- ડિરેકટર અનુરાગ બાસુની મ્યુઝિકલ રોમાન્ટિક ફિલ્મ 'મેટ્રો ઇન દિનોં' આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. ચાર વય જૂથોના યુગલની વાર્તા દર્શાવતી ફિલ્મમાં સારા અલી ખાન, આદિત્ય રોય કપૂર, અનુપમ ખેર, નીના ગુપ્તા, અલી ફઝલ, કોંકણા સેન શર્મા, પંકજ ત્રિપાઠી અને ફાતિમા સના શેખ છે.
- અમેરિકન કોમેડી ડ્રામા ફિલ્મ 'માય ડેડ ફ્રેન્ડ જો' ગઈકાલથી જિયોહોટસ્ટાર પર આવી છે. સોનેક્વા માટન-ગ્રીન, નતાલી મોરાલેસ, ગ્લોરિયા રૂબેન, ઉત્કર્ષ અંબુદકર અભિનિત ફિલ્મના ડિરેકટર છે કાયલ હૌસમેન-સ્ટોક્સ.
- પદ્મશ્રી રાજ બેગમના જીવન પર ફિલ્મ 'સોંગ્સ ઓફ પેરેડાઇઝ' પ્રાઇમ વિડીયો પર રિલીઝ થઈ છે. ફિલ્મમાં સબા આઝાદ અને સોની રાઝદાન છે.
- અમેરિકન ટીન ડ્રામા સિરીઝ 'માય લાઇફ વિથ ધ વોલ્ટર બોય્ઝ'ની બીજી સીઝન નેટફ્લિક્સ પર આવી છે. કુલ દસ એપિસોડ છે. અલી નોવાકની 'કમિંગ ઓફ એજ' નામની ૨૦૧૪ની નવલકથાનું એ ફિલ્મી રૂપાંતરણ છે.


