ડિરેકટર અને રાઇટર શશાંક ખૈતાનની વરુણ ધવન અને જાહ્નવી કપૂર અભિનિત રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'સની સંસ્કારી કી તુલસી કુમારી' ગઈકાલથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે.
૨૦૨૩માં આવેલી પોલિટિક્લ એક્શન થ્રિલર ફિલ્મ 'રક્તબીજ'ની સિક્વલ 'રક્તબીજ-ટુ' આજથી ઝીફાઇવ પર આવી છે. ઓરિજનલ બંગાળીભાષી આ ફિલ્મ હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.
એક્શન થ્રિલર ફિલ્મ 'કાંતારા, અ લેજન્ડ ચેપ્ટર-૧' ૨૦૨૨ની ફિલ્મ કાંતારાની પ્રિકવલ છે. ષભ શેટ્ટી દ્વારા લખાયેલી અને દિગ્દશત આ ફિલ્મમાં ષભ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ગઈકાલથી પ્રાઇમ વીડિયો પર આવી છે.
ભારતની શેરીઓથી લઈને કેનેડાના રસોડા સુધી, પ્રિયંકા ચોપરા જોનસ દ્વારા નિમત 'બોર્ન હંગ્રી' એક ડોકયુમેન્ટરી ફિલ્મ છે જે સશ સિમ્પસનના અદભુત જીવન પર આધારિત છે. તેઓ એક પ્રખ્યાત શેફ છે. આ ડોક્યુમેન્ટરી આજથી જિયોહોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.
કોમેડી, સસ્પેન્સ અને હૃદયસ્પર્શી ક્ષણોથી ભરેલી શરાફુદ્દીન, અનુપમા પરમેશ્વરન, વિનય ફોર્ટ અને વિનાયકન અભિનિત મલયાલમ એક્શન-કોમેડી થ્રિલર ફિલ્મ 'ધ પેટ ડિટેક્ટીવ' આજથી ઝીફાઇવ પર આવી છે.


