ડોમિનિક અરુણ દ્વારા લિખિત અને દિગ્દશત મલયાલમ સુપરહીરો ફિલ્મ 'લોકાહ ચેપ્ટર ૧: ચંદ્રા' આજથી જિયો હોટસ્ટાર પર આવી છે. આ ફિલ્મ મલયાલમ સાથે તમિલ, હિન્દી, તેલુગુ, કન્નડ, બંગાળી અને મરાઠી ભાષામાં પણ ઉપલબ્ધ છે.
ટાઇગર શ્રોફ, સંજય દત્ત, સોનમ બાજવા અભિનિત એક્શન થ્રિલર ફિલ્મ 'બાગી ૪' આજે પ્રાઇમ વિડીયો પર રિલીઝ થશે. ડિરેકટર છે એ. હર્ષા.
સુપર નેચરલ થ્રિલર વેબ સિરીઝ 'મારિગલ્લુ' સાત એપિસોડની સિરીઝ આજથી ઝીફાઇવ પર આવી છે. મૂળ કન્નડમાં બનેલી આ સિરીઝ હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.
'ધ વિચર' એક ફન્ટસી ડ્રામા ટેલિવિઝન સિરીઝ છે, જે નેટફ્લિક્સ માટે બનાવવામાં આવી છે. તેમાં હેનરી કેવિલ, અન્યા ચલોત્રા અને ફ્રેયા એલન અભિનય કરે છે. તે ગઈકાલથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે. કુલ આઠ એપિસોડ છે.


