Get The App

નીડર પત્રકારની ભૂમિકા ભજવવાની મજા જ કંઈ ઓર છે

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
નીડર પત્રકારની ભૂમિકા ભજવવાની મજા જ કંઈ ઓર છે 1 - image

રાશિ ખન્ના  

ફિલ્મ: ધ સાબરમતી રિપોર્ટ

૨૦૨૪માં રિલીઝ થયેલી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટમાં રાશિ ખન્નાએ અમૃતા ગિલ નામની એક પત્રકારની ભૂમિકા ભજવી હતી. જેમાં એક દુખદ ઘટના સાથે જોડાયેલા સત્યને બહાર લાવવાના પ્રયાસ કરતી દર્શાવામાં આવી  હતી. તેને આ રોલ માટે આલોચકોની પ્રશંસા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે વિક્રાંત મૈસી મુખ્ય રોલમાં હતો. 

આલિયા ભટ્ટ 

ફિલ્મ: રોકી ઓર રાની કી પ્રેમ કહાની

૨૦૨૩માં  રિલીઝ થયેલી ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાનીમાં આલિયા ભટ્ટે બંગાળી મીડિયાકર્મી રાની ચેટર્જીનો રોલ કર્યો હતો. તે બંગાળી ન્યૂઝ એન્કરની ભૂમિકા ઇમાનદારી સાથે નિભાવ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ લીડ ભૂમિકામાં હતો.

અનુષ્કા શર્મા 

ફિલ્મ: પીકે

૨૦૧૪માં  રિલીઝ થયેલી આમિર ખાનની ફિલ્મ પીકેમાં અનુષ્કા શર્મા જગ્ગુ નામની એક સાહસી પત્રકારની ભૂમિકામાંજોવા મળી હતી. 

ભૂમિ પેડનેકર 

ફિલ્મ: ભક્ષક

ભૂમિ પેડનેકરે ફિલ્મ ભક્ષકમાં એક નીડર પત્રકારનો રોલ કર્યો હતો. 

કરીના કપૂર  

ફિલ્મ: સત્યાગ્રહ

૨૦૧૩માં રિલીઝ થયેલી પોલિટિકલ એકશન ડ્રામા  ફિલ્મ સત્યાગ્રહમાં કરીના કપૂરે યાસ્મીન અહમદ નામની એક આંતરાષ્ટ્રીય પત્રકારની ભૂમિકા ભજવી હતી. જેનું  પાત્ર સમાજિક બદલાવ માટે લોકોને સંગઠિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવતી જોવા મળી હતી. પ્રકાશ ઝાના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં કરીના કપૂરના અભિનયના વખાણ થયા હતા. 

રાણી મુખર્જી 

ફિલ્મ: નોવન કિલ્ડ જેસિકા

૨૦૧૧માં રિલીઝ થયેલી નો વન કિલ્ડ જેસિકા ફિલ્મ જેસિકા લાલ મર્ડર કેસ પરથી બનેલી સત્યઘટના પર આધારિત હતી. જેમાં રાણી મુખર્જીએ એક નિડર પત્રકાર મીરા ગૈટીનો રોલ કર્યો હતો. જે જેસિકા લાલ હત્યાકાંડના ન્યાય માટે  સતત પ્રયાસ કરતી દર્શાવામાં આવી હતી.