાત્ર, જે વસ્તુ બદલાઈ છે તે એ છે કે હું પહેલા પડદા પર ગીતો ગાતો હતો અને હવે જો કોઈ ફિલ્મ નિર્માતા મને આવી તક સાથે તોે જ હું તે કરું છું. મને અભિનય કરવામાં આનંદ મળે છે - મજા આવે છે. મને વિભિન્ન ટેકનિશિયનો દ્વારા સંભાળવામાં આવે છે, તે મને ગમે છે. આ મારું કામ છે.' જેકી શ્રોફ તેની આ લાંબી આવરદાનું શ્રેય વર્ષોથી અપરંપરાગતા ભૂમિકાને અપનાવવાને આપે છે. જે તેને લાગે છે કે તેનો યુએસપી રહ્યો છે. 'શરૂઆતથી જ મેં એવી ભૂમિકા પસંદ કરી છે જે અન્ય લોકો કરવા માગતા નહોતા. મને તો આ માટે બાફરા મળવો જોઈએ,' એમ કહી જેકી કટાક્ષી કરે છે. કોઈ પણ કલાકાર અરણ્ય કાંદમ (૨૦૧૦) અથવા તો દેદાસમાં (૨૦૦૨) ચુન્નીભાઈની ભૂમિકા ભજવવા તૈયાર જ નહોતું.
લોકો કહે છે, 'ટાઈટલ રોલ તો દેવદાસ કા હૈ', પર ક્યાં હો ગયા ઈસસે? લોકો શાહરૂખ ખાન સાથે એક્ટિંગ કરતા ડરતાં હતા, પણ મને ખબર છે કે જો હું ફ્રેમમાં ઊભો રહીશ, તો હું જરૂર દેખાઈશ.
જેખી શ્રોફ મોટી ફિલ્મોમાં તેનું સ્થાન પણ જાણે છે. 'હું મારી મર્યાદા જાણું છું, હું કાવતરાં કે યોજના બનાવતો નથી. મારી હાજરી મારી પ્રામાણિકતા, મારા શિસ્તનો ઉપયોગ કરો. મારી સાથે કોઈ ઢોંગ ન કરો. હું તેને પણ આ રીતે જ કહીશ : હું ડેથ સિકવન્સમાં મરતો નથી,'


