* મુંબઈના ભૂતપૂર્વ પોલીસ અધિકારી મધુકર ઝેન્ડેના જીવન પર આધારિત ફિલ્મ 'ઇન્સ્પેક્ટર ઝેન્ડે' આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા માંડી છે. એમાં મનોજ બાજપાઈ છે. ડિરેકટર અને લેખક છે ચિન્મય માંડલેકર.
*થિયેટરમાં નિસ્તેજ રહેનારી રાજકુમાર રાવની ફિલ્મ 'માલિક' પ્રાઇમ વિડીયો પર આવી છે. ફિલ્મમાં માનુષી છિલ્લર, હુમા કુરેશી, સૌરભ શુક્લા અને સ્વાનંદ કિરકિરે પણ છે.
*માર્ક રફાલોની સાત એપિસોડની સિરીઝ 'ટાસ્ક' આઠ સપ્ટેમ્બરથી જિયોહોટસ્ટાર પર આવશે. સિરીઝમાં ટોમ પેલ્ફ્રે, એમિલિયા જોન્સ, થુસો મ્બેડુ, રાઉલ કાસ્ટિલો, જેમી મેકશેન, સેમ કીલી અને ફેબિયન ફ્રેન્કેલ છે.
*ગો હ્યુન-જંગ, જંગ ડોંગ-યૂન, ચો સીઓંગ-હા, લી એલ અભિનિત સાઉથ કોરિયન થ્રિલર સિરીઝ 'ક્વીન મેન્ટિસ' નેટફ્લિક્સ પર આવી છે. એમાં કુલ આઠ એપિસોડ છે.
*રિયાલિટી શો 'રાઇઝ એન્ડ ફોલ' આવતીકાલથી એટલે કે છ સપ્ટેમ્બરથી એમેઝોન એમએક્સ પ્લેયર પર આવશે. શો શાર્ક ટેન્ક ફેમ અશ્નીર ગ્રોવર હોસ્ટ કરશે


