Get The App

મારી પ્રતિભાને અનુરૂપ કામ નહીં મળે ત્યાં સુધી પાછી નહીં હટું: રિદ્ધિમા પંડિત

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
મારી પ્રતિભાને અનુરૂપ કામ નહીં મળે ત્યાં સુધી પાછી નહીં હટું: રિદ્ધિમા પંડિત 1 - image

- દિવાળીમાં રજૂ થનારી રિદ્ધિમાની મરાઠી ફિલ્મ 'પ્રેમાચી ગોષ્ટ ટુ'માં ડિવોર્સ જેવા સામાજિક મુદ્દાનું વિશ્લેષણ થયું છે    

પોતાની કારકિર્દીમાં ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી૯ અને હવાયેં: ધ મોન્સ્ટર જેવા શોનો હિસ્સો બની ચૂકેલી રિધિમા પંડિત હવે મરાઠી ફિલ્મ પ્રેમા ચી ગોષ્ટ ટુમાં દેખા દેશે. રિધિમા પંડિત એક સફળ અભિનેત્રી છે પણ તેની આવનજાવન અટકતી નથી. લગભગ પાંચ વર્ષના અંતરાલ બાદ ઉફ..યે લવ હૈ મુશ્કિલમાં દેખા દેનારી રિધિમા એમ સરળતાથી હાર માને તેવી નથી. 

રિધિમા કહે છે, એક એક્ટર તરીકે મારી પ્રતિભાનો પુરો ઉપયોગ થયો હોય તેવું મને લાગતું નથી. મને ખબર નથી, પણ મારા ગ્રહો હજી બરાબર ગોઠવાયા લાગતાં નથી. ઘણીવાર ખોવાઇ ગયા હોઇએ એવું લાગે પણ આખરે તો હું ફરી મક્કમ બની  મારો સંઘર્ષ શરૂ કરી દઉં છું. મેં મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી મારી પ્રતિભાને અનુરૂપ મને કામ નહીં મળે ત્યાં સુધી હું હાર માનવાની નથી.  

રિધિમા કહે છે, હું એક આત્મવિશ્વાસ ધરાવતી અભિનેત્રી છું. મારી ભૂમિકા કેટલી લાંબી છે કે હું પડદાં પર કેટલી દેખાઉં છું તેની મને બહું પરવા નથી. કારણ કે ગમે તેવી મામૂલી અને સાવ નાનકડી ભૂમિકામાં પણ એક્ટર પોતાની છાપ દર્શકોના મન પર છોડી શકે છે. પોતાના કામની વાત કરતાં રિધિમા કહે છે, ઉફ..યે લવ હૈ મુશ્કિલમાં મેં ભજવેલી લતાની ભૂમિકા નકારાત્મક છે. મને જ્યારે સોનાલી જાફરે આ ભૂમિકા ઓફર કરી ત્યારે મારા માટે બીજો કોઇ વિચાર કરવાની જરૂર જ નહોતી. ઘણાં લોકોને આવી નકારાત્મક ભૂમિકા ભજવતાં ડર લાગતો હોય છે પણ મને તો આ ભૂમિકા ભજવવાનો ઉત્સાહ હતો. એક મજબૂત પાત્રને રજૂ કરવાની મને મજા પડી હતી.

 એક એક્ટર તરીકે તમામ માધ્યમમાં કામ કરવાની ઇચ્છા ધરાવતી રિધિમા સહેજ નિરાશાના સૂરમાં કહે છે, કમનસીબે વેબ સિરિઝમાં પણ અંગત સંબંધો કામ કરવા માંડયા છે. જેને પરિણામે એકના એક નામ જ રિપિટ થવા માંડયા છે. પણ યોગ્ય તક મળવાની રાહ જોતાં રહેવું એ એક્ટરની જિંદગીનો હિસ્સો છે. પણ હું એવા પ્રોજેક્ટ કરવા માંગું છું જેમાં કામ કરવાની રોજ મજા પડે. પરંતુ આ બધું દેખાય છે તેવું સરળ નથી. તમે જો સુરક્ષિત પરિવારમાંથી ઓઆવતાં ન હો તો તમારી હાલત આ સંજોગોમાં બગડી શકે છે. સતત રાહજોવી અને એકલા પડી જવું એ એક્ટર માટે  મુશ્કેલ સ્થિતિ બની રહે છે. 

હવે દિવાળીમાં રિધિમા પંડિતની મરાઠી ફિલ્મ પ્રેમાચી ગોષ્ટ ૨ આવી રહી છે. આ ફિલ્મનો પ્રથમ ભાગ હીટ હોઇ દર્શકોને આ બીજા ભાગમાં વધારે મજા પડવાની આશા છે. 

આ ફિલ્મના ટીઝરને તાજેતરમાં રજૂ કરવામાં આવ્યું ત્યારે તેને સોશ્યલ મિડિયા પર સારો પ્રતિસાદ મળ્યો હતો. ડાઇવોર્સ જેવા સામાજિક મુદ્દાને રસપ્રદ રીતે રજૂ કરતી આ ફિલ્મની સફળતા દર્શાવે છે કે હટ કે વિષય પર સારી ફિલ્મો જાવામાં દર્શકોને રસ પડે છે. જો કે, રિધિમાને આ ગોષ્ટ દિવાળીમાં કેવી ફળે છે તે તો સમય જ કહેશે.