Get The App

મુંબઈમાં ડેબ્યુ કર્યા બાદ રાશિ ખન્ના કઈ રીતે પેન ઈન્ડિયા સ્ટાર બની?

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
મુંબઈમાં ડેબ્યુ કર્યા બાદ રાશિ ખન્ના કઈ રીતે પેન ઈન્ડિયા  સ્ટાર બની? 1 - image

-  'હું પોતે ભૂલી જાઉં છું કે હું હકીકતમાં  કોણ છું?  હું જે-તે પાત્ર જ બની જાઉં છું.  મેં તમિળ, તેલુગુ  ઉપરાંત  પંજાબી, રાજસ્થાની  અને બંગાળી કેરેક્ટર્સ  પણ કર્યાં છે.'

કોરોના કાળ બાદ  બોલીવૂડ અને  સાઉથની  ફિલ્મ  ઈન્ડસ્ટ્રીજ વચ્ચે  મોટા પાયે આદાનપ્રદાન  થઈ રહ્યું  છે.  સાઉથના  ફિલ્મસ્ટાર્સ હિન્દી  ફિલ્મો  કરી રહ્યાં છે તો મુંબઈના  એક્ટર્સ તમિળ  અને તેલુગુ મૂવીઝ  સાઈન  કરતા થયા છે. એમાં અમુક  સ્ટાર્સ પેન ઈન્ડિયા  એક્ટર્સ બની ગયા છે. પેન, ઈન્ડિયા  એક્ટર્સની ક્લબમાં રાશિ  ખન્નાનું  પણ નામ મુકવું  પડે.  દિલ્હીની  જાની રાશિએ   હિન્દી  ફિલ્મ  'મદ્રાસ   કેફે'થી  પુરતી સીમિત ન રાખી  એણે  દક્ષિણ  તરફ નજર  દોડાવી.  એણે તમિળ અને તેલુગુ  સિનેમામાં  પણ હોંશે હોંશે   રોલ કર્યા પેન ઈન્ડિયા આર્ટિસ્ટ બની  ચુકેલી  મિસ  ખન્નાને સાઉથમાં  નિયમિત  કામ મળતું થતા એ હૈદરાબાદમાં  સેટલ થઈ ગઈ.  આ વરસે  એ  તેલુગુ  ફિલ્મ  'ઉસ્તાદ ભગત સિંહ' અને હિન્દી  ફિલ્મ  'તલાખોં  મેં એક' માં જોવા મળશે.

હૈદરાબાદમાં સ્થાયી થઈ હોવા છતાં રાશિ ખન્ના ઈવેન્ટ્સમાં  હાજરી પુરાવા  મુંબઈની મુલાકાત  લેતી રહે છે. હમણાં  આવી જ એક ઈવેન્ટ  બાદ ખન્નાએ  મુંબઈના પરિચિત  મિડીયા  પર્સન્સ  સાથે એક લાંબો  ઈન્ટરવ્યુ કર્યો. પહેલાં જ પ્રશ્નમાં  એક્ટ્રેસને  કાંઈક આવી પૃચ્છા  થઈ, 'મેડમ, તમારો કોઈ  ફિલ્મી  બેકગ્રાઉન્ડ  નથી.  એક આઉટસાઈડર તરીકે  બોલીવૂડમાં  તમારો અનુભવ કેવો રહ્યો?  રાશિ બહુ   સમજી વિચારીને એનો જવાબ આપે છે, ' તમે  સ્ટાર કિડ હો એટલે  તમને  ફિલ્મો મળતી જ રહે એવું  જરુરી નથી. એવું બને કે તમને અમુક  ફિલ્મો મળે  પણ આગળ વધવા તમારી પાસે ટેલેન્ટ હોવી જરૂરી  છે. એ વાત સાચી છે કે અમારી જેવા  બહારથી આવેલા એક્ટર્સે થોડી વધુ મહેનત કરવી પડે પણ હું  મહેનત કરવામાં કદા પાછી નથી  પડી.  હું જાણતી   હતી કે અહીં આવી જ પરિસ્થિતિ  છે, જે હું બદલી નથી શકવાની.   મારા હાથમાં ફક્ત  મારી મહેનત અને મારા પ્રયાસ  છે, મને કોઈ  ફિલ્મ ન મળે  તો મેં પોતાને કદી બિચારી કે   વિક્ટીમ  નથી માની.  રિજેક્ટ થાઉં તો હું એવું વિચારું કે આ બિઝનેસ છે. એમને કદાચ બીજા  કોઈને  ફેવર  કરવાની  ફરજ  પડી હશે.  હું તો બસ એટલું જાણું છું કે તમારા નસીબમાં  હશે એ તો તમને મળીને જ રહેશે.

   હવે  બીજો સવાલ, 'તમે  બોલીવૂડની  ફિલ્મ 'મદ્રાસ કેફે' થી કરીઅર શરૂ કર્યું.  પણ પછી સાઉથ  તરફ  વળી. તમને  હિન્દી સિનેમામાં  જ આગળ વધવાનો વિચાર  ન આવ્યો?  રાશિનો ઉત્તર પત્રકારોના ધાર્યા  કરતા સાવ જુદો  નીકળ્યો, તમને કદાચ ખબર ન હોય તો કહી દઉં કે હું હિન્દી  મૂવીઝ જોઈને મોટી નથી થઈ. ખરું  પૂછો તો મને સિનેમામાં  કોઈ રસ જ નહોતો .  મદ્રાસ  કેફે કરતી વખતે એવું  નહોતું વિચાર્યું  કે હવે હું સ્ટાર બની જઈશ.   મેં તો મનમાં એવું પણ  વિચારી રાખ્યું  હુતં કે આ ફિલ્મ  કર્યા બાદ સારી ઓફર્સ નહિ આવે તો હું બીજૂું કોઈ કામ કરી લઈશ.  સદનસીબે મને એક તેલુગુ  મૂવી મળી.  જે લોકોને ગમી.  બસ પછી  તો કામ મળતું ગયું અને હું કામ કરતી રહી. મેં કદી એવો  વિચાર  જ નથી કર્યો  કે મુંબઈમાં  કામ કરવું  છે  કે સાઉથમાં  ફિલ્મો કરવી  છે. એ વસ્તુ કોઈના  હાથમાં નથી હોતી એટલે હું પરિસ્થિતિને સરેન્ડર  કરવાનું પસંદ કરું છું.

      પછી નો પ્રશ્ન એકદમ પર્સનલ છે, 'મેડ મ,  તમે  દિલ્હીમાં  મોટા થયા,  મુંબઈમાં  કરીઅર શરૂ કર્યું અને હવે હૈદરાબાદમાં  સ્થાયી થઈ  ગયા છો. આ બધા શહેરોનો   તમારી લાઈફમાં  શું રોલ રહ્યો  છે?  રાશિને  આ સવાલનો  જવાબમાં મજા પડતી  હોય એટલા ઉત્સાહથી એ કહે છે, ' સાચું કહું તો હું પોતે ભૂલી જાઉં છું કે હું હકીકતમાં  કોણ છું?  એટલા માટે  કે   ફિલ્મોમાં  પાત્રો ભજવતી વખતે  હું એ પાત્ર જ બની જાઉં છું.  મેં તમિળ, તેલુગુ   ઉપરાંત  પંજાબી, રાજસ્થાની  અને બંગાળી કેરેક્ટર્સ  પણ કર્યા છે. એટલે  મારા મેનેજર   ઘણીવાર  મને મજાકમાં કહેતા  હોય  છે કે  આપ તો પેન ઈન્ડિયા  સ્ટાર હો, હૈદરાબાદ રહું છું.  એટલે એ મારું ઘર બની ગયું છે.  દિલ્હી  અને મુંબઈ આવતી જતી રહું  છું.  હું ખાવાની  શોખીન  છું એટલે મારું  માનવું  છે  કે દિલ્હીની  વાનગીઓને તોલે કોઈ બીજું કંઈ ન આવે. દિલ્હીની  પાણીપુરી  અને એનો ટિપીકલ  ચાટ યાદ આવે  છે. જ્યારે  મુંબઈની  સૌથી સારી વાત સેફ્ટી  છે. મારા અનુભવપરથી કહું છું  કે રાતના ૧૨ વાગ્યે  પણ મતે અહીં રિક્ષામાં   બેસીને ગમે ત્યાં હરીફરી શકો.

મિસ  ખન્નાને  સારા મૂડમાં  જોઈ મિડીયા  એક વધુ અંગત  સવાલ કરી લે છે, ' મેડમ, તમે કહ્યું એમ તમે ખાવના શોખીન છો, પણ એક્ટ્રેસ બન્યા બાદ ડાયેટિંગ  કરવા તમારે શું  ખાવાનું છોડવું પડ્યું?'   રાશિને  આ સાંભળી હસવું આવી  જાય છે, 'સર,  બહોત લંબી લિસ્ટ  હૈ. રેસ્ટોરાંમાં  ડિનર માટે જઈએ ત્યારે  મારી ફ્રેન્ડ્સ પોતાની મનપસંદ વાનગીઓ  ઝાપટતી  હોય અને હું જોયા કરું  પણ શું થાય?  તમારે સંયમ તો રાખવો જ પડે.   પરંતુ  મેં   એક નિયમ બનાવ્યો  છે કે શૂટીંગ  ચાલતું હોય એ દિવસોમાં  આચરકૂચર  નહિ ખાવાનું પછી એક દિવસનો બ્રેક લઈ  સ્વાદિષ્ટ  વાનગીઓ પર તૂટી પડવાનું.  પરંતુ હું  ક્રેશ   ડાયટમાં નથી માનતી કારણ કે એ તમારી   સિસ્ટમ  બગાડી નાખે છે.

ઈન્ટર એક્શનના  સમાપનમાં ક રાશિ સાથે એક બહુચર્ચિત  મુદ્દો  છેડી એને પૂછાય  છે, 'ઈન્ડસ્ટ્રીમાં  મેલ અને ફિમેલ એક્ટર્સ  સાથેના વ્યવહારમાં  રખાતી અસમાનતા વિશે ઘણી એક્ટ્રેસો  બોલી છે.  એ સંદર્ભમાં  તમારો અનુભવ  શું કહે છે, 'એક્ટ્રેસ  એના જવાબમાં:  સીધીને સટ વાત કરે છે, 'આપણે  પુરુષ પ્રધાન સમાજમાં  રહીએ છીએ.  અમારી ઈન્ડસ્ટ્રીમાં   પણ હીરો વર્શિપ થાય  છે  એમને વધુ માન-સન્માન  અપાય છે. સેટ પર  એક્ટર્સ અને એક્ટ્રેસીસ  સાથેના  વ્યવહારમાં   ઘણું અંતર હોય છે. પ્રોડયુસર્સ તો બોલ્યા વગર એવું જતાવે છે કે જે  થિયેટર્સમાં  વધુ દર્શકો  લાવશે એને વધુ ઈજ્જત  મળશે.  ભવિષ્યમાં  કદાચ આ વલણ  બદલાય પણ એને સમય  લાગશે.   મહિલાઓ  બોલતી થઈ છે એટલે ધીમે ધીમે  નાનો નાનો  સુધારો થઈ  રહ્યો છે.