Get The App

નવું શું છે? .

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
નવું શું છે?                                                    . 1 - image

 આનંદ એલ. રાયે ડિરેક્ટ કરેલી 'તેરે ઇશ્ક મેં' નેટફ્લિક્સ પર આવે એટલી જ વાર છે. આ એક મેચ્યોર લવસ્ટોરી છે, જેમાં ધનુષ અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકાઓમાં છે. 

 'બ્રિજર્ટન'ની ચોથી સિઝન નેટફ્લિક્સ પર ૨૯ જાન્યુઆરીથી સ્ટ્રીમ થવાની છે. બીજા નંબરનો વરણાગી દીકરો બેનેડિક્ટ (લ્યુક થોમ્પસન) આ સિરીઝના કેન્દ્રમાં રહેવાનો છે. એના જીવનમાં એક રહસ્યમય સ્ત્રીનો પ્રવેશ થાય છે અને બધું જ ઉલટપુલટ થઈ જાય છે. 

 'ધ રેકિંગ ક્રુ' - આ છે અમેઝોન પ્રાઇમ વીડિયોની આગામી જાસૂસી ફિલ્મનું ટાઇટલ, જેનું સ્ટ્રીમિંગ ૨૮ જાન્યુઆરીથી શરૂ થવાનું છે. એકલદોકલ દેશ પર નહીં, પણ આખી દુનિયા પર ખતરો ઝળુંબી રહ્યો છે એવી વાત આ ફિલ્મમાં છે.  શેન બ્લેક આ ટિપિકલ એક્શન થ્રિલરના ડિરેક્ટર છે. 

 'ધ ગેમ ઓફ થ્રોન્સ' સિરીઝ જે લેખકના પુસ્તક પર આધારિત હતી એ જ્યોર્જ આર.આર. માર્ટિનની લઘુનવલ 'અ નાઇટ ઓફ સેવન કિંગડમ' પરથી એ જ ટાઇટલ ધરાવતી સિરીઝ બની છે. 'ગેમ ઓફ થ્રોન્સ'ના સ્પિન ઓફ જેવો આ શો જિઓ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ ચૂક્યો છે.