Get The App

હર્ષદ ચોપડા જોડશે 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' સાથે નાતો

Updated: Oct 21st, 2021

GS TEAM

Google News
Google News
હર્ષદ ચોપડા જોડશે 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' સાથે નાતો 1 - image


લાંબા વર્ષોથી ચાલી રહેલા લોકપ્રિય શો 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં માત્ર ટાઈમ લીપ જ નહીં, જનરેશન લીપ આવવાનો છે. અને હવે તેમાં હર્ષદ ચોપડા મુખ્ય ભૂમિકા ભજવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે જ્યારથી મોહસીન ખાન અને શિવાંગી જોશીની આ શો છોડવાની વાતો વહેતી થઈ હતી ત્યારથી લોકો વિચારી રહ્યાં હતાં કે હવે તેમાં મુખ્ય ભૂમિકા કોણ ભજવશે? પણ હવે જાણવા મળ્યું છે કે લીડ રોલ માટે હર્ષદ ચોપડાને લઈ લેવામાં આવ્યો છે. જોકે હજી સુધી આ વાતની અધિકૃત પુષ્ટિ નથી થઈ. સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે પ્રણાલી ઠાકુરે તાજેતરમાં કહ્યું હતું કે મુખ્ય પાત્ર માટે તેનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડાં વર્ષ પહેલાં હીના ખાન અને કરણ મેહરાએ આ શો છોડયો ત્યારે જનરેશન લીપ લઈને મુખ્ય જોડી તરીકે મોહસીન અને શિવાંગીને લેવામાં આવ્યાં હતાં. અને હવે જ્યારે તેઓ સિરિયલ છોડી રહ્યાં છે ત્યારે વધુ એક વખત જનરેશન લીપ લઈને હર્ષદ ચોપડા અને પ્રણાલિ ઠાકુરને લેવામાં આવ્યાં છે એમ કહેવાઈ રહ્યું છે.

 ઝીશાન ખાન - રેહના પંડિત ગળાડૂબ પ્રેમમાં

હર્ષદ ચોપડા જોડશે 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' સાથે નાતો 2 - imageલોકપ્રિય ધારાવાહિક 'કુમકુમ ભાગ્ય'ના કલાકારો ઝીશાન ખાન અને રેહના પંડિત એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે. થોડા સમય સુધી આ બાબતે ચૂપકીદી સેવ્યા પછી ઝીશાને સોશ્યલ મીડિયાના માધ્યમથી આ વાત જાહેર કરી હતી. અભિનેતાએ કહ્યું હતું કે આ વર્ષના મે મહિનામાં અમે ગોવામાં શૂટિંગ કરી રહ્યાં હતાં ત્યારે અમને એ વાતની અનુભૂતિ થઈ કે અમે સારા મિત્રોથી પણ વધુ છીએ. તેથી અમે વધુ સમય એકસાથે વિતાવવા લાગ્યાં. એક વખત અમે મૂવી જોઈ રહ્યાં હતાં ત્યારે મેં અચાનક જ રેહનાને કહ્યું કે હું તને પ્રેમ કરું છું. મારી વાત સાંભળીને તે ઉઠીને મારા ઘરમાંથી ચાલી ગઈ ત્યારે મને બહુ પસ્તાવો થયો હતો. મને એમ લાગ્યું હતું કે મેં એક સારી મિત્ર પણ ગુમાવી દીધી. પરંતુ બીજે દિવસે સવારના રેહના મારા ઘરે આવી અને મને વળગી પડીને કહ્યું કે હું પણ તને પ્રેમ કરું છું. અભિનેતાએ વધુમાં કહ્યું હતું કે અમારી વચ્ચે વયનું અંતર છે એ વાત સાચી.  વળી અમે એક જ ઇન્ડસ્ટ્રીમાં હોવાથી એકબીજાના કામને, કામના સમય અને સમસ્યાઓને સારી રીતે સમજી શકીએ છીએ તેથી અમને ભવિષ્યમાં પણ કોઈ મુશ્કેલી નહીં થાય. ઘણાં લોકો અમને પૂછે છે કે અમે લગ્ન ક્યારે કરવાના છીએ. પરંતુ મારા મતે માત્ર વિવાહ કરી લેવા પૂરતાં નથી. અમે અમારું સમગ્ર આયખું સાથે વિતાવવા અને એકબીજાને આગળ વધતાં જોવા માગીએ છીએ.

Tags :