'શાહિદ'થી લઇને હક સુધી...
હાલ રૂપેરી પડદે ઇમરાન હાશ્મી અને યામી ગૌતમની હક્ક ફિલ્મ ચર્ચામાં છે. આ ફિલ્મ શાહબાનો કેસ પર આધારિત છે. જે કેસથી તલાક લીધેલી મુસ્લિમ મહિલાઓના ભરણ-પોષણનાઅધિકાર માટે કોર્ટમાં બહસ થઇ હતી. બોલીવૂડમાં અસલ જિંદગીના કેસ પર આધારિત ઘણી ફિલ્મો રિલીઝ થઇ છે, જેમાં હક્કથી લઇને શાહિદ સુધીનો સમાવેશ છે.
જોલી એલએલબી
ફિલ્મ જોલી એલએલબી ૧૯૯૯માં થયેલા બીએમ જબલ્યૂના હિટ-એન્જ રનના મામલાથી પ્રેરિત હતી. જેમાં સંજીવ નંદા નામના એક વ્યક્તિ પર આરોપ મુકવામાં આવ્યો હતો કે તેણે ૬ લોકો પર ગાડી ચડાવી દીધી હતી. આ ફિલ્મમાં અરશદ વારસીએ વકીલની ભૂમિકા ભજવી હતી. જેમાં દેખાડવામાં આવ્યું હતું કે, ગરીબ લોકો કાનૂની સિસ્ટમમાં કઇ રીતે ઉલઝાઇ જતા હોય છે.
નો વન કિલ્ડ જેસિકા
આ ફિલ્મ ૧૯૯૯ના જેસિકા લાલ મર્ડર કેસ પર આધારિત હતી. જેમાં એક પોલિટિશિયનનો પુત્ર એક મોડલ બાર ટેન્ડર તેને ડ્રિન્ક આપવાની ના પાડવાના કારણે તેની હત્યા કરે છે. ફિલ્મમાં જેસિકાને ન્યાય અપવાનનો સંઘર્ષ દેખાડવામાં આવ્યો હતો. જેમાં વિદ્યા બાલન અન ેરાણી મુખર્જીએ મુખ્ય રોલ નિભાવ્યા હતા.
રુસ્તમ
કેએમ નાણાવટી કેસ ૧૯૫૯નો એક ચર્ચિત કેસ હતો. જેમાં નૌસેના અધિકારી રૂસ્ત્મ પાવરીની પત્નીનો પ્રેમીની હત્યા કર્યાનો આરોપ હતો. આ ફિલ્મ આ જ કેસ પર આધારિત હતી. જેમાં અક્ષય કુમારે િઅનય કર્યો હતો. આ ફિલ્મમાં રોમાંચક કોર્ટરૂમ ડ્રામા દેખાડવામાં આવ્યો હતો.
સેકશન 375
મીડિયા રિપોર્ટસના અનુસાર સેકશન ૩૭૫ બોલીવૂડના એક કલાકારનાકેસ (૨૦૦૯) પર આધારિત હતી, આ ફિલ્મ ભારતમાં દુષ્કર્મ કાનૂની જટિલતાઓ દર્શાવામાં આવી હતી. જેમાં દેખાડવામાં આવ્યું હતું કે, એક દિગ્દર્શક પર પોતાના સહાયક સાથે દુષ્કર્મ કરવાનો આરોપ હતો. જેમાં અક્ષય ખન્ના અને ઋુચા ચઢ્ઢાએ વકીલની ભૂમિકા ભજવી હતી.
શાહિદ
આ ફિલ્મ અસલ જિંદગીના કેસ પર આધારિત હતી. જેમાં શાહિદ આઝમી નામનો એક વીકલ હતો જે આતંકવાદના ખોટા કેસમાં ફસાવામાં આવેલા લોકો માટે કેસ લડતો હતો. તેમાં શાહિદનો રો રાજકુમાર રાવે ભજવ્ હતો. આ ફિલ્મે કાનૂન વ્યવસ્થા અને તેમાં રહેલી ગરબડો પર પ્રકાશ ફેંક્યો હતો.
તલવાર
ઇરફાન ખાન, કોંકણા સેન શર્મા , નીરજ કાબી અને સોહમ શાહની મેઘના ગુલઝારની ફિલ્મ તલવાર નોયડાના બેવડા હત્યાકાંડ પરઆધારિત હતી. જેમાં એક કિશોરી અને પરિવારના નોકરની હત્યા પર આધારિત હતી. બન્ને જણાના મૃતદેહ ઘરમાં જોવા મળ્યા હતા. આ પછી કિશોરીના માતા-પિતા પર આ અપરાધોનો આરોપ મુકવામાં આવ્યો હતો.
સરબજીત
સરબજીત સિંહનાજીવન પર આધારિત જાસૂસની અને આતંકવાદના આરોપમાં ૨૨ વરસની કેદ અને પછી પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટે મોતની સજા સંભળાવી હતી. આ ફિલ્મની વાર્તા સરબજીતની બહેનના સંઘર્ષ પર આધારિત હતી. જે પોતાના ભાઇને સુરક્ષિત ઘરે પાછો લાવવા માંગે . આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા, ઐશ્વર્યા રાય, ઋચા ચઢ્ડા અને દર્શન કુમારે અભિનય કર્યો હતો. આ ફિલ્મની વાર્તા સીમા પાર જેલમાં બૅધ એક વ્યક્તિની પીડાની હૃદય દ્રાવક કહાની છે.
શૂટ આઉટ એટ લોખંડવાલા
વિવેક ઓબેરોય, અમિતાભ બચ્ચન, સંજય દત્ત, સુનીલ શેટ્રી, તુષાર કપૂર, અરબાઝ ખાન, રોહિત રોય, અભિષેક બચ્ચન, શબ્બીર આહલૂવાલિયા જેવા કલાકારોની શૂટ આઉટ એટ લોખંડવાલા ૧૯૯૧માં મુંબઇ પોલીસઅને ગેંગસ્ટર વચ્ચેની મુઠભેડ પરઆધારિત હતી.આ ગોળીબાર લોકંઢવાલાના એક કોમ્પલેક્સમાં થયો હતો જેથી ફિલ્મનું શીર્ષક પણ તેના જ આધારિત રાખવામાં આવ્યું હતું.
સ્પેશિયલ 26
અક્ષય કુમાર, મનોજ બાજપાયી, અનુપમ ખેર, કાજલ અગ્રવાલ, જિમી શેરગિલ અને દિવ્યા ગત્તા અભિનેતી સ્પેશિયસ ૨૬ મશહૂર ઓપેરા હાઉસની ડકૈતી પર આધાપિત હતી. કહાનીમાં સીબીઆઇના નકલી અધિકારીઓ બનીને ડકૈત કર્યા પર આધારિત હતી.
મેં ઓર ચાર્લસ
સીરિયલ કિલર ચાર્લસ શોભરાજના જીવન પર આધારિત થિલર મૈં ઓર ચાર્લસમાં રણદીપ હુડ્ડાએ અભિનય કર્યો હતો. એક વ્યક્તિ પોતાના શિકારો પર હુમલોકરતો હતો. એટલુ ંજ નહીં સુરક્ષિત જેલમાંથી તે ભાગી છુટવામા ંપણ સફળ રહ્યો હતો.
બ્લેક ફ્રાઇડે
પૂરા દેશને હલાવી દેનાર ૧૯૯૩ના બોમ્બે બાલ્સ્ટ પ આધારિત બ્લેક ફ્રૈઇડે મુંબઇ પોલીસ અને આોપીઓ પર આધારિત હતી.
નોટ એ લવ સ્ટોરી
૨૦૦૮માં નીરજ ગ્રોવરની હત્યાનો મામલો ચર્ચામાં હતો. એમએ જેરોમ અને મારિયા સુસાઇરાઝની ધરપકડ પછી આ મામલો સામે આવ્યો હતો. રામ ગોપાલ વર્માએ નોટ અ લવ સ્ટોરી બનાવી તી. જેમાં માહી ગિલ, દીપક ડોબિયાર અને એજય ગેેહી મુખ્ય રોલમાં હતા.


