Get The App

નવું શું છે? .

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
નવું શું છે?                                                    . 1 - image

- દરિયામાં લૂંટ કરતા ચાંચિયા માત્ર પુરુષો જ હોય? ના, મહિલા-ચાંચિયા પણ હોઈ શકે છે. ખાતરી થતી ન હોય તો જોઈ લો પ્રિયંકા ચોપરાની બ્રાન્ડ ન્યુ હોલિવુડ ફિલ્મ 'ધ બ્લફ'. આ એક્શન પેક્ડ ફિલ્મનું સ્ટ્રીમિંગ અમેઝોન પ્રાઇમ વીડિયો પર ઓલરેડી શરૂ થઈ ચૂક્યું છે.  

- લિયોનાર્ડો દીકેપ્રિયોની એક્શન થ્રિલર 'વન બેટલ આફ્ટર અનધર' જિયોહોટસ્ટાર પ્રીમિયમ પર આ અઠવાડિયે રિલીઝ થઈ. તાજેતરમાં એને ચાર-ચાર ગોલ્ડન ગ્લોબ અવોર્ડ્ઝ જીતી લીધા હતા. આગામી ઓસ્કર અવોર્ડ્ઝની રેસમાં પણ આ ફિલ્મ તેજીથી દોડી રહી છે.

- શાહી પરિવારનો નબીરો એક દાસીના પ્રેમમાં પડે તો શું થાય? જુઓ, પોપ્યુલર વેબ સિરીઝ 'બ્રિજર્ટન'ની સિઝન ફોરના બીજા ભાગમાં. બે-ત્રણ દિવસ પહેલાં જ આ શો નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયો છે. 

- કરણ જોહરે પ્રોડયુસ કરેલી અને અનુભૂતિ કશ્યપે ડિરેક્ટ કરેલી ફિલ્મ 'અક્યુઝ્ડ' ઝીફાઇવ પર રિલીઝ થઈ છે. આ એક સાઇકોલોજિકલ થ્રિલર છે, જેમાં કોંકણા સેન શર્મા મુખ્ય ભૂમિકા ભજવે છે.