Get The App

હિમેશ રેશમિયા: જય માતા દી... લેટ્'સ રોક! .

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
હિમેશ રેશમિયા: જય માતા દી... લેટ્'સ રોક!                                . 1 - image


હિમેશ રેશમિયા. હિન્દી ફિલ્મ જગતમાં  એક કરતાં વધુ રૂપરંગ ધરાવનારો કલાકાર. બહુમુખી પ્રતિભા ધરાવતો કલાકાર. ફોડ પાડીને કહીએ તો હિમેશ રેશમિયા એટલે અચ્છો સંગીત નિર્દેશક, ગાયક, નિર્માતા, અભિનેતા. આપણો પાકો  ગુજરાતી  કલાકાર. 

આમ તો હિમેશ રેશમિયાનો અવાજ  સંગીતની દુનિયામાં અવારનવાર ગૂંજતો હોય છે. ફિલ્મોના સંગીત નિર્દેશક તરીકે મજેદાર ધૂનો બનાવતો હોય છે. તો વળી,  આલ્બમ્સમાં ગીતો ગાતો હોય છે. ટેલિવિઝન પરની સંગીત સ્પર્ધાના જજ તરીકે હોય. આટલું જ નહીં, એકાદ ફિલ્મમાં અભિનય કરતો પણ જોવા મળે. 

હમણાં જોકે  હિમેશ રેશમિયા તેની કેપ મેનિયા ટૂર લઇને ભારતમાં નીકળ્યો  હોવાના સમાચાર છે.  ભારતનાં જુદાં જુદાં દેશમાં તેના મ્યુઝિક શો નું આયોજન સુપરહીટ થયું છે. એમ કહો કે હિમેશ રેશમિયા ભારતનો રોક સ્ટાર બની ગયો હોય તેવો  મ્યુઝિકલ માહોલ સર્જાયો છે. દિલ્હીમાં   તો બે શો નું આયોજન કરવું પડયું  હતું. વિશાળ  સ્ટેજ,  સ્ટેજ પર ચારે તરફથી ફેંકાતી  રંગબેરંગી  લેસર લાઇટ્સ, વિવિધ પ્રકારનાં સંગીત વાદ્યો, ગાયક -ગાયિકાના  મીઠા મધુરા કંઠે ગવાતાં કર્ણપ્રિય ગીતોનો માહોલ બરાબર જામે એટલે ખુદ હિમેશ રેશમિયા પણ પૂરબહારમાં ખીલી ઉઠે.  

હિમેશ  રેશિમયાના કંઠમાંથી    આશિક   બનાયા  આપને,  તેરી   યાદ સાથ  હૈ, તેરા પ્યાર   હુક્કા બાર, તંદુરી નાઇટ્સ,  તેરે નામ વગેરે સુપરહીટ ગીતો વહે. સંગીતપ્રેમીઓ તો હિમેશનાં આ બધાં મોજીલાં  ગીતો પર રીતસર એમ કહો કે ઝૂમી ઉઠે. 

હિમેશ રેશમિયા માથા પર ખાસ પ્રકારની  ટોપી પહેરીને  માઇકમાં મોટા અવાજે ,  જય માતા દી, લેટ્સ રોક  કહીને  સંબોધે   એટલે  તેનાં સંગીતપ્રેમી ચાહકોનાં તન-મનમાં થનગનાટ, તરાવરાટ, ઉત્સાહ, ઉમંગ, ખુશીનો સાગર ઉમટે. 

બોલીવુડમાં એવી મજાક પણ થતી હોય છે કે હિમેશ ભાઇ તો કંઠમાંથી નહીં પણ નાકમાંથી ગાય છે વગેરે વગેરે. બોલીવુડની આ મજાક તો  હવે  ખુદ હિમેશ ભાઇએ સ્વીકારી લીધી હોય તેમ સ્ટેજ પરથી પોતાનાં ચાહકોને કહે છે, બોલો દોસ્તો, હું નાકમાંથી ગાઉં કે કેમ ?  હિમેશ રેશમિયાએ થોડા સમય પહેલાં મુંબઇમાં યોજાયેલા મ્યુઝિક કાર્યક્રમમાં પોતાની જ મજાક કરીને  ચાહકોને આવું જ કહ્યું હતું. 

બોલીવુડમાં પ્યાર કિયા તો ડરના ક્યા (૧૯૯૮) ફિલ્મથી સંગીત નિર્દેશકની કારકિર્દી શરૂ કરીને બંધન, હેલ્લો બ્રધર, હમરાઝ, તેરે નામ, આશિક બનાયા આપને, ઐતરાઝ, પ્રેમ રતન ધન પાયો, રક્ષાબંધન વગેરે ફિલ્મોમાં સંગીત આપનારા હિમેશ રેશમિયા કહે છે, મેં એકસાથે એટલે કે વારાફરતી ૫૦ હીટ ગીત આપ્યાં છે. અમુક ગીતોનાં આલ્બમ્સનું વેચાણ તો ભરપૂર થયું હતું.

મજેદાર મ્યુઝિક ડાયરેક્ટર પિતા  વિપિન રેશમિયાનો સંગીત વારસો પામેલો હિમેશ રેશમિયા તેનાં બાળપણનાં મીઠાં મધુરાં સ્મરણો યાદ કરતાં કહે છે, મારી ઉમર ૧૪ વર્ષની હતી ત્યારે  મને મારા પિતાજી મ્યુઝિક રેકોર્ડિંગ સ્ટુડિયોમાં લઇ  જતા હતા. ફિલ્મના ગીતનું રેકોર્ડિંગ કઇ રીતે થાય, ગાયક કે ગાયિકા એક બંધ રૂમમાં ગોઠવેલા   માઇક દ્વારા કઇ રીતે ગાયૉ? મ્યુઝિક ડાયરેક્ટર ગાયક-ગાયિકાને કઇકઇ બાબતોનું માર્ગદર્શન આપે? વગેરે પાસાંનું   ટેકનિકલ   જ્ઞાન-સમજણ આપતા.  સમય જતાં મને  પણ ફિલ્મ સંગીતના ક્ષેત્રમાં આવવાની ઇચ્છા થઇ. મારા પિતાજીએ બોલીવુડની મહાન સંગીત નિર્દેશક જોડી  શંકર --જયકિશન સહિત ઘણા સંગીત નિર્દેશકો સાથે કામ કર્યું હતું.  મારા પિતાજીએ જ  બોલીવુડના ફિલ્મ સંગીતમાં મ્યુઝિગન નામના મીઠા મધુરા વિદેશી વાદ્યનો ઉપયોગ શરૂ કર્યો હતો. 

મેં  સાથોસાથ  તબલાં, ઢોલક,મૃદંગ, સિતાર,  ઇલેક્ટ્રીક ગીટાર, પિયાનો, વાયોલીન,  એકોર્ડિયન, કી બોર્ડ, સિન્થેસાઇઝર વગેરે જેવાં  હિન્દુસ્તાની અને વિદેશી સંગીત વાદ્યોની તાલીમ લીધી. આજે  તો  હું આ બધાં સંગીત વાદ્યોને બહુ જ સહજતાથી વગાડી શકું છે. ખુશીની બાબત તો એ છે કે મને આટલાં બધાં સંગીતવાદ્યો વાગડતાં આવડતું હોવાથી હું મારી ફિલ્મનાં ગાયક-ગાયિકાને અને ખુદ દિગ્દર્શકને  પણ  જરૂરી સલાહ આપી શકું  છું.   બસ, આમ  બોલીવુડમાં અને ટેલિવિઝનમાં મારી સંગીત યાત્રા  શરૂ થઇ. હું આ જ મ્યુઝિકલ યાત્રા દરમિયાન મોટાગજાના મ્યુઝિક ડાયરેક્ટર્સ, ગાયક-ગાયિકાઓ, સાઉન્ડ રેકોર્ડિસ્ટ્સ, સંગીત વાદકો વગેરે પાસેથી ઘણું ઘણું અને નવું નવું શીખ્યો પણ ખરો. મને આ બધું માર્ગદર્શન આજે બહુ જ ઉપયોગી બની રહ્યું છે. 

હિમેશ રેશમિયાનું મહત્વનું જામપાસું  એ રહ્યું છે કે તેણે મ્યુઝિક ટયુન્સની  બેન્ક બનાવીને તેનો સંગ્રહ કર્યો. ઉપરાંત, પોતાની કર્ણપ્રિય મ્યુઝિક ટયુન્સ જુદા જુદા  ફિલ્મ    નિર્માતાઓને   સંભળાવતો. વળી,   હિમેશ   રેશમિયાનું મ્યુઝિક પણ  ફિલ્મ  પ્યાર કિયા તો ડરના ક્યા (૧૯૯૮)થી  લઇને  બંધન, હેલ્લો બ્રધર, હમરાઝ, તેરે નામ, આશિક બનાયા આપને, ઐતરાઝ, પ્રેમ રતન ધન પાયો, રક્ષાબંધન વગેરે ફિલ્મોમાં બહુ જ નવતર પ્રકારનું  અને તાજગીસભર રહ્યું છે. બીજા મ્યુઝિક ડાયરેક્ટરોના સંગીતની   સરખામણીએ વિશિષ્ટ રહ્યું છે. 

હિમેશ રેશમિયાએ તો બોલીવુડને દર્શન રાવલ, આકાસા સિંહ,  રિતુરાજ મોહંતી, અમરજિત જયકર વગેરે જેવાં પ્રતિભાશાળી ગાયક-ગાયિકઓની ભેટ  પણ આપી  છે. 

Tags :