Get The App

ઈબ્રાહિમ અલી ખાન હા, મને શાનદાર ફિલ્મી વારસો મળ્યો છે

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
ઈબ્રાહિમ અલી ખાન હા, મને શાનદાર ફિલ્મી વારસો મળ્યો છે 1 - image

- ઈબ્રાહિમની નજર હવે પોતાની આગામી ફિલ્મ 'દિલેર' પર છે. બોલિવુડમાં પોતાનો માર્ગ તૈયાર કરવા માટે અને પોતાના વારસાને આગળ ધપાવવા એ તૈયાર તો છે, પણ... 

'વડ તેવા ટેટા,  બાપ  દતેવા બેટા'  આ  વર્ષો  જૂની  કહેવતને  સૈફ અલી ખાનના પુત્ર  ઈબ્રાહિમ   અલી ખાન  ચરિતાર્થ  કરે એવું લાગી રહ્યું છે. ઈબ્રાહિમ  અલી ખાનની 'દિલેર' નામની  ફિલ્મ આવતા વરસે રિલીઝ થશે. વર્ષોથી  ઈબ્રાહિમને  તે તેના  પિતા સૈફ અલી ખાન  જેવો જ લાગે છે, એવું કહેવામાં આવતું હતું. આ એક પ્રશંસા જેણે તેની પોતાની  ઓળખની  ભાવનાને  પણ પ્રભાવિત કરી છે.

ઘણા લોકોએ મને કહ્યું  છે કે હું તદ્ન  મારા પિતા જેવો દેખાઉં છું.  જ્યારે સતત   તમને આવું કહેવામાં આવે ત્યારે તે તમારા માટે એક ધોરણ કે માપદંડ બની જાય છે.  તમે વધુને વધુ   તેમના  જેવા બનવા માગો છો, આ વાત ઈબ્રાહિમે   તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં  સ્વીકારી છે.

વાસ્તવમાં   સૈફ અલી ખાનની કારકિર્દી  તો બહુમુખી   અને ઘણા ચડાવઉતારથી ભરેલી  છે. આ બાબત ભારતીય  ફિલ્મોમાં  એક વ્યાપકપણે  માપદંડ તરીકે ગણવામાં આવે છે. 'ઓમકારા (૨૦૦૬) થી  માંડીને  'બિઈંગ સાઈરસ', 'લવ આજકલ', 'કુરબાન' , ' આરક્ષણ', 'સિક્રેડ ગેમ્સ' જેવી    ફિલ્મો  સૈફ અલી  ખાનની  કારકિર્દી ને વ્યાખ્યાતિત  કરે  છે.  આ  ફિલ્મોમાં તેના અભિનયથી  માંડીને  સૈફે સતત   કંઈક નવું  આપવાનો પ્રયત્ન  કર્યો  છે અને એ દ્વારા  તે પ્રેક્ષકોનો મનગમતો   હીરો પણ  બન્યો છે. એક શુદ્ધ  અને પ્રભાવશાળી  કલાકાર તરીકે  તેણે પ્રતિષ્ઠા   પણ મેળવી છે.

ઈબ્રાહિમ  જે પોતાના પિતાના ખૂબ જ વખાણ કરે છે તે સૈફની સફરને પ્રેરણા  અને ખાતરી એમ બંને તરીકે જુએ છે. 'મને  લાગે  છે કે  મારા  પિતા એક અદ્ભૂત  અભિનેતા  છે.... તેઓ ે તો એક બહુમુખી  કલાકાર છે. આવા અભિનેતા  બનવા તેમણે ઘણી  ફિલ્મોમાં  પણ કામ કર્યું.  એમ ઈબ્રાહિમે ઉમેર્યું.

ઈબ્રાહિમ  અત્યારે   'દિલેર'  ફિલ્મ માટે  તૈયારી કરી રહ્યો છે. બોલીવૂડમાં   પોતાનો માર્ગ તૈયાર કરવા માટે ઈબ્રાહિમ  તૈયાર છે.  સાથે સાથે  પોતાના વારસાને પણ આગળ ધપાવશે.

ઈબ્રાહિમની અત્યાર સુધીની ફિલ્મો તો ખાસ કંઈ ઉકાળી શકી નથી, પણ જોઈએ,  'દિલેર' ઓડિયન્સને કેવીક ગમે છે. ઇબ્રાહિમ વિશે બોલિવુડમાં કે ઓડિયન્સમાં ખાસ ઉત્તેજના નથી. શું એની આગામી ફિલ્મો આ ઉત્તેજના પેદા કરી શકશે? જસ્ટ વેઇટ એન્ડ વોચ.