Get The App

હું કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો નથી : મનોજ બાજપાઈ

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
હું કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો નથી : મનોજ બાજપાઈ 1 - image

- મનોજે સ્પષ્ટતા કરી કે વીડિયો એડિટ કરીને રજૂ  કરવામાં આવ્યો છે. તેણે ઓટીટી માટે કરેલી એક એડ સાથે છેડછાડ કરીને આ નકલી વીડિયો  બનાવવામાં આવ્યો છે

તાજેતરમાં અભિનેતા  મનોજ  બાજપેઈનો  એક વીડિયો  વાઈરલ થયો હતોત જે જોયા પછી આ કલાકારને  તત્સંબંધી  સ્પષ્ટતા કરવાની નોબત આવી હતી.   વાત  જાણે એમ છે કે બિહારમાં ટૂંક સમયમાં  ચૂંટણી થવાની  છે.  એવામાં કોઈએ મનોજ બાજપેઈને નામે  એવો બનાવટી  વીડિયો  સોશ્યલ મીડિયા પર મૂક્યો  જેમાં એવું ફલિત  થતું હતું કે અભિનેતા  રાષ્ટ્રીય  જનતા દળ (આરજેડી) સાથે જોડાયેલો  છે.

આ વીડિયો  જોયા પછી  ચોંકી ઉઠેલા  મનોજે  પોતાના 'એક્સ' અકાઉન્ટ  પર સ્પષ્ટતા કરી  હતી કે આ વીડિયો  એડિટ  કરીને રજૂ  કરવામાં આવ્યો છે.  તે કોઈપણ રાજકીય  પક્ષ  સાથે સંકળાયો  નથી.  તેણે ઓટીટી માટે  કરેલી એક  એડવટાન્ઝમેન્ટ  સાથે  છેડછાડ કરીને આ નકલી વીડિયો  બનાવવામાં આવ્યો છે જે  સદંતરપણે  ગેરમાર્ગે દોરનારો છે. તેણે વધુમાં કહ્યું હતું કે હું લોકોને વિનંતી કરું છું  કે જેને  આ વીડિયો  મળે  તો ફોરવર્ડ  કરવાને બદલે ડીલીટ કરી નાખે અને તે નકલી છે એવું અન્યોને પણ  જણાવવાનો પ્રયાસ કરે. અત્રે ઉલ્લેખનીય છે કે મનોજ મૂળભૂત રીતે  બિહારનો છે. જો કે તે માત્ર ૧૭ વર્ષની ઉંમરે દિલ્હી ચાલ્યો ગયો હતો અને ત્યાર પછી મુંબઈ આવી ગયો.  અભિનેતાના કામ વિષયક  વાત કરીએ  તો તે છેલ્લે 'ઈન્સ્પેક્ટર  ઝંડે' માં  જોવા મળ્યો હ તો. આ ફિલ્મ સીધી જ ઓટીટી પર રજૂ  થઈ હતી. અને હવે તેની 'પોલીસ  સ્ટેશનમેં ભૂત હૈ' સહિતની ઘણી  ફિલ્મોનું શૂટિંગ ચાલી રહ્યું છે.

અહીં એ વાતની નોંધ પણ લેવી રહી  કે અત્યાર સુધી હૃતિક રોશન, કરણ જોહર,  સુનીલ શેટ્ટી,  ઐશ્વર્યા રાય બચ્ચન, અક્ષયકુમાર સહિતની  ઘણી સેલિબ્રિટીઓના આવા  નકલી વિડિયો  રજૂ કરીને  તેમનો ગેરલાભ  લેવામાં આવ્યો છે.