- સાઈ પલ્લવી
- અંશ દુગ્ગલ અને પ્રગતિ શ્રીવાસ્તવ
- મેધા રાણા
- શ્રીલાલા
- યશવર્ધન આહુજા
અમન ઇન્દ્ર કુમાર
બઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૨૦૨૬ દરમિયાન મોટી ફિલ્મોની રિલિઝ સાથે નવા ચહેરાઓની પણ ચર્ચા રહેશે. સાઉથના જાણીતા સ્ટાર્સની સાથોસાથ બોલિવુડના અમુક સ્ટારકિડ્સ પણ નવા વરસમાં ડેબ્યુ કરવા થનગની રહ્યા છે. આ નવા ચહેરાઓ સાથે થોડો પરિચય કેળવીએ :
સાઈ પલ્લવી :
સાઉથની ટોપની એકટ્રેસો પૈકીની એક સાઈ પલ્લવી આ વરસે બબ્બે મોટી હિન્દી ફિલ્મો સાથે બોલિવુડમાં ડેબ્યુ કરશે. નીતેશ તિવારીની 'રામાયણ પાર્ટ-૧'માં સાઈ પલ્લવી રણબીર કપૂર (રામ) સાથે સીતાના રોલમાં જોવા મળશે. જ્યારે એની બીજી ફિલ્મ આમિર પુત્ર જુનૈદ ખાન સાથેની 'મેરે રહો' છે. અગાઉ આ ફિલ્મ ૨૦૨૫માં રિલિઝ થવાની હતી.
યશવર્ધન આહુજા :
હીરો નંબર વન ગોવિંદાની બહુ બોલકી પત્ની સુનિતા આહુજાએ મોટા ઉપાડે એવી જાહેરાત કરી હતી કે અમારો દિકરો યશવર્ધન હવે એક્ટિંગ ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. હર્ષવર્ધનને ૨૦૨૩ની હિટ તેલુગુ ફિલ્મ 'બેબી'ની હિન્દી રિમેકથી લોન્ચ કરવાનું પ્લાનિંગ હતું પરંતુ બાબિલ ખાન અચાનક આ પ્રોજેક્ટમાંથી નીકળી જતા બાજી બગડી ગઈ. હવે લેટેસ્ટ ન્યુસ એવા છે કે ગોવિંદા પુત્ર ડિરેક્ટર સાજિદ ખાનની 'રોમ-કોમ' ફિલ્મથી ડેબ્યુ કરશે.
અમન ઇન્દ્ર કુમાર :
'બેટા' અને 'દિલ' જેવી સુપરડુપર હિટ્સના મેકર ઈન્દ્ર કુમારનો પુત્ર અમન 'તેરા યાર હું' નામની ફિલ્મથી પોતાની કરિઅર શરૂ કરશે. ૨૦૨૪ના અંત ભાગમાં યોજાયેલા ફિલ્મના મુહૂર્તમાં આમિર ખાન, અજય દેવગન અને રણવીર સિંહ જેવા ટોપના સ્ટાર્સની હાજરી હતી. ૨૦૨૫ માં રિલિઝ થનારી આ ફિલ્મે હવે આ વરસે રિલિઝ થશે. ફિલ્મમાં અમનની હિરોઈન આકાંક્ષા શર્મા છે અને એનું ડિરેક્શન મિલાપ મિલન ઝવેરી કરી રહ્યા છે.
શ્રીલાલા :
શ્રીલાલા હકીકતમાં ગયા વરસે જ હિન્દી સિનેમામાં એન્ટ્રી લેવાની હતી પરંતુ કાર્તિક આર્યન સાથેની એની ફિલ્મનું શુટિંગ પૂરી ન થતાં એ ૨૦૨૬માં રિલિઝ થશે. ડિરેક્ટર અનુરાગ બાસુની આ રોમાંટિક મ્યુજિકલ ડ્રામા મૂવી ખાસ્સી ચર્ચામાં છે. સાઉથમાં લાખ્ખો ફેન્સ ધરાવતી આ એક્ટરના બોલિવુડ લોન્ચ પર સૌની નજર છે.
મેધા રાણા :
મોડલ ટર્નડ એક્ટર મેધા રાણા મલ્ટિસ્ટારર વોર ફિલ્મ 'બોર્ડર-ટુ'થી પડદા પર પદાર્પણ કરી રહી છે. પ્રજાસત્તાક દિનના વીકએન્ડ પર રિલિઝ થનારી ફિલ્મમાં મેધાનો હીરો વરુણ ધવન છે.
અંશ દુગ્ગલ અને પ્રગતિ શ્રીવાસ્તવ :
ફિલ્મમેકર આનંદ એલ. રાયે પોતાના બેનર હેઠળની 'નખરેવાલી' નામની ફિલ્મથી અંશ અને પ્રગતિની નવી જોડીને લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. ફિલ્મને ૨૦૨૫માં વેલેન્ટાઈન્સ ડેએ રિલિઝ કરવાનું પ્લાનિંગ હતું પણ કોઈક કારણસર રિલિઝ પાછળ ઠેલાઈ. હવે ફિલ્મ ૨૦૨૬માં રિલિઝ થશે એવી ધારણા રખાય છે.


